અનુપમ ખેરે ઈંસ્ટાગ્રામ પર તસ્વીરો અને વીડિયો શેર કર્યા છે. જેમાં તે પ્રોજેક્ટ હીલ ઈન્ડિયા અંતર્ગત દાન આપતા નજરે પડે છે. અભિનેતા અનુપમ ખેરે શનિવારે બીએમસી કોરોના મહામારી રિલીફમાં ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ અને BiPAP ની મશીનો આપ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપી હતી અને ફોટો અને વીડિયો શેર કર્યા હતા.
તેમણે લખ્યું છે કે, ‘પ્રોજેક્ટ હીલ ઈન્ડિયા અને અનુપમ ખેર ફાઉન્ડેશને પાંચ BiPAP મશીનો અને પાંચ ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ બીએમસીને કોરોના વાયરસ મહામારી સામે લડવા માટે ઉપલબ્ધ કરાવ્યા છે.
તાજેતરમાં અનુપમ ખેર ફાઉન્ડેશન, ડો.આશિષ તિવારી અને બાબા કલ્યાણીના સહયોગથી પ્રોજેક્ટ હીલ ઈન્ડિયાની શરૂઆત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનાં માધ્યમ દ્વારા આ સંસ્થા દેશભરમાં જીવન ઉપયોગી ઉપકરણો અને મેડિકલ સંબંધિત સામાન પૂરો પાડી રહ્યા છે. આ સંગઠનનું ગઠન એટલા માટે કરવામાં આવ્યું છે કે તે વસ્તુઓની પૂર્તિ સુનિશ્ચિત કરી શકે.
કોરોના વાયરસની બીજી લહેરને કારણે, દેશના ઘણા લોકો કોવિડની જપેટમાં આવી ગયા છે. આમાં બોલિવૂડના ઘણા કલાકારો શામેલ છે. જેમાં કંગના રનૌત, વિક્કી કૌશલ અને આમિર ખાન જેવા નામ શામેલ છે.
અનુપમ ખેર તાજેતરમાં જ સમાચારમાં હતા. તેમને ન્યૂયોર્ક સિટી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમને આ એવોર્ડ શોર્ટ ફિલ્મ હેપ્પી બર્થડે માટે આપવામાં આવ્યો હતો. અનુપમ ખેર ઘણી ફિલ્મોમાં દેખાવા જઇ રહ્યા છે. આમા ધ લાસ્ટ શો, મુંગીલાલ કી દાવત અને ધ કાશ્મીર ફાઇલ્સ મુખ્ય છે.
અનુપમ ખેર એક ફિલ્મ અભિનેતા છે. તેમણે ઘણી ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમની ફિલ્મો ઘણી પસંદ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર પણ તે ખૂબ સક્રિય છે. તેમણે હોલીવુડના ઘણા પ્રોજેક્ટ્સમાં પણ કામ કર્યું છે. તેમની ફિલ્મો બોક્સ ઓફિસ પર ઘણી પસંદ કરવામાં આવે છે. અનુપમ ખેર ઘણા સામાજિક વિષયો પર પણ પોતાનો અભિપ્રાય આપે છે.
આ પણ વાંચો :- Look A Like : Anushka Sharma ની 3 પ્રખ્યાત હમશક્લ, જુઓ કેટલા મળે છે તેમના ચહેરા