અમિતાભ બચ્ચન ઘણા લોકો માટે પ્રેરણાદાયી છે. આ ઉંમરે પણ તેમની કામ કરવાની પદ્ધતિ અને ધગશ યુવાનોને સરમાવે તેવી છે. બિગ બી સોશિયલ મીડિયાના માધ્યામથી ફેન્સ સાથે હંમેશા જોડાયેલા રહે છે. તેઓ અવાર નવાર તેમના કામ વિશે માહિતી પણ આપતા રહે છે.
બોલીવુડના બિગ બી, અમિતાભ બચ્ચન વિશે બધા જ જાણે છે કે તેઓ તેમના કામ પ્રત્યે કેટલા ગંભીર છે. સમયસર સેટ પર જવું, નિયત નિયમને અનુસરવા અને અનુશાસનમાં રહેવું તે તેમની આદત છે. મહાનાયક ગણાતા આ અભિનેતા આ સ્ટેજ પર પહોંચીને પણ હજુ પણ જમીનથી જોડાયેલા છે.
અમિતાભ બચ્ચન માટે પણ આજનો એટલે કે સોમવારનો દિવસ ખૂબ જ ખાસ હતો. બીજી લહેરે ઘણી અસર છોડી છે. અને ફિલ્મોના શૂટિંગ પણ બંધ કરવાની સ્થિતિ આવી પડી હતી. આ લહેર બાદ હવે બિગ બી ફરીથી કામ પર પરત ફર્યા છે.
પેંગોલિન માસ્કમાં જોવા મળ્યા બિગ બી
વહેલી સવારે સોશ્યલ મીડિયા પર ફોટો શેર કરીને અમિતાભ બચ્ચને તેમના કામ વિશેની માહિતી આપી હતી. બચ્ચને શૂટિંગ પર પાછા ફરવાની માહિતી આપતા આ ફોટો શેર કર્યો છે. ફોટોની સાથે તેમણે કેપ્શન પણ લખ્યું છે. બિગ બીએ લખ્યું કે ‘કામ પર જતી વખતે ડ્રાઈવ કરું છું. લોકડાઉન 2.0 પછી મારો આ શુટ કરવાનો પ્રથમ દિવસ છે, મેં પેંગોલિન માસ્ક પહેર્યું છે. અને આ જ મારી અભિવ્યક્તિ છે.’
આ સાથે જ તેમણે લખ્યું કે ‘દરરોજ, દરેક રીતે વસ્તુઓ વધુ સારી અને સારી થઈ રહી છે.’ આ સાથે તેમણે બે નમસ્તે અને હાર્ટ ઇમોજી પણ લખ્યા હતા.
કેટલાક દિવસ પહેલા એક ફેન સાથે શેર કરી હતી તસ્વીર
બોલિવુડના દિગ્ગજ નેતા અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે હંમેશાં જૂના દિવસોને યાદ કરીને ફોટા શેર કરે છે. થોડા દિવસો પહેલા તેમણે એક થ્રોબેક ફોટો શેર કર્યો હતો, જેમાં તમણે એક બાળકીને ઓટોગ્રાફ આપ્યો હતો. આ તસવીર દ્વારા તેમણે જણાવ્યું છે કે કેવી રીતે ફેન્સ ભૂતકાળમાં તેમના માટે પ્રેમ અને પ્રશંસા વ્યક્ત કરતા હતા.
આ પણ વાંચો: ત્રીજી લહેરને હરાવવા માટેના 7 ઉપાય, જાણો કેવી રીતે વેક્સિનેશનને વધુ અસરકારક બનાવી શકાય
આ પણ વાંચો: Vadodara માં મ્યુકોરમાઇકોસીસનો કહેર, આ રોગે છેલ્લા 24 કલાકમાં આટલા લોકોનો લીધો જીવ