Allu Arjun Birthday : અલ્લુ અર્જુને નાની ઉંમરમાં કેમેરાનો સામનો કર્યો હતો, આ ફિલ્મથી ‘પુષ્પા’ સુપરસ્ટારને મળી ઓળખ

અલ્લુ અર્જુને (Allu Arjun) તેના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે, ત્યારે આજે તેણે આ સ્થાન હાંસલ કર્યું છે. અલ્લુ અર્જુને ખૂબ જ નાની ઉંમરમાં કેમેરાનો સામનો કર્યો હતો.

Allu Arjun Birthday : અલ્લુ અર્જુને નાની ઉંમરમાં કેમેરાનો સામનો કર્યો હતો, આ ફિલ્મથી પુષ્પા સુપરસ્ટારને મળી ઓળખ
Allu Arjun Birthday
| Edited By: | Updated on: Apr 08, 2022 | 8:48 AM

અલ્લુ અર્જુને ફિલ્મ ‘પુષ્પા ધ રાઇઝ’થી (Pushpa The Rise) બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી, સાઉથ સિનેમા સિવાય સુપરસ્ટારે બોલિવૂડના (Bollywood) ચાહકોને પણ પોતાના ફેન્સ બનાવ્યા હતા. આજે સાઉથના સુપરસ્ટાર (South Superstar)  અલ્લુ અર્જુનનો (Allu Arjun) જન્મદિવસ છે. આ સાથે એક્ટર અલ્લુ અર્જુન આજે 40 વર્ષનો થઈ ગયો છે. અલ્લુ અર્જુને (Allu Arjun Birthday)તેના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે, ત્યારેતેણે આજે આ સ્થાન હાંસલ કર્યું છે. અલ્લુ અર્જુન તેની દરેક ફિલ્મમાં સખત મહેનત કરે છે, એટલું જ નહીં અલ્લુએ ખૂબ જ નાની ઉંમરમાં કેમેરાનો સામનો કર્યો હતો. અલ્લુ અર્જુન તે સમયે માત્ર 3 વર્ષનો હતો, તેમણે નાની ઉંમરથી જ લોકોમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી હતી.

જ્યારે અલ્લુ અર્જુને નાની ઉંમરમાં કેમેરાનો સામનો કર્યો હતો

8 એપ્રિલ 1982ના રોજ મદ્રાસમાં એક તમિલ પરિવારમાં જન્મેલા અલ્લુ અર્જુનની ઉંમર માત્ર 3 વર્ષની હતી જ્યારે તેને પહેલીવાર કેમેરા સામે આવવાની તક મળી. અલ્લુએ વર્ષ 1985માં રિલીઝ થયેલી ફિલ્મ ‘વિજેતા’માં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. આ પછી 1986માં અલ્લુએ ફિલ્મ ‘ડેડી’માં પણ કામ કર્યું હતું. આ પછી અલ્લુ ફરી વર્ષ 2003માં ફિલ્મ ‘ગંગોત્રી’માં લોકો સામે જોવા મળ્યો હતો.

અલ્લુ અર્જુનની આ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી

આ પછી અલ્લુની શાનદાર કારકિર્દી શરૂ થઈ. આ દરમિયાન તેણે એકથી એક શાનદાર ફિલ્મોમાં કામ કર્યું. તમને જણાવી દઈએ કે, હાલમાં જ અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા ધ રાઇઝે’ બોક્સ ઓફિસ પર કમાણીનાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. અહેવાલો અનુસાર, ફિલ્મે વિશ્વભરમાં 355 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સિવાય અલ્લુએ વર્ષ 2020માં ફિલ્મ ‘આલા વૈકુંઠપુરમલો’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મને અભિનેતાની સુપરહિટ ફિલ્મોમાંની એક ગણવામાં આવે છે. આ ફિલ્મમાં અર્જુન સાથે બોલિવૂડ એક્ટ્રેસ પૂજા હેગડે લીડ રોલમાં જોવા મળી હતી. ફિલ્મમાં અલ્લુનું બંતુ સ્વરૂપ ચાહકોને ખૂબ પસંદ આવ્યું હતું. આ ફિલ્મે વર્લ્ડ વાઈડ 262 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોવા મળી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો :  Shocking: સારી TRP હોવા છતાં શબીર આહલુવાલિયા ‘કુમકુમ ભાગ્ય’ને અલવિદા કહી રહ્યા છે, જાણો શું છે કારણ

આ પણ વાંચો : યાદ છે ?? અભિષેક બચ્ચને જ્યારે ‘ધ ઓપ્રાહ વિન્ફ્રે શો’માં આપ્યો હતો આ યુનિક આન્સર