Arjun Kapoorએ કર્યો સોશિયલ મીડિયાથી બ્રેક લેવાનો નિર્ણય, કહ્યું- ગાયબ થવાનો સમય

|

Oct 19, 2021 | 5:01 PM

અર્જુન કપૂર (Arjun Kapoor) હાલમાં તેમની આગામી ફિલ્મ એક વિલન રિટર્ન (Ek Villain Returns)નું શૂટિંગ કરી રહ્યા છે. તેમણે ફિલ્મના શૂટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સોશિયલ મીડિયાથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે.

Arjun Kapoorએ કર્યો સોશિયલ મીડિયાથી બ્રેક લેવાનો નિર્ણય, કહ્યું- ગાયબ થવાનો સમય
Arjun Kapoor

Follow us on

બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર (Arjun Kapoor) સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે. તે સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને તેમના અંગત અને પ્રોફેશનલ જીવન વિશે માહિતી આપતા હતા. પરંતુ હવે અર્જુને થોડા સમય માટે દૂર જવાનો નિર્ણય લીધો છે.

 

અર્જુન કપૂરે ડિજિટલ ડિટોક્સ કરવાનું નક્કી કર્યું છે. જેની માહિતી તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આપી છે. અર્જુને તેમની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું – ગાયબ થવાનો સમય. અર્જુનની પોસ્ટ તેમની સોશિયલ મીડિયાથી વિરામ વિશે સંકેત આપી રહી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

 

માતાને કરે છે યાદ

તાજેતરમાં અર્જુન કપૂરે તેમની માતા માટે એક પોસ્ટ શેર કરી હતી. તે હજી પણ તેમની માતાને ખૂબ યાદ કરે છે. એક ક્વોટ શેર કરતા તેમણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું – લવ યુ મધર. હું તમને ખૂબ યાદ કરું છું.

 

એક વિલન રિટર્ન્સનું કરી રહ્યા છે શૂટિંગ

અહેવાલો અનુસાર અર્જુન તેમની આગામી ફિલ્મ એક વિલન રિટર્ન (Ek Villain Returns)ના શૂટિંગ પર સંપૂર્ણ ધ્યાન આપવા માંગે છે. તે હાલમાં ફિલ્મના ખૂબ જ મહત્વના દ્રશ્યોનું શૂટિંગ કરી રહ્યા છે અને પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. તે 4-5 દિવસ સુધી સોશિયલ મીડિયાથી દૂર રહેવાના છે. જ્યાં સુધી આ મહત્વપૂર્ણ શૂટિંગ સિક્વન્સ પૂર્ણ ન થાય.

 

તમને જણાવી દઈએ કે મોહિત સૂરી એક વિલન રિટર્ન (Ek Villain Returns)નું નિર્દેશન કરી રહ્યા છે. આ 2014 ની ફિલ્મ એક વિલનની સિક્વલ છે. જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra), શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor ) અને રિતેશ દેશમુખ (Riteish Deshmukh) મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. જોન અબ્રાહમ (John Abraham), દિશા પાટણી (Disha Patani) અને તારા સુતરિયા (Tara Sutaria ) પણ ફિલ્મની સિક્વલમાં મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે.

 

વર્કફ્રન્ટની વાત કરીએ તો અર્જુન તાજેતરમાં સૈફ અલી ખાન (Saif Ali Khan), યામી ગૌતમ (Yami Gautam) અને જેક્લીન ફર્નાન્ડીસ (Jacqueline Fernandez) સાથે ફિલ્મ ભૂત પોલીસ (Bhoot Police)માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ ગયા મહિને OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. તે ટૂંક સમયમાં ધ લેડી કિલર અને વિશાલ ભારદ્વાજની કુત્તેમાં જોવા મળશે. અર્જુન અત્યારે તેના પ્રોજેક્ટ્સ પર ઘણું ધ્યાન આપી રહ્યા છે.

 

આ પણ વાંચો :- Photos :મૌની રોયની આ અદાઓ જોઈને વધી ચાહકોના દિલોની ધડકન, જુઓ તસ્વીરો

 

આ પણ વાંચો :-‘The Big Picture’ના સ્ટેજ પર ‘સૂર્યવંશી’ માટે પહોંચ્યા કેટરિના અને રોહિત, અક્ષયે પ્રમોશનથી કેમ રાખ્યું અંતર?

 

Next Article