Anshula Kapoor Birthday : અર્જુન કપૂરે બહેન અંશુલાને જન્મદિવસની ખાસ રીતે પાઠવી શુભેચ્છા, જુઓ VIDEO

આજે અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂરનો જન્મદિવસ છે. અંશુલાના જન્મદિવસ પર અર્જુને તેની બહેનને સ્પેશિયલ રીતે શુભેચ્છા પાઠવી છે.

Anshula Kapoor Birthday : અર્જુન કપૂરે બહેન અંશુલાને  જન્મદિવસની ખાસ રીતે પાઠવી શુભેચ્છા, જુઓ VIDEO
Anshula kapoor Birthday
| Edited By: | Updated on: Dec 29, 2021 | 12:32 PM

Anshula Kapoor Birthday : અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂરનો(Anshula Kapoor)  આજે જન્મદિવસ છે. અંશુલાના જન્મદિવસ પર ભાઈ અર્જુને(Arjun Kapoor)  એક ક્યૂટ વીડિયો શેર કરીને તેની બહેનને ખાસ રીતે શુભેચ્છા પાઠવી છે. જે વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોશો કે બંનેએ એક રંગના ટી-શર્ટ પહેરેલા જોવા મળે છે અને બંને ડાન્સ કરી રહ્યાં છે. સાથે જ બેકગ્રાઉન્ડમાં બાદશાહનું ગીત ‘ઝુગનુ’ વાગી રહ્યું છે.

ઈન્સ્ટાગ્રામ પરથી વીડિયો શેર કરતાં અર્જુને લખ્યું, હંમેશા ખુશ રહો અને હસતા રહો, હું હંમેશા તમારી સાથે છું. અંશુલા કપૂરને જન્મદિવસની શુભેચ્છા. આશા છે કે આ વર્ષે તમને જે જોઈએ છે તે બધું મળી જશે. લવ યુ…….

જુઓ વીડિયો

પિતા બોની કપૂરે આ રીતે પાછવી શુભેચ્છા

અર્જુન ઉપરાંત અંશુલાને પિતા બોની કપૂરે (Bony Kapoor)પણ શુભેચ્છા પાઠવી છે. બોનીએ અંશુલા સાથે એક ફોટો ઈન્સ્ટાગ્રામ પરથી શેર કર્યો છે. જેમાં બંને ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહ્યા છે.

ફોટો શેર કરતા બોનીએ લખ્યું કે, હેપ્પી બર્થડે માય વન્ડર ચાઈલ્ડ, મારુ સુંદર અને જીનિયસ બાળક.

ક્ટિંગની દુનિયાથી દુર છે અંશુલા

તમને જણાવી દઈએ કે, બોની કપૂરના ચાર બાળકોમાં અંશુલા કપૂર એક માત્ર એક્ટિંગની દુનિયાથી દુર છે. અંશુલા સિવાય અર્જુન, જ્હાન્વી પહેલાથી જ બોલિવૂડમાં ધમાલ મચાવી રહ્યા છે.જ્યારે ખુશી પણ ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. જોકે અંશુલાને શરૂઆતથી જ એક્ટિંગની દુનિયાથી દુર છે.

તમને જણાવી દઈએ કે, અંશુલા ફેન કાઇન્ડ (Fan Kind) વેબસાઇટની સંસ્થાપક છે. આ વેબસાઈટ દ્વારા અંશુલા જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે. આ માટે તે સેલેબ્સનો સહારો પણ લે છે. તે કોઈપણ સેલેબ સાથે ચાહકોની કોઈ ઈવેન્ટનું આયોજન કરે છે અને તેના દ્વારા જે કંઈ કમાણી થાય છે તે ચેરિટીમાં દાન કરે છે. કોવિડ દરમિયાન પણ અંશુલાએ ફેન કાઇન્ડ દ્વારા ઘણા જરૂરિયાતમંદ લોકોની મદદ કરી હતી.

 

આ પણ વાંચો: Happy Birthday Rajesh Khanna : ‘બાબુ મોશાય જિંદગી બડી હોની ચાહિયે લંબી નહીં’ થી આજે પણ દિલમાં જીવંત રહેનાર રાજેશ ખન્નાને જીવનમાં રહ્યો હતો આ અફસોસ

આ પણ વાંચો:  Happy Birthday Twinkle Khanna: કવિ બન્યો અક્ષય કુમાર, પત્ની સાથેનો રોમેન્ટિક ફોટો શેર કરી ખાસ સંદેશ લખ્યો