અમિતાભ બચ્ચને, SBI ને ભાડે આપી જલસાની બાજુની મિલકત, જાણો બચ્ચનને દર મહિને કેટલુ મળશે ભાડુ ?

|

Oct 09, 2021 | 12:36 PM

અમિતાભ બચ્ચનની પ્રોપર્ટીના ચોરસ ફૂટ દીઠ ભાડું 600 રૂપિયા છે, જે જુહુ વિલે પાર્લે વિસ્તારના બજાર ભાવ કરતા વધારે છે.

અમિતાભ બચ્ચને, SBI ને ભાડે આપી જલસાની બાજુની મિલકત, જાણો બચ્ચનને દર મહિને કેટલુ મળશે ભાડુ ?
Amitabh Bachchan, Jalsa Bungalow, State Bank of India

Follow us on

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને ( amitabh bachchan ) તેમના ઘર જલસાની (jalsa bungalow ) બાજુમાં આવેલી મિલકત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને (SBI) 15 વર્ષ માટે ભાડે આપી છે. બિગ બીની આ મિલકત જુહુ વિલે પાર્લે વિસ્તારમાં છે. અમિતાભને દર મહિને ભાડે આપેલી મિલકતથી 18.90 લાખ રૂપિયાનું ભાડું મળશે. અમિતાભ બચ્ચનની આ મિલકત ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલી છે, જેનો વિસ્તાર 3150 ચોરસ ફૂટ છે. અગાઉ આ જ મિલકત સિટી બેંક દ્વારા બચ્ચન પાસેથી લીઝ પર લેવામાં આવી હતી.

સિટી બેંક 2019 માં ખાલી થઈ હતી
એક માહિતી અનુસાર, અમિતાભ બચ્ચનની ( amitabh bachchan ) પ્રોપર્ટીના ચોરસ ફૂટ દીઠ ભાડું 600 રૂપિયા છે, જે જુહુ વિલે પાર્લે વિસ્તારના બજાર ભાવ કરતા વધારે છે. અગાઉ આ મિલકત સિટી બેંક (Citibank) દ્વારા ઘણા વર્ષોથી લીઝ પર લેવામાં આવી હતી. જૂન 2019 માં, લીઝની સમયમર્યાદા સમાપ્ત થયા બાદ, સિટી બેન્કે આ મિલકત ખાલી કરી દીધી હતી. રિયલ એસ્ટેટ ડેટા એનાલિસ્ટ કરતી કંપનીના અહેવાલ અનુસાર, લીઝ પેપર્સ ગયા મહિને 28 સપ્ટેમ્બરના રોજ નોંધાયા હતા. આ સોદામાં રૂ .30,86,000 ની સ્ટેમ્પ ડ્યૂટી સાથે 30,000 રૂપિયાની નોંધણી ફી ચૂકવવામાં આવી છે.

બેંકે 2.26 કરોડ રૂપિયા આપ્યા
સ્ટેમ્પ ડ્યુટી દસ્તાવેજ મુજબ, અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેકે 15 વર્ષ માટે 3150 ચોરસ ફૂટ ગ્રાઉન્ડ ફ્લોર ભાડે આપ્યું છે. દર 5 વર્ષે ભાડામાં 25 ટકાનો વધારો થશે. પ્રથમ પાંચ વર્ષ માટે દર મહિને 18,90,000 ચૂકવવા પડશે. આ પછી, 5 વર્ષ માટે 23,62,500 રૂપિયા અને ત્યાર બાદના પાંચ વર્ષ માટે 29,53,125 રૂપિયા ચૂકવવા પડશે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ 2.26 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. જે લગભગ 12 મહિનાનું ભાડું છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

આ ક્ષેત્ર સાથે સંકળાયેલા એક અગ્રણીનું કહેવું છે કે આ મિલકત પર મળેલા પૈસા વ્યાજબી છે. તેમણે કહ્યું કે આ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની મિલકત છે અને તેમના ઘરની બાજુમાં છે. તે જુહુમાં ખૂણાનું મુખ્ય સ્થાન છે. તેમણે કહ્યું કે આ વિસ્તારનું વર્તમાન લીઝ ભાડું 400 થી 500 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ ચાલી રહ્યું છે.

આ પણ વાંચોઃ Bigg Boss 15 : સલમાન ખાન વીકએન્ડ કા વાર માં પ્રતીકનો કલાસ લગાવ્યો, બાથરૂમનું તાળું તોડવા પર ગુસ્સો કર્યો

આ પણ વાંચોઃ IPL 2021: ઇશાન કિશન ટોપ થ્રી સૌથી ઝડપી અર્ધશતક ફટકારનારા બેટ્સમેનોમાં થયો સામેલ, જાણો કોણ છે સૌથી આગળ

Next Article