સોની ટીવી (Sony Tv) પર પ્રસારિત થવાનો ડાન્સ રિયલિટી શો (Dance Reality Show) ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 2 (India’s Best Dancer 2)ના ગાલા ઓડિશનમાં એકથી એક ચડીયાતા સ્પર્ધકો જોવા મળ્યા હતા, જેમણે ENT એટલે કે એન્ટરટેનમેન્ટ સ્પેશલિસ્ટ ગીતા કપૂર (Geeta Kapoor), મલાઈકા અરોરા (Malaika Arora) અને ટેરેન્સ લુઈસ (Terence Lewis)ને તેમના ડાન્સ મુવ્સથી પ્રભાવિત કર્યાં હતા. આ સ્પર્ધકોમાંથી એક ભોપાલની મુસ્કાન સિન્હા (Muskan Sinha) છે.
મલાઈકા અરોરાના આ શોમાં બેસ્ટ કા નેક્સ્ટ અવતાર શોધવાનું અભિયાન શરૂ થયું છે, જ્યાં વધુને વધુ સ્પર્ધકો આવી રહ્યા છે અને તેમની ડાન્સની કુશળતા બતાવી રહ્યા છે. મધ્યપ્રદેશના ભોપાલથી આવેલી મુસ્કાન સિંહે ગાલા ઓડિશનમાં ‘મોહ મોહ કે ધાગે’ ગીત પર ક્લાસિકલ ડાન્સ કર્યો હતો. મુસ્કાને તેના શાનદાર અને સુંદર પરફોર્મેન્સથી જજોને મંત્રમુગ્ધ કર્યા. એન્ટરટેઈનમેન્ટ ક્વીન મલાઈકા અરોરા તેના પરફોર્મેન્સ પર ફિદા થઈ ગઈ હતી.
મુસ્કાન તેની સફળતાનો શ્રેય તેના પિતાની કડક શિસ્તને આપે છે. જ્યારે ગીતા કપૂરે મુસ્કાનને પૂછ્યું કે તે કેટલી શિસ્તબદ્ધ છે? આના જવાબમાં મુસ્કાને કહ્યું, “મારા પિતા નિવૃત્ત આર્મી ઓફિસર છે અને તેઓ હંમેશા મને સવારે 4 વાગ્યે જગાડે છે. રવિવારે પણ તે સવારે 4 વાગ્યે ઉઠે છે અને મને તેમની સાથે કસરત કરવાનું કહે છે. મુસ્કાનની વાત સાંભળીને જજોએ તેના પિતાને સ્ટેજ પર બોલાવ્યા. જજો સાથે આ ચર્ચા ચાલુ રાખતા તેના પિતાએ કહ્યું, “મુસ્કાન તેના ડાન્સ અને તેના અભ્યાસમાં પણ સમાન શિસ્તબદ્ધ છે.”
જજો પાસેથી પોતાની પ્રશંસા સાંભળ્યા પછી, મુસ્કાન સિંહે કહ્યું, “આ મંચ પર આવવું અને ત્રણ જજોની સામે પ્રદર્શન કરવું એ મારુ સૌભાગ્ય છે. આ મારા માટે એક આશીર્વાદ છે. ડાન્સ મારું પેશન છે અને હું તેને દિલથી કરું છું. બાળપણથી મારા પિતા શાળાઓમાં મારા સ્ટેજ પરફોર્મન્સ દરમિયાન હંમેશા હાજર રહ્યા છે. તેથી તે મારા લકી ચાર્મ છે. એવો કોઈ દિવસ નથી ગયો જ્યારે મારા પિતાએ મને સપોર્ટ ન આપ્યો હોય. હું તે સુનિશ્ચિત કરીશ કે હું મારા પિતા માટે ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર ટ્રોફી જીતીને તેમને ગૌરવ મહેસુસ કરાવું.”
આ પણ વાંચો :- સુપરસ્ટાર Rajinikanthને મળ્યો દાદાસાહેબ ફાળકે એવોર્ડ, યાદ કરી કંડક્ટરથી એક્ટર બનવા સુધીની સફર
આ પણ વાંચો :- Bunty Aur Babli 2 Trailer: ડબલ હશે બંટી ઔર બબલીની ધમાલ, સિદ્ધાંત અને શાર્વરીએ કરી દીધી છે ગેમ અપ