રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) આજે એટલે કે 14 એપ્રિલ, 2022ના રોજ લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે. આ પછી કપલ તેમના નવા ઘરમાં શિફ્ટ થઈ જશે. આલિયા અને રણબીરના લગ્નના ખાસ અવસર પર (Ranbir Alia Wedding) તેમના નવા ઘરની આખી ઇમારતને પણ દુલ્હનની જેમ સજાવવામાં આવી છે. રણબીર આલિયાનું આ નવું ઘર 15 માળનું હશે. હાલ આ બિલ્ડીંગના બે માળ તૈયાર છે. જ્યારે આ બિલ્ડીંગના પહેલા 5 માળ ફક્ત કપૂર માટે જ હશે, ત્યારબાદ બાકીના માળ ભાડે આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રણબીર અને આલિયાની પ્રી-વેડિંગ વિધિ 14 એપ્રિલથી શરૂ થશે, જેમાં સવારે 9 વાગ્યે હલ્દી સેરેમની થશે. આ પછી આલિયા ભટ્ટની ચૂડા સેરેમની થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લગ્ન પછી, રણબીર અને આલિયા તેમના લગ્ન બાદ તેમના નવા ઘર ‘ક્રિષ્ના રાજ બંગલો’માં શિફ્ટ થઈ જશે. હાલમાં આ ઘરનું રિનોવેશન કરવામાં આવી રહ્યું છે.
અમે તમને જણાવી દઈએ કે, વર્ષ 1980માં ઋષિ કપૂર અને નીતુ કપૂરે બાંદ્રા પાલી હિલમાં આવેલ ‘ક્રિષ્ના રાજ બંગલો’ ખરીદ્યો હતો. બાંદ્રામાં આ 15 માળની ઇમારત છે, જેમાં પહેલા પાંચ માળ કપૂર તેમના ઉપયોગ માટે રાખશે. આ મિલકત હાલમાં નિર્માણાધીન છે, તેથી તેને પૂર્ણ કરવામાં હજુ 6 વર્ષ લાગશે. જોકે, પ્રથમ 5 માળનું કામ પૂર્ણતાના આરે છે.
આ ટાવરના પહેલા અને બીજા માળનું કામ પૂર્ણ થઈ ગયું છે. રણબીર અને આલિયાના ઘરમાં પિતા ઋષિ કપૂર માટે એક ખાસ રૂમ પણ બનાવવામાં આવ્યો છે. જેમાં ઋષિ કપૂરની મનપસંદ ખુરશી બુક કરવાની શેલ્ફ અને અન્ય કેટલીક નાની વસ્તુઓ સાચવવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રણબીર અને આલિયાએ આ ઘરને સજાવવા માટે તેમના વ્યસ્ત શેડ્યૂલમાંથી ઘણો સમય કાઢ્યો હતો.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો