Alia Bhatt અભિનીત ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ની રિલીઝ ડેટ જાહેર થઈ, નવા વર્ષમાં ધમાલ મચાવશે ફિલ્મ

|

Sep 30, 2021 | 6:31 PM

આલિયા ભટ્ટ હંમેશા તેના ચાહકો સામે વિવિધ પ્રકારની ફિલ્મો રજૂ કરે છે. આવી સ્થિતિમાં હવે અભિનેત્રીની આગામી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી (Gangubai Kathiawadi)ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે.

Alia Bhatt અભિનીત ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીની રિલીઝ ડેટ જાહેર થઈ, નવા વર્ષમાં ધમાલ મચાવશે ફિલ્મ
Alia Bhatt

Follow us on

જ્યારથી મહારાષ્ટ્રમાં સિનેમાઘરો ખોલવાની લીલી ઝંડી આપવામાં આવી છે, ત્યારથી મેકર્સ સતત ફિલ્મોની જાહેરાત કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સંજય લીલા ભણસાલી અને આલિયા ભટ્ટની ગંગુબાઈ કાઠિયાવાડી (Gangubai Kathiawadi) પણ આ યાદીમાં જોડાઈ છે. તાજેતરમાં ગંગુબાઈ કાઠિયાવાડીની રિલીઝ ડેટ (Gangubai Kathiawadi Release Date) બહાર આવી છે.

 

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

 

સંજય લીલા ભણસાલી (sanjay leela bhansali)એ આલિયા ભટ્ટ (alia bhatt) અને અજય દેવગણ અભિનીત ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે. ચાહકો લાંબા સમયથી આ ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા હતા, જણાવી દઈએ કે આ ફિલ્મ 2022ની જાન્યુઆરીમાં સ્ક્રીન પર રિલીઝ થવાની છે.

 

6 જાન્યુઆરીએ રિલીઝ થશે ગંગુબાઈ કાઠિયાવાડી

તમને જણાવી દઈએ કે સંજય લીલા ભણસાલીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી (gangubai kathiawadi new release date) આવતા વર્ષે 6 જાન્યુઆરી 2022ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. એટલે કે તે સ્પષ્ટ છે કે આલિયા ભટ્ટ ગંગુબાઈ દ્વારા ચાહકોને નવા વર્ષની અનોખી ભેટ આપવા જઈ રહી છે. સાથે જ નવા વર્ષે ફિલ્મ રિલીઝ થવાથી પણ ઘણો ફાયદો મળી શકે છે.

 

 

 

પોસ્ટપોન થઈ હતી ગંગુબાઈ કાઠિયાવાડી

તમને જણાવી દઈએ કે અગાઉ ગંગુબાઈ કાઠિયાવાડી વિશે એવા અહેવાલો હતા કે ભણસાલી દિવાળી પર ફિલ્મ રિલીઝ કરશે, પરંતુ મેકર્સે સરપ્રાઈઝ રીતે ફિલ્મને નવા વર્ષે રિલીઝ કરવાની જાહેરાત કરી છે. બાય ધ વે, રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશી (Sooryavanshi) પણ દિવાળીના અવસર પર રિલીઝ થવા જઈ રહી છે.

 

અમે તમને જણાવી દઈએ કે ફિલ્મનું ટીઝર કોરોનાની બીજી લહેરના આગમન પહેલા રિલીઝ કરવામાં આવ્યું હતું, પરંતુ કોવિડને કારણે ફરીથી લોકડાઉનના કારણે ફિલ્મની રિલીઝ ડેટ લંબાવવામાં આવી હતી. એટલું જ નહીં, તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ સિવાય અજય દેવગણ (Ajay Devgn) ગંગુબાઈ કાઠિયાવાડીમાં કેમિયો કરતા જોવા મળશે.

 

અજય આ ફિલ્મમાં ખૂબ જ ખાસ ભૂમિકા ભજવશે. આ સિવાય ભણસાલી અને જયંતીલાલ ગડા ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ અભિનીત આ ફિલ્મથી દરેકને ઉંચી અપેક્ષાઓ છે. આલિયા આ ફિલ્મમાં એક અલગ જ ભૂમિકામાં જોવા મળશે. આલિયાએ આ ફિલ્મ માટે પણ ઘણી મહેનત કરી છે. જોકે આ ફિલ્મ પણ થોડા સમય પહેલા વિવાદોમાં આવી હતી, પરંતુ હવે જોવાનું રહેશે કે ફરીથી રિલીઝ ડેટ જાહેર થયા બાદ શું આને લઈને હંગામો થશે?

 

 

આ પણ વાંચો :- ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી હોસ્પિટલમાં દાખલ, પૂર્વ પતિ અભિનવ કોહલીએ વ્યક્ત કરી ચિંતા

 

આ પણ વાંચો :- BB15 :બિગ બોસ પાસેથી તગડી ફી લે છે સલમાન ખાન, 1 સપ્તાહ માટે “5 કરોડથી પહોચ્યા 25 કરોડ”

Next Article