Amitabh Bachchan sold bungalow : અમિતાભે વેચ્યો દિલ્હીનો બંગલો ‘સોપાન’, જાણો કોણે ખરીદ્યો

1980માં તેમના પિતા હરિવંશ રાય બચ્ચન અને તેમની માતા તેજી બચ્ચન આ મકાનમાં રહેતા હતા, હવે આ મિલકત BIG દ્વારા નેઝોન ગ્રૂપ ઓફ કંપનીઓના CEO અવની બદરને વેચવામાં આવી છે.

Amitabh Bachchan sold bungalow : અમિતાભે વેચ્યો દિલ્હીનો બંગલો સોપાન, જાણો કોણે ખરીદ્યો
Amitabh Bachchan (file photo)
| Edited By: | Updated on: Feb 03, 2022 | 3:59 PM

Amitabh Bachchan sold bungalow : બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ના લક્ઝરી બંગલા અવારનવાર ચર્ચામાં રહે છે. પ્રતિક્ષા (Pratiksha) અને જલસા (Jalsa)સિવાય પણ બિગ બીના ઘણા ઘર છે, જેમાંથી એક ગુલમોહર પાર્ક વિસ્તારમાં દક્ષિણ દિલ્હીમાં તેના પિતા હરિવંશ રાય બચ્ચનનો બંગલો છે. જેમાં તેના માતા-પિતા રહેતા હતા પરંતુ હવે અમિતાભ બચ્ચને આ ઘર મોટી કિંમતે વેચી દીધું છે. આ બંગલાનું નામ સોપાન છે.

પિતાની નિશાની 23 કરોડમાં વેચાઈ

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, અમિતાભ બચ્ચને દક્ષિણ દિલ્હીના ગુલમોહર પાર્કમાં સ્થિત પોતાની પ્રોપર્ટી સોપાનને 23 કરોડમાં વેચી દીધી છે. 1980માં તેમના પિતા હરિવંશ રાય બચ્ચન અને તેમની માતા તેજી બચ્ચન આ મકાનમાં રહેતા હતા, પરંતુ હવે તે લાંબા સમયથી ખાલી હતું, હવે આ મિલકત BIG દ્વારા નેઝોન ગ્રૂપ ઓફ કંપનીઓના CEO અવની બદરને વેચવામાં આવી છે.

કહેવામાં આવી રહ્યું છે કે, આ બંગલો જેમણે ખરીદ્યો છે. તેઓ આ બંગલાની નજીક રહેતા અમિતાભના પાડોશી છે અને બચ્ચન પરિવાર સાથે તેમનું ખાસ બોન્ડિંગ છે, એવું આ પ્રોપર્ટીની રજિસ્ટ્રી 7 ડિસેમ્બર, 2021ના રોજ કરવામાં આવી છે, જોકે વેચાણના કારણની માહિતી સામે આવી નથી. જ્યારે અહેવાલો અનુસાર, અમિતાભ બચ્ચન આ ઘર સાથે ખૂબ જોડાયેલા હતા.

અમિતાભ બચ્ચન ઘણા બંગલાના માલિક છે

અમિતાભ બચ્ચન પાસે મુંબઈમાં 5 બંગલા છે. 10 હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલા જલસામાં બચ્ચન પરિવાર સાથે રહે છે. બીજો બંગલો પ્રતિક્ષા છે. જ્યાં તે જલસામાં શિફ્ટ થતા પહેલા રહેતો હતો. ત્રીજો બંગલો જનક છે. જ્યાં અમિતાભ બચ્ચનની ઓફિસ છે. ચોથો બંગલો વત્સનો છે. આ સિવાય અમિતાભ પાસે ગુરુગ્રામ અને ફ્રાન્સમાં પણ એપાર્ટમેન્ટ છે. આ સાથે પ્રયાગરાજમાં તેમનું પૈતૃક ઘર પણ છે.

બીજી તરફ, જો આપણે અમિતાભ બચ્ચનના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ, તો તે ઘણી બધી બેક ટુ બેક ફિલ્મો સાથે મોટા પડદા પર ધમાકો કરવા માટે તૈયાર છે. તેની આગામી ફિલ્મોની યાદીમાં ‘બ્રહ્માસ્ત્ર’ ‘ઝુંડ’ ‘રન વે’ ‘ધ ઈન્ટર્ન’ અને ‘ગુડ બોય’ જેવી ફિલ્મો છે. હાલમાં તે કોવિડને કારણે કામ પરથી બ્રેક પર છે અને તેણે તાજેતરમાં જ આ માહિતી આપી હતી.

આ પણ વાંચો : Gangubai Kathiwadi: અજય દેવગણનો ફર્સ્ટ લૂક આવ્યો સામે, ફિલ્મ 25 ફેબ્રુઆરીએ થશે રિલીઝ