બાળકીની ગંગુબાઈની રીલની કંગના રનૌતની પ્રતિક્રિયા પર આલિયા ભટ્ટે આપ્યો જડબાતોબ જવાબ, કહ્યું કે, મને તો…

|

Feb 24, 2022 | 8:48 AM

આલિયા ભટ્ટ (Alia Bhatt) અને તેની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' (Gangubai Kathiawadi) આ દિવસોમાં સતત ચર્ચામાં છે. ગંગુબાઈ કાઠિયાવાડીનું ટ્રેલર આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર હલચલ મચી જવા પામી હતી. ત્યારબાદ ઇન્સ્ટા પર ફેન્સે રિલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

બાળકીની ગંગુબાઈની રીલની કંગના રનૌતની પ્રતિક્રિયા પર આલિયા ભટ્ટે આપ્યો જડબાતોબ જવાબ, કહ્યું કે, મને તો...
Gangubai Kathiawadi Controversy
Image Credit source: Ps : Instagram

Follow us on

આલિયા ભટ્ટ (Alia Bhatt) અને તેની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી (Gangubai Kathiawadi) આ દિવસોમાં સતત ચર્ચામાં છે. તાજેતરમાં, સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનું ટ્રેલર આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર હલચલ મચી જવા પામી હતી. ત્યારબાદ ઇન્સ્ટા પર ફેન્સે રીલ બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. આના પર આલિયા ભટ્ટના એક નાના ફેન્સે ગંગુબાઈ ના એક ડાયલોગ પર રીલ બનાવી હતી. જે એક્ટ્રેસ કંગના રનૌતને બિલકુલ પસંદ ન હતી. આના પર કંગનાએ પ્રતિક્રિયા આપી છે. હવે આલિયા ભટ્ટે કંગનાની પ્રતિક્રિયાનો જવાબ આપ્યો છે.

આલિયા ભટ્ટે આપી પ્રતિક્રિયા, કંગનાને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ એક્ટ્રેસે આપ્યો જવાબ

એક મીડિયા રિપોર્ટ અનુસાર, આલિયા ભટ્ટે તાજેતરમાં કહ્યું હતું કે ‘મને તે વીડિયો અપમાનજનક લાગ્યો નથી. તે ઉત્સાહમાં એક ફેન્સ દ્વારા બનાવવામાં આવે છે. તે વીડિયો વડીલોની દેખરેખ હેઠળ બનાવવામાં આવ્યો છે. જો તે વડીલ તેના માતા-પિતા કે બહેન કે અન્ય કોઈ હોય તો કોઈ વાંધો નથી. મને નથી લાગતું કે કોઈને કોઈ સમસ્યા હોવી જોઈએ.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કંગનાએ યુવતીના વીડિયો સામે વાંધો ઉઠાવ્યો હતો

તમને જણાવી દઈએ કે, કંગના રનૌતે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ પર કંગનાએ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને પણ ટેગ કર્યા છે. તે સમયે કંગનાએ માંગ કરી હતી કે ‘સરકારે આવા માતા-પિતા સામે પગલાં લેવા જોઈએ જેઓ તેમના સગીર બાળક દ્વારા ફિલ્મનો પ્રચાર કરે છે’.

કંગના રનૌતે સ્મૃતિ ઈરાનીને પણ ફરિયાદ કરીને કાર્યવાહી કરવાની માંગ કરી હતી

અભિનેત્રીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, ‘સરકારે આ પેરેન્ટ્સ પર પગલાં લેવાની જરૂર છે જેઓ તેમના સગીર બાળકનો પૈસા માટે ઉપયોગ કરી રહ્યા છે જે એક પ્રખ્યાતસેક્સ વર્કર પર બનેલી બાયોપિકને પ્રમોટ કરે છે. મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીજી કૃપા કરીને આ બાબત પર ધ્યાન આપો.

પોતાની સ્ટોરી પર આ વીડિયો પોસ્ટ કરતા કંગનાએ લખ્યું – ‘શું આ છોકરીએ સેક્સ વર્કરની જેમ નકલ કરવી જોઈએ, મોંમાં બીડી નાખવી જોઈએ અને અશ્લીલ ડાયલોગ્સ કરવા જોઈએ? જરા તેની બોડી લેંગ્વેજ જુઓ. શું તે તેની ઉંમર માટે સારું છે? અહીં 100 વધુ બાળકો છે જે આ કરી રહ્યા છે.’ કંગનાએ આ સ્ટોરી પર સ્મૃતિ ઈરાનીને પણ ટેગ કર્યા છે. તમને જણાવી દઈએ કે, બીજી એક છોકરી છે જે આલિયા-કિયારાના આ ડાયલોગમાં લિપ સિંક કરીને ખૂબ જ લોકપ્રિય બની છે.

આ પણ વાંચો : Gangubai Kathiawadi: બોમ્બે હાઈકોર્ટે ફિલ્મ વિરુદ્ધની અરજી ફગાવી, શું 25 ફેબ્રુઆરીએ ફિલ્મ રિલીઝ થશે?

આ પણ વાંચો :Immunity Power : જાણો કોરોનાથી સાજા થયા બાદ પણ તમારી રોગપ્રતિકારક શક્તિ કેટલો સમય ચાલે છે ?

Published On - 8:45 am, Thu, 24 February 22

Next Article