Arjun Kapoorએ પોતાની માતાને યાદ કરતા ખૂબ જ ભાવુક પોસ્ટ કરી શેર, લખ્યું- ‘પ્લીઝ મારી સંભાળ રાખજો’

|

Oct 11, 2021 | 12:00 AM

બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂરે (Arjun kapoor) ફિલ્મ ઈશકઝાદેથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, આ ફિલ્મ પછી અભિનેતાએ પાછું વળીને જોયું નથી.

Arjun Kapoorએ પોતાની માતાને યાદ કરતા ખૂબ જ ભાવુક પોસ્ટ કરી શેર, લખ્યું- પ્લીઝ મારી સંભાળ રાખજો
Arjun Kapoor

Follow us on

બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર (Arjun kapoor) તેના ચાહકોના દિલ પર રાજ કરે છે. અર્જુન અવારનવાર પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. દરેક વ્યક્તિ જાણે છે કે અર્જુન કપૂર તેમની માતા મોના કપૂરની ખૂબ નજીક હતા. આવી સ્થિતિમાં અર્જુન રોજ તેમની માતાને યાદ કરતા જોવા મળે છે, ફરી એકવાર તે જ દ્રશ્ય જોવા મળ્યું છે.

 

Tallest Building: તો આ છે અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ ! જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video

અમે તમને જણાવી દઈએ કે અર્જુનની માતા હવે આ દુનિયામાં નથી, તેથી જ તેઓ ઘણી વખત તેમની માતાને યાદ કરતી વખતે ભાવુક જોવા મળે છે. હવે તાજેતરમાં જ ફરી એકવાર અર્જુન કપૂરે (arjun kapoor) પોતાની માતાને યાદ કરતા એક પોસ્ટ શેર કરી છે.

 

અર્જુનને માંને કર્યાં યાદ

સોશિયલ મીડિયા પર તાજેતરમાં જ અર્જુન કપૂરે જે પોસ્ટ શેર કરી છે, તેનાથી તેમની માતા માટેનો તેમનો પ્રેમ સાફ દેખાઈ રહ્યો છે. તસ્વીરમાં અર્જુન ચોક્કસપણે હસતા હોય છે પરંતુ તેમના હૃદયની પીડા પણ દેખાય રહી છે. અર્જુન કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ચાહકો માટે પોતાની સાથે સંબંધિત પોસ્ટ્સ શેર કરતા રહે છે. હવે તાજેતરમાં અર્જુન કપૂરે શેર કરેલા ફોટામાં તે હસતા અને આકાશ તરફ જોતો જોવા મળે છે.

 

ભાવુક દેખાયા અર્જુન

અર્જુન કપૂરે આ ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું કે હું હંમેશા ઉપર જોઉં છું અને હસું છું કારણ કે મને ખબર છે કે મારી પાસે એક પરી છે જે મને જોઈ રહી છે, હું તમને ખૂબ પ્રેમ કરું છું માં કૃપા કરીને મારી હંમેશા આ રીતે સંભાળ રાખજો.

 

 

અર્જુન કપૂરની આ પોસ્ટ પર તેમની ભાવનાત્મક લાગણીઓ સ્પષ્ટ દેખાય છે. આંખને ભીની કરવા વાળી અર્જુન કપૂરની આ પોસ્ટ ચાહકોમાં વધુને વધુ લોકપ્રિય બની રહી છે. અભિનેતાની આ તસ્વીર પણ ચાહકોમાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

 

ફિલ્મ ઇશ્કઝાદે (Ishaqzaade)થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર અર્જુન કપૂર ટૂંક સમયમાં મોહિત સૂરીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’ (Ek Villain Returns)માં જોવા મળશે. અર્જુન સિવાય ફિલ્મમાં જોન અબ્રાહમ (John Abraham), દિશા પટણી (Disha Patani) અને તારા સુતરિયા (Tara Sutaria) પણ છે. બાય ધ વે, તાજેતરમાં અર્જુન કપૂરની ફિલ્મ ‘ભૂત પોલીસ’ (Bhoot Police) ચાહકોની સામે આવી છે. આ ફિલ્મ ચાહકોમાં સારી રીતે પસંદ કરવામાં આવી છે.

 

આ પણ વાંચો:-Lakme Fashion Week 2021: શ્રદ્ધા કપૂરે ગ્લેમરસ અવતારમાં વિખેર્યો જલવો, ફોટા જોઈને ચાહકો થયા દિવાના

 

આ પણ વાંચો:- Aryan Khan Drug Case: આર્યન ખાનની જામીનનો NCB કરશે વિરોધ, શાહરુખ ખાનના ડ્રાઈવર પાસેથી મળી મહત્વની માહિતી

 

Published On - 11:57 pm, Sun, 10 October 21

Next Article