જાણો શા માટે આલિયા ભટ્ટ પાપારાઝી પર થઈ આટલી બધી ગુસ્સે, પોસ્ટમાં મુંબઈ પોલીસને પણ કર્યા ટેગ

|

Feb 21, 2023 | 11:27 PM

ઘણી વખત અભિનેત્રીને જીમમાં પણ સ્પોટ કરવામાં આવી છે. પરંતુ હાલમાં જ આલિયાની એવી તસવીર સામે આવી છે. જેને જોઈને અભિનેત્રીનો ગુસ્સો સાતમા આસમાને છે અને તેણે આ મામલે મુંબઈ પોલીસ સાથે વાત કરી છે.

જાણો શા માટે આલિયા ભટ્ટ પાપારાઝી પર થઈ આટલી બધી ગુસ્સે, પોસ્ટમાં મુંબઈ પોલીસને પણ કર્યા ટેગ
Alia Bhatt
Image Credit source: TV9 Digital

Follow us on

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ આ દિવસોમાં દીકરી રાહા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. આ સાથે અભિનેત્રી પોતાની ફિટનેસનું પણ ખાસ ધ્યાન રાખી રહી છે. ઘણી વખત અભિનેત્રીને જીમમાં પણ સ્પોટ કરવામાં આવી છે. પરંતુ હાલમાં જ આલિયાની એવી તસવીર સામે આવી છે. જેને જોઈને અભિનેત્રીનો ગુસ્સો સાતમા આસમાને છે અને તેણે આ મામલે મુંબઈ પોલીસ સાથે વાત કરી છે.

આ પણ વાંચો: લાહોરમાં જાવેદ અખ્તરે કહ્યુ 26/11 ના હુમલાખોરો પાકિસ્તાનમાં મુક્તપણે ફરે છે, કંગના રનૌતે કર્યા વખાણ

આલિયાએ આ તસવીર પર નારાજગી વ્યક્ત કરી હતી

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

વાસ્તવમાં આલિયા ભટ્ટની આ તસવીર ઈ-ટાઇમ્સના પોર્ટલ દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી. જેમાં આલિયા ભટ્ટ બાંદ્રામાં તેના ઘરના લિવિંગ એરિયામાં બેઠેલી જોવા મળી હતી. તેની ઇન્સ્ટા સ્ટોરી પર તસવીર શેર કરતા આલિયાએ લખ્યું, ‘શું તમે મારી મજાક કરી રહ્યા છો.. જ્યારે હું મારા ઘરે બેઠી હતી ત્યારે તે એક પરફેક્ટ બપોર હતી. હું લિવિંગ એરિયામાં હતી જ્યારે મને ખબર પડી કે કોઈ મને જોઈ રહ્યું છે..મેં ઉપર જોયું તો કેમેરાવાળા બે માણસો મારા ઘરની બાજુમાં બિલ્ડીંગ પર ઉભા હતા. શું દુનિયામાં આવું બની શકે? શું આ કોઈની ગોપનીયતાનું ઉલ્લંઘન નથી.? તમારી અને અમારી વચ્ચે એક લાઇન હતી જેને તમે આજે પાર કરી દીધી છે. તમને જણાવી દઈએ કે આલિયાએ આમાં મુંબઈ પોલીસને પણ ટેગ કર્યું છે.

આપને જણાવી દઈએ કે આલિયા તાજેતરમાં દાદા સાહેબ ફાળકે એવોર્ડમાં જોવા મળી હતી. જ્યાં તેણે રેખા સાથે રેડ કાર્પેટ પર જોરદાર પોઝ આપ્યા હતા. તેની ઘણી તસવીરો અને વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ તસવીરોમાં આલિયા સુંદર સાડીમાં જોવા મળી હતી.

બેસ્ટ એક્ટ અને એક્ટ્રેસ રણવીર – આલિયા

જણાવી દઈએ કે અનુપમ ખેરને મોસ્ટ વર્સેટાઈલ એક્ટર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ત્યારે આલિયા ભટ્ટને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં તેના શાનદાર અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. તો હસબન્ડ રણબીર કપૂરને ‘બ્રહ્માસ્ત્ર’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો.જ્યારે અભિનેતા વરુણ ધવનને દાદાસાહેબ એવોર્ડ પણ મળ્યો હતો. તેમજ અભિનેતા અને ફિલ્મ નિર્માતા રિષભ શેટ્ટીને તેની કન્નડ ફિલ્મ ‘કાંટારા’ માટે મોસ્ટ પ્રોમિસિંગ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

Next Article