Aryan Khan Bail : આર્યન ખાનની જામીન અરજી પર આજે કોર્ટનો ચુકાદો

|

Oct 20, 2021 | 7:46 AM

Cruise Drug Case :નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ 3 ઓક્ટોબરના રોજ મુંબઈથી ગોવા જતા કોર્ડેલિયા ક્રુઝ પર દરોડા પાડ્યા હતા. આ ક્રૂઝ પર કથિત રીતે એક રેવ પાર્ટી થઈ રહી હતી. આ ક્રુઝમાંથી ડ્રગ્સ મળી આવતા, એનસીબીએ શાહરુખખાનના પૂત્ર આર્યનખાન સહીતના આરોપીઓની ધરપકડ કરી હતી.

Aryan Khan Bail : આર્યન ખાનની જામીન અરજી પર આજે કોર્ટનો ચુકાદો
Aryan Khan Drugs Case (file photo)

Follow us on

NDPS ની વિશેષ અદાલત અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી પર આજે 20મી ઓક્ટોબરને બુધવારે ચુકાદો સંભળાવશે. ક્રૂઝ ડ્રગ કેસમાં આર્યન ખાન ન્યાયિક કસ્ટડીમાં છે અને તે આર્થર રોડ જેલમાં બંધ છે. ગત 14 ઓક્ટોબરે સુનાવણી બાદ જસ્ટિસ વીવી પાટીલે જામીન અરજી પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. આ પછી, દશેરાની રજાઓ બાદ કોર્ટે જામીન અરજી પર પોતાનો ચુકાદો સંભળાવવાનું કહ્યું.

NCB એ ક્રુઝ પર દરોડા પાડ્યા હતા
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ 3 ઓક્ટોબરના રોજ મુંબઈથી ગોવા જતા કોર્ડેલિયા ક્રૂઝ પર દરોડા પાડ્યા હતા. આ ક્રૂઝ પર કથિત રીતે રેવ પાર્ટી થઈ રહી હતી. આ દરમિયાન, એનસીબીએ આર્યન ખાનની ધરપકડ કરી અને તેને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યો જ્યાંથી તેને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો. એનસીબીના અધિકારીઓનું કહેવું છે કે દરોડા દરમિયાન ક્રૂઝમાંથી 13 ગ્રામ કોકેન, પાંચ ગ્રામ એમડી, 21 ગ્રામ ચરસ, એમડીએમએની 22 ગોળીઓ અને 1.33 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા.

ક્રુઝ ડ્રગ કેસમાં કુલ 20 લોકોની ધરપકડ
આ દરોડા દરમિયાન આર્યન ખાન ઉપરાંત અન્ય સાત આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં વિદેશી નાગરિકો સહિત કુલ 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ભૂતકાળમાં કોર્ટમાં સુનાવણી દરમિયાન, આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદેએ દલીલ કરી હતી કે, તેના ક્લાયન્ટ પાસેથી ડ્રગ રિકવર કરવામાં આવી નથી અથવા તે ડ્રગ્સ વેચવા અને ખરીદવામાં સંકળાયેલ નથી, તેથી તેને જામીન મળવા જોઈએ. જ્યારે NCB રજૂઆત કરી હતી કે, ડ્રગ નેક્સસમાં આર્યનની સંડોવણી વોટ્સએપ ચેટ જોઈને સામે આવી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આર્યને કહ્યું – ભવિષ્યમાં સારું કામ કરશે
દરમિયાન, આર્યન ખાનને એનસીબીના અધિકારીઓએ ‘કાઉન્સેલિંગ’ કર્યું હતું. આ ‘કાઉન્સેલિંગ’ દરમિયાન આર્યને કહ્યું કે તે ગરીબોના કલ્યાણ માટે કામ કરશે અને ભવિષ્યમાં આવું કોઈ કામ કરશે નહીં, જેનાથી તેનું નામ બગાડે. એનસીબીના પ્રાદેશિક નિર્દેશક સમીર વાનખેડે અને સામાજિક કાર્યકરો દ્વારા કાઉન્સેલિંગ દરમિયાન આર્યને જણાવ્યું હતું કે, તેની મુક્તિ મળ્યા બાદ તે ગરીબો અને દલિતોના આર્થિક ઉત્થાન માટે કામ કરશે અને ક્યારેય આવું કામ કરશે નહીં.

આ પણ વાંચોઃ  કેન્દ્ર સરકાર કર્મચારીઓને દિવાળીની ભેટ આપશે! આ કર્મચારીઓને 30 દિવસનું બોનસ મળશે, જાણો બોનસની ગણતરીની ફોર્મ્યુલા

આ પણ વાંચોઃ 31 ઓક્ટોબર સુધીમાં પતાવી લો આ 4 કામ, સપનાના ઘરના નિર્માણથી લઈ ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાના કામમાં લાપરવાહી નુકશાન કરાવશે

Next Article