Mumbai : ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માનહાનિ કેસમાં બોમ્બે હાઈકોર્ટનો મહત્વનો ચૂકાદો, સંજયલીલા ભણસાલી સહિત આ સ્ટાર્સને મળી રાહત

|

Dec 23, 2021 | 5:39 PM

સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'માં મુખ્ય ભૂમિકા માટે આલિયા ભટ્ટને (Alia Bhatt) કાસ્ટ કરવામાં આવી છે. આ ફિલ્મ લાઈમલાઈટમાં આવ્યા બાદ આ તેની સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

Mumbai : ગંગુબાઈ કાઠિયાવાડી માનહાનિ કેસમાં બોમ્બે હાઈકોર્ટનો મહત્વનો ચૂકાદો, સંજયલીલા ભણસાલી સહિત આ સ્ટાર્સને મળી રાહત
Alia bhatt and Sanjay leela bhansali

Follow us on

Bombay High Court : ફિલ્મોને લઈને વિવાદોમાં રહેતા બોલિવૂડના એવા ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીને (Sanjay Leela Bhansali) આખરે રાહત મળી છે. તમને જણાવી દઈએ કે, તેમની મોટાભાગની ફિલ્મો વિવાદમાં રહેતી જોવા મળે છે. આ વખતે તેની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મને લઈને વિવાદ ઉભો થયો હતો. તેમની આ ફિલ્મ પર માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ કોર્ટે હાલ આ મામલે સ્ટે મૂકીને આ ફિલ્મ સાથે જોડાયેલા સ્ટાર્સને મોટી રાહત આપી છે.

આ સ્ટાર્સને મળી મોટી રાહત

સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં મુખ્ય ભૂમિકા માટે આલિયા ભટ્ટને (Alia Bhatt) કાસ્ટ કરવામાં આવી છે. આ ફિલ્મ લાઈમલાઈટમાં આવ્યા બાદ આ તેની સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. હવે બોમ્બે હાઈકોર્ટે આ કેસ પર સ્ટે મુકી દીધો છે. તમને જણાવી દઈએ કે, કોર્ટના આ નિર્ણયથી નિર્દેશક સંજય લીલા ભણસાલી અને આલિયા ભટ્ટને મોટી રાહત મળી છે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મને લઈને વિવાદ

આ ફિલ્મની સ્ટોરી વિશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે હુસૈન જૈદીની નવલકથા ‘ધ માફિયા ક્વીન ઑફ મુંબઈ’ના એક પ્રકરણ પર આધારિત છે. પોતાને ગંગુબાઈના દત્તક પુત્ર તરીકે ગણાવતા બાબુજી શાહનું કહેવુ છે કે ફિલ્મના ઘણા ભાગોમાં ગંગુબાઈ માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ તેમની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સાથે તેઓએ ફિલ્મના રિલીઝ થવા પર પ્રતિબંધ લગાવવાની માગ કરી હતી.

આલિયા ભટ્ટ ઉપરાંત અજય દેવગન પણ લીડ રોલમાં જોવા મળશે

ગંગુબાઈ કાઠિયાવાડીએ મુંબઈની કોઠાવાળીની સ્ટોરી પર આધારિત ક્રાઈમ ડ્રામા ફિલ્મ છે. જેનો ગુના સાથે ઊંડો સંબંધ છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. તેના સિવાય અજય દેવગણ (Ajay Devgan), વિજય રાજ ​​અને શાંતનુ મહેશ પણ જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન અને નિર્માણ સંજય લીલા ભણસાલી કરી રહ્યા છે. આ ફિલ્મ આવતા વર્ષે 18 ફેબ્રુઆરી 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

 

આ પણ વાંચો : કોરોનાની દહેશત : બોલિવુડ બાદ ટેલીવિઝન સ્ટાર પણ કોરોનાની ઝપેટમાં ! આ પોપ્યુલર એક્ટર થયો કોરોના સંક્રમિત

આ પણ વાંચો : Mumbai : બોલિવુડ ક્વીન પહોંચી ખાર પોલીસ સ્ટેશન, શીખ સમુદાય પરના વિવાદિત નિવેદનને કારણે કંગનાની વધી મુશ્કેલી

Published On - 5:39 pm, Thu, 23 December 21

Next Article