આલિયા ભટ્ટે રણબીર કપૂર સાથે ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મ ‘શર્માજી નમકીન’ નિહાળી, આપ્યું કંઈક આવું રીએક્શન

|

Mar 10, 2022 | 5:45 PM

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર એ બોલિવૂડના સૌથી લોકપ્રિય સ્ટાર કપલમાંના એક છે. આલિયા નિયમિતપણે કપૂર ખાનદાનના ફંક્શન્સ અને ઈવેન્ટ્સમાં હાજરી આપતી જોવા મળે છે. તેણી પોતાના સોશિયલ મીડિયા પર કપૂર ખાનદાનના સભ્યો સાથે અનેક તસવીરો શેયર કરતી રહે છે.

આલિયા ભટ્ટે રણબીર કપૂર સાથે ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મ શર્માજી નમકીન નિહાળી, આપ્યું કંઈક આવું રીએક્શન
Alia Bhatt At Sharmaji Namkin Premier With Kapoor Family

Follow us on

બોલિવૂડમાં આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂર (Ranbir Kapoor) પરફેક્ટ કપલ ગણાય છે. તેઓ જાહેરમાં વારંવાર એકબીજાને સપોર્ટ કરતાં જોવા મળે છે. તાજેતરમાં અભિનેત્રી રણબીર કપૂર અને નીતુ કપૂર સાથે જોડાઈ હતી. તેણીએ રણબીરના પરિવાર સાથે દિવંગત અભિનેતા ઋષિ કપૂરની (Rishi Kapoor) છેલ્લી ફિલ્મ ‘શર્માજી નમકીન’ (Sharmaji Namkeen) નિહાળી હતી.

 

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

Riddhima Kapoor Sahani & Ranbir Kapoor & Neetu Kapoor

અત્રે ઉલ્લેખનીય છે કે શર્માજી નમકીનના નિર્માતાઓએ દિવંગત અભિનેતા ઋષિ કપૂરની યાદમાં એક સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. જેમાં નીતુ કપૂર (Neetu Kapoor), રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને પરિવારના અન્ય સભ્યોએ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. સ્વર્ગસ્થ અભિનેતા ઋષિ કપૂરની છેલ્લી ઓન-સ્ક્રીન ભૂમિકા વાળી ફિલ્મ શર્માજી નમકીન એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થવાની છે.

 

 

રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સાહનીએ (Riddhima Kapoor Sahani) શર્માજી નમકીન ફિલ્મના સ્ક્રીનિંગની કેટલીક તસવીરો શેયર કરી છે. તેણીએ તેના સ્વર્ગસ્થ પિતાને દર્શાવતી ફિલ્મની એક તસવીર શેયર કરી હતી અને કેપ્શનમાં લખ્યું કે “પપ્પા અમને છોડીને ચાલ્યા ગયા છે, જેના બે વર્ષ થયા છે, પરંતુ તેમનો કરિશ્મા હજુ પણ અનુભવાય છે અને તેની દંતકથા હજુ પણ જીવંત છે અને કાયમ રહેશે.

આજે જ્યારે હું મારા પિતાની છેલ્લી ફિલ્મ જોઈ રહી છું, ત્યારે તેમનામાં એક સમર્પિત પુત્ર અને ભાઈ, એક પ્રેમાળ પતિ અને બ્રહ્માંડના સૌથી અદ્ભુત પિતા, હું તેમની પુત્રી હોવાનો ખૂબ જ ગર્વ અનુભવું છું! ફિલ્મ પૂરી કરવા બદલ પરેશજી તમારો આભાર. પરિવાર હંમેશા તમારી દયા ભાવના  માટે ઋણી રહેશે.”

આલિયા ભટ્ટ અને રિદ્ધિમા કપૂર સાહનીએ દિવંગત અભિનેતા ઋષિ કપૂર માટે જણાવ્યું છે કે, મહાન વ્યક્તિઓ હંમેશા આપની યાદોમાં જીવંત રહેશે. તેઓ ક્યારેય પણ મરતાં નથી.

ઋષિ કપૂર તેમના આકસ્મિક અવસાનને કારણે આા ફિલ્મ પૂરી કરી શક્યા ન હતા. તેમના આકસ્મિક અવસાન બાદ આ ફિલ્મમાં જાણીતા અભિનેતા પરેશ રાવલ (Paresh Rawal) જોડાયા હતા. “તાજેતરમાં સાંભળેલી સૌથી મીઠી, સૌથી ગરમ અને સૌથી મનોરંજક સ્ક્રિપ્ટ છે. જ્યારે મેં આ સ્ક્રિપ્ટ પહેલીવાર સાંભળી, ત્યારથી જ હું ખૂબ ઉત્સાહિત હતી. આખી ફિલ્મના સંવાદો તમને હસાવતા રહે છે અને ચિન્ટુજીની ભૂમિકા તેમના માટે તૈયાર કરવામાં આવી હતી,” ફિલ્મની અભિનેત્રી જુહી ચાવલાએ (Juhi Chawla) આ ફિલ્મ વિશે જણાવ્યું હતું.

શર્માજી નમકીનનું નિર્દેશન હિતેશ ભાટિયા દ્વારા કરવામાં આવ્યું છે અને એક્સેલ એન્ટરટેઈનમેન્ટ દ્વારા મેકગફીન પિક્ચર્સ સાથે મળીને આા ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં જુહી ચાવલા, સુહેલ નય્યર, તારુક રૈના, સતીશ કૌશિક, શીબા ચઢ્ઢા અને ઈશા તલવાર પણ જોવા મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે શર્માજી નમકીન 31 માર્ચે અમેઝોન પ્રાઈમ વીડિયો પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

 

આ પણ વાંચો – નેટીઝન્સે આલિયા ભટ્ટની હોલીવુડ ડેબ્યૂ માટે કરી પ્રશંસા, લોકોએ કહ્યું કે ‘તેનામાં ઓસ્કાર જીતવાની ક્ષમતા છે’

Next Article