‘અંગુરી ભાભી’ લગ્ન તૂટી ગયા બાદ આજે 44 વર્ષે પણ રહી છે અપરિણીત

શિલ્પા શિંદે એ ભારતીય ટીવી જગતની એક એવી અભિનેત્રી છે, જે તેની અદભુત એક્ટિંગને કારણે અનેક લોકોના દિલ પર આજે રાજ કરી રહી છે. શિલ્પાનું પ્રોફેશનલ અને પર્સનલ - આમ બંને જીવન ઘણા બધા વિવાદોથી ઘેરાયેલું હંમેશા જોવા મળ્યું છે.

અંગુરી ભાભી લગ્ન તૂટી ગયા બાદ આજે 44 વર્ષે પણ રહી છે અપરિણીત
Shilpa Shinde Marriage Viral Photo
| Edited By: | Updated on: Mar 31, 2022 | 8:50 PM

‘ભાભીજી ઘર પર હૈ’ (Bhabhiji Ghar Par Hai!) ટીવી શોમાં ‘અંગુરીભાભી’નું પાત્ર ભજવીને ઘરે-ઘરે પ્રસિદ્ધ થઇ ગયેલી અભિનેત્રી શિલ્પા શિંદે (Shilpa Shinde) હંમેશા કોઈને કોઈ કારણોસર ચર્ચામાં બની રહે છે. પ્રોફેશનલ લાઈફમાં વિવાદો માટે ફેમસ શિલ્પા શિંદેનું અંગત જીવન પણ ઓછું તોફાની રહ્યું નથી. આજે શિલ્પા શિંદેનું નામ ટેલિવિઝનની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. શિલ્પા શિંદે જાણીતા રિયાલિટી શો ‘બિગબોસ સીઝન 11’ની (Bigg Boss 11) વિજેતા પણ રહી ચુકી છે. આ શો બાદ શિલ્પા શિંદેની લોકપ્રિયતામાં ખુબ જ વધારો થયો હતો.

અમે તમને જાણવી દઈએ કે, અભિનેત્રી શિલ્પા શિંદેએ ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે, પરંતુ તેણીને સૌથી વધુ લોકપ્રિયતા શો ‘ભાભીજી ઘર પર હૈ’ દ્વારા મળી હતી. આ શોમાં શિલ્પાએ અંગૂરી ભાભીનું પાત્ર ભજવીને અનેક લોકોના દિલ જીતી લીધા હતા. વર્ષો સુધી અંગૂરી ભાભીના પાત્રમાં જીવ રેડી દીધા બાદ શિલ્પાએ જ્યારે આ શો છોડી દીધો હતો, ત્યારે ઘણો વિવાદ થયો હતો.

શિલ્પા રોમિત રાજ સાથે લગ્ન કરવાની હતી 

હાલમાં, આ શો માં શિલ્પાની જગ્યાએ શુભાંગી અત્રેએ એન્ટ્રી કરી હતી અને મામલો થાળે પડ્યો હતો. શું તમે જાણો છો કે શિલ્પાના લગ્ન સ્થળ પર જ તૂટી ગયા હતા. જી હા, શિલ્પા એક સમયે ટીવી એક્ટર રોમિત રાજ સાથે રિલેશનશિપમાં હતી.

અમે તમને જણાવી દઈએ કે, રોમિત રાજ સાથે શિલ્પાની નિકટતા સીરિયલ ‘મૈકા’ના સેટ પર વધી હતી અને તેઓએ લગભગ બે વર્ષ સુધી એકબીજાને ડેટ પણ કર્યા હતા. વર્ષ 2009માં, બંનેએ તેમના સંબંધોને લગ્નમાં બદલવાનો નિર્ણય કર્યો અને પછી તેમના લગ્ન નક્કી થયા. માત્ર લગ્નના બે દિવસ પૂર્વે જ તે બંનેએ આપસી સહમતીથી તેમના લગ્ન તોડવાનો નિર્ણય લીધો હતો. એ પછી શિલ્પાએ આજ દિવસ સુધી બીજા કોઈ સાથે લગ્ન કર્યા નથી. અત્યારે તેણી 44 વર્ષની છે.

શિલ્પા એક સમયે ડિપ્રેશનમાં હતી 

શિલ્પાએ તેના જીવનમાં બીજો ખરાબ તબક્કો જોયો હતો, જ્યારે તેના પિતા અલ્ઝાઈમરથી મૃત્યુ પામ્યા હતા. શિલ્પા તેના પિતાની ખૂબ જ નજીક હતી અને તેમના મૃત્યુને કારણે તેણી ખૂબ જ ડિપ્રેશનમાં આવી ગઈ હતી. શિલ્પાના પિતા તેની અભિનય કારકિર્દીની વિરુદ્ધ હતા અને તે તેના પિતાની ઈચ્છા વિરુદ્ધ જઈને અભિનેત્રી બની હતી.

આ પણ વાંચો – ટીવી સિરિયલની આ જાણીતી અદાકારાઓ જોવા મળી રહી છે ગ્લેમરસ લૂકમાં, સમર ફેશન માટે પરફેક્ટ છે આ લૂક્સ