જાણીતા ટીવી એક્ટર અનુપ સોનીએ (Anup Soni) પોતાની એક્ટિંગથી પોતાના ફેન્સમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. આજે 30 જાન્યુઆરીએ તેઓ પોતાનો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છે. તેમનો જન્મ 30 જાન્યુઆરી 1975ના રોજ થયો હતો. તેણે ટીવી શો ‘ક્રાઈમ પેટ્રોલ’ દ્વારા ટીવી જગતમાં પોતાની અલગ જ ઓળખ બનાવી છે. અનૂપની એક્ટિંગ કરિયરની શરૂઆત વર્ષ 1999માં ફિલ્મ ગોડફાધરથી થઈ હતી. આ પછી અનૂપ સોનીએ ફિઝા, દીવાનપન, ખુશી, શીન, કર્કશ આયી જેવી ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું અને પોતાની ઓળખ બનાવવાનું શરૂ કર્યું હતું.
આ પછી અનૂપે નાના પડદા પર કામ કરવાનું શરૂ કર્યું અને બાલિકા વધૂ, કોમેડી સર્કસ, શાંતિ, રાત હોને કો હૈ, કહાની ઘર ઘર કી, રીમિક્સ, વ્યોમકેશ બક્ષી, તહકીકત, આહત જેવી સિરિયલોમાં જોવા મળ્યોહતો. અનુપ સોનીને આ શોથી જ ઓળખ મળવા લાગી હતી. ક્રાઈમ પેટ્રોલનો તેમનો એક ડાયલોગ “સાવધાન રહીયે , સર્તક રહીયે” ખૂબ જ પસંદ આવ્યો હતો.
અનૂપ સોની બોલિવૂડ એક્ટર રાજ બબ્બરના જમાઈ છે. અનૂપ સોનીએ બે લગ્ન કર્યા. અનૂપ સોનીના બીજા લગ્ન રાજ બબ્બરની દીકરી જુહી સાથે થયા છે જ્યારે અનૂપની પહેલી પત્નીનું નામ રિતુ સોની છે. રિતુએ અનૂપ સોનીની કોલ ડિટેલ્સ મેળવી અને પછી તેને ખબર પડી કે અનૂપ જુહી સાથે વાત કરી રહ્યો હતો. વર્ષ 2010માં બંનેના છૂટાછેડા થયા અને 2011માં અનુપ અને જુહીના લગ્ન થયા હતા.
એક્ટર અનૂપ સોનીની કમાણી વિશે વાત કરીએ તો, તેને તેના શો માટે સારા પૈસા મળે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનૂપ સોનીની કુલ સંપત્તિ 30 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. અનૂપ સોનીની ગ્લેમરસ લાઈફ પણ એકદમ રોયલ છે. તમને જણાવી દઈએ કે ઘણા વર્ષો સુધી ‘ક્રાઈમ પેટ્રોલ’માં કામ કર્યા બાદ હવે તેણે વાસ્તવિક જીવનમાં પોલીસની જેમ કામ કરવાનું અને તપાસ કરવાનું મન બનાવી લીધું છે. તેણે ઓફિશિયલ સર્ટિફિકેટ કોર્સ પણ કર્યો છે.
અભિનેતાએ બોલિવૂડ હંગામાને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે શરૂઆતમાં જ્યારે તે મુંબઈ આવ્યો હતો ત્યારે તેણે નક્કી કર્યું હતું કે તે અભિનેતા બનશે અને માત્ર ફિલ્મો જ કરશે. પરંતુ ત્યારપછી તેનું મન બદલાઈ ગયું અને તેનું નસીબ તેને ટીવીની દુનિયા તરફ લઈ ગયું. અનૂપ સોનીએ કહ્યું હતું કે, ‘જ્યારે હું મુંબઈ આવ્યો ત્યારે હું માત્ર ફિલ્મો કરવા માંગતો હતો. હું આવ્યો ત્યારે એ સમયે બહુ ટેલિવિઝન નહોતું. પરંતુ મને હંમેશા ફિલ્મમાં હીરોના મિત્રનો રોલ મળતો હતો.
આ પણ વાંચો : EPFO Alert : PF ખાતાધારકો પર Online Fraudનું જોખમ, EPFOએ જણાવી ખતરો ટાળવાની રીત
આ પણ વાંચો : Dhandhuka: કિશન ભરવાડ કેસના હત્યારાઓને પોલીસ આજે ધંધુકા લાવશે, ધંધુકા, ભાવનગર અને તારાપુર આજે સજ્જડ બંધ પાળશે