Ananya Pandey & Aryan Khan: આર્યનખાનને ડ્રગ્સ પહોંચાડનારની જાણકારી મળી, અનન્યા પાંડેની ટીપ પર સોમવારે પુછપરછ

|

Oct 23, 2021 | 10:55 PM

આર્યન ખાનને ડ્રગ પહોંચાડનાર વિશે માહિતી મળી છે. અનન્યા પાંડેએ જ તેના વિશે હીંટ્સ આપી હતી. એનસીબીએ તેને મલાડ વિસ્તારમાંથી પકડ્યો હતો. તેની પૂછપરછ કર્યા બાદ જો નક્કર પુરાવા હાથ લાગે છે તો અનન્યા પાંડેની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે.

Ananya Pandey & Aryan Khan: આર્યનખાનને ડ્રગ્સ પહોંચાડનારની જાણકારી મળી, અનન્યા પાંડેની ટીપ પર સોમવારે પુછપરછ
Aryan Khan And Ananya Panday

Follow us on

શાહરૂખ ખાનના (Shahrukh khan) પુત્ર આર્યન ખાનને (Aryan Khan) ડ્રગ અપાવનાર વ્યક્તિ વિશે માહિતી મળી છે. અભિનેત્રી અને આર્યન ખાનની મિત્ર અનન્યા પાંડેની ટીપ પર NCBએ તેને મલાડ વિસ્તારમાંથી પકડી પાડ્યો હતો. તે એક મોટા સેલિબ્રિટીનો નોકર છે.

 

એનસીબીએ તેની પણ પૂછપરછ શરૂ કરી છે. તેની પૂછપરછમાં મળેલી માહિતીના આધારે અનન્યા પાંડેની સોમવારે ફરી એકવાર પૂછપરછ કરવામાં આવશે. એનસીબીને (NCB) શંકા છે કે અનન્યા પાંડેએ તેના મોબાઈલમાંથી ચેટ્સ અને કોન્ટેક્ટ ડિલીટ કરી દીધા છે. આ જ કારણ છે કે NCBએ અનન્યા પાંડેના લેપટોપ અને મોબાઈલને ફોરેન્સિક તપાસ માટે મોકલ્યા છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

ગુરુવારે અને શુક્રવારે અનન્યા પાંડેની છ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે અનન્યાએ ઘણાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. અનન્યાને હવે સોમવારે પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. અનન્યા પાંડેએ NCB અધિકારીઓને જણાવ્યું કે તે આર્યન ખાનને ડ્રગ્સ ઉપલબ્ધ કરાવનાર વ્યક્તિને ઓળખે છે. આ પછી અનન્યાએ આપેલી માહિતીના આધારે NCB ટીમે આ 24 વર્ષના છોકરાને પકડી લીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ છોકરો એક મોટા અભિનેતાના ઘરનો નોકર છે. આ એ જ છોકરો છે જેણે અનન્યાના કહેવાથી આર્યન ખાનને ડ્રગ્સ પહોંચાડ્યું હતું.

 

અનન્યા પાંડેની પણ થઈ શકે છે ધરપકડ, આર્યન ખાનના બેંક ખાતાઓની તપાસ શરૂ

આ છોકરાની પૂછપરછ કર્યા બાદ જે માહિતી પ્રાપ્ત થશે તેના આધારે સોમવારે અનન્યા પાંડેની પૂછપરછ કરવામાં આવશે. આ દરમિયાન એનસીબી હવે આર્યન ખાનના બેંક ખાતાઓની તપાસ કરી રહી છે. આ સાથે એનસીબી એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું આ ખાતાઓમાંથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા ડ્રગ્સ માટે ચૂકવણી કરવામાં આવી હતી? જો એમ હોય તો તે ચૂકવણી કોના ખાતામાં ગઈ છે?

 

માત્ર આર્યન જ નહીં પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે આર્યન સાથે ધરપકડ કરાયેલા અન્ય આરોપીઓના બેંક એકાઉન્ટની પણ તપાસ કરવામાં આવી રહી છે. આર્યન ખાનની જામીન અરજી પર મંગળવારે સુનાવણી થવાની છે. ત્યારે આ પહેલા NCB આર્યન ખાન વિરુદ્ધ પુરાવા એકત્ર કરી રહ્યું છે. આર્યન ખાન હાલમાં 30 ઓક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં છે. જો સોમવાર સુધીમાં NCBને નક્કર પુરાવા મળશે તો અનન્યા પાંડેની પણ ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે.

 

શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાની શનિવારે NCB ઓફિસમાં દોઢ કલાક રોકાઈ હતી

શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાની શનિવારે સવારે NCB ઓફિસ પહોંચી હતી. તેના હાથમાં એક પરબિડીયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પરબિડીયાઓમાં NCBએ મંગાવેલા કાગળો હતા. પૂજા દદલાણી NCB ઓફિસમાં દોઢ કલાક રોકાયા, પછી ચાલી ગઈ હતી.

 

એવું કહેવાય છે કે પૂજા શાહરૂખ ખાન અને તેના પરિવારની સૌથી નજીક છે. તે માત્ર શાહરૂખના બિઝનેસને જ નથી સંભાળતી, પરંતુ તેના પરિવારના દરેક સુખ અને દુ:ખમાં તેની સાથે રહી છે. આર્યન ખાનના વકીલ સતીશ માનેશિંદેએ જામીન અરજીમાં તેને શાહરૂખ ખાનનો પરિવારનો સભ્ય ગણાવી છે. જ્યારે આર્યન ખાનની જામીન અરજી ફગાવી દેવામાં આવી ત્યારે કહેવાય છે કે પૂજા દદલાની કોર્ટમાં રડવા લાગી હતી.

 

આ પણ વાંચો :  Mouni Royએ બોલ્ડ લૂકમાં જીત્યું ચાહકોનું દિલ, ગ્લેમરસ ફોટા જોઈને થયા દિવાના

Next Article