‘પવિત્ર રિશ્તા 2’ ને લઈને ટ્રોલ થઈ Ankita Lokhande, સુશાંતના ચાહકોએ ઉઠાવી શોને બહિષ્કાર કરવાની માંગ

અંકિતા લોખંડે (Ankita Lokhande) 'પવિત્ર રિશ્તા' (Pavitra Rishta) શોના સેટ પર પાછી આવી છે, જેણે તેમને અને દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ને 12 વર્ષ અગાઉ ઘરે ઘરે લોકપ્રિય બનાવ્યા હતા.

પવિત્ર રિશ્તા 2 ને લઈને ટ્રોલ થઈ Ankita Lokhande, સુશાંતના ચાહકોએ ઉઠાવી શોને બહિષ્કાર કરવાની માંગ
Pavitra Rishta
| Edited By: | Updated on: Jul 14, 2021 | 10:46 AM

નાના પડદાથી મોટા પડદે પોતાની ઓળખ બનાવનારી અભિનેત્રી અંકિતા લોખંડે (Ankita Lokhande) ‘પવિત્ર રિશ્તા’ (Pavitra Rishta) શોના સેટ પર પાછી આવી છે, જેણે તેમને અને દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ને 12 વર્ષ અગાઉ ઘરે ઘરે લોકપ્રિય બનાવ્યા હતા. પરંતુ લોકપ્રિય શો ‘પવિત્ર રિશ્તા’ના ભાગ 2 ના આવવાને કારણે ચાહકો ખૂબ નારાજ દેખાઈ રહ્યા છે. ચાહકો માને છે કે તેમનો માનવ માત્ર સુશાંત છે અને કોઈ તેમનું સ્થાન લઈ શકે નહીં. આ કારણે લોકો સોશિયલ મીડિયા પર અંકિતા લોખંડેને પણ ટ્રોલ કરી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે સુશાંત અને અર્ચનાની જોડીને શોમાં ચાહકો દ્વારા ખૂબ પસંદ આવી હતી. તેઓ રીયલ લાઈફ કપલ તરીકે પ્રખ્યાત થયા હતા. તે જ સમયે, અંકિતા લોખંડે અર્ચનાના રોલને ફરીથી કરી રહી છે, જ્યારે અભિનેતા શહીર શેખ માનવની ભૂમિકા ભજવશે. દિવંગત અભિનેતા સુશાંતે સૌથી પ્રથમ આ ભૂમિકા ભજવી હતી, ત્યારબાદ હિતેન તેજવાની (Hiten Tejwani) આ ભૂમિકામાં જોવા મળ્યા હતા. તે જ સમયે, ઇન્સ્ટાગ્રામ પર અંકિતાએ જેઓ આ શોના ક્લેપબોર્ડ સાથેનો વીડિયો શેર કર્યો કે તરત જ લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.

 

 

 

આ સમયે ટ્વિટર પર લોકોએ આ શોનો બહિષ્કાર કરવાની માંગણી કરી છે. #BoycottPavitraRishta2 આ હેશટેગથી લોકો સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે ટ્વિટ કરીને લખ્યું કે, ‘સુશાંતનું સ્થાન કોઈ લઈ શકશે નહીં, કોઈ પણ નહીં … અંકિતા લોખંડે તમારો આ શો સંપૂર્ણ ફ્લોપ થશે.’ તે જ સમયે, અન્ય યૂઝરે લખ્યું કે ‘આપણો માનવ ફક્ત સુશાંત છે.’ બીજા એક યુઝરે લખ્યું. ‘જો સુશાંત સિંહ નહીં, તો પવિત્ર રિશ્તા 2 પણ નહીં.’

 

આ પણ વાંચો :- કૃતિ ખરબંદાએ સ્ક્રીન ટેસ્ટ આપ્યા બાદ મળી 14 Phere, વિક્રાંત મેસીએ પોતાને કહ્યા ‘Fanboy’

આ પણ વાંચો :- આમિર ખાન અને ‘Laal Singh Chaddha’ની ટીમ પર લાગ્યો પ્રદૂષણ ફેલાવવાનો આરોપ, સેટથી વાયરલ થયો Video