Bachchhan Pandey : અક્ષય કુમારે ફિલ્મનુ પોસ્ટર શેર કરી ટ્રેલર વિશે આપી માહિતી, આ તારીખે રિલીઝ થશે ટ્રેલર

|

Feb 15, 2022 | 1:15 PM

અક્ષય કુમારે આ ફિલ્મમાં ગેંગસ્ટરની ભૂમિકા ભજવી છે અને તેમાં ક્રિતી સેનન (Kriti Sanon) અને જેકલીન ફર્નાન્ડીઝ પણ લીડ રોલમાં જોવા મળશે.

Bachchhan Pandey : અક્ષય કુમારે ફિલ્મનુ પોસ્ટર શેર કરી ટ્રેલર વિશે આપી માહિતી, આ તારીખે રિલીઝ થશે ટ્રેલર
Bachchhan Pandey Poster Released

Follow us on

Bachchhan Pandey : અક્ષય કુમાર (Actor Akshay Kumar) ટૂંક સમયમાં ફિલ્મ બચ્ચન પાંડેમાં જોવા મળશે. આ ફિલ્મમાં અક્ષય એવા અવતારમાં જોવા મળશે જે તમે પહેલા ક્યારેય નહીં જોયો હોય. આ ફિલ્મના અત્યાર સુધી ઘણા પોસ્ટર (Bachchhan Pandey Poster) સામે આવ્યા છે. પરંતુ હવે અક્ષયે એક નવું પોસ્ટર શેર કર્યું છે જે સોશિયલ મીડિયા(Social Media)  પર વાયરલ થઈ રહ્યુ છે.ફિલ્મના પોસ્ટરમાં અક્ષય ખૂબ જ ડરામણા લુકમાં જોવા મળી રહ્યો છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે. મને ભાઈ નહીં ગોડફાધર કહેવામાં આવે છે. આ પોસ્ટરને શેર કરવાની સાથે અક્ષયે ફિલ્મના ટ્રેલરની (Bachchhan Pandey Trailer) રિલીઝ ડેટ પણ જણાવી છે.

આ તારીખે રિલીઝ થશે ફિલ્મનુ ટ્રેલર

આ પોસ્ટર શેર કરતા અક્ષય કુમારે લખ્યુ કે,આ પાત્રમાં પેઈન્ટથી પણ વધારે શેડ છે. બચ્ચન પાંડે દર્શકોને ડરાવવા, હસાવવા અને રડાવવા માટે તૈયાર છે. ફિલ્મનુ ટ્રેલર 18 ફેબ્રુઆરી 2022ના રોજ રિલીઝ થશે.

હવે EPFO માં ક્લેમ સેટલમેન્ટ કરવુ થશે સરળ, સરકારે કર્યા આ મોટા ફેરફાર
છોકરામાંથી છોકરી બન્યો છે આ કોમેન્ટરનો દીકરો, જુઓ ફોટો
Jioનો એક પ્લાન અને આખા વર્ષ દરમિયાન રિચાર્જની ઝંઝટ ખતમ ! કિંમત માત્ર આટલી
સારા તેંડુલકર દરિયા કિનારે કેમ જાય છે?
Bael Juice Benefits: ગરમીમાં બીલીનું શરબત પીવાથી થાય છે આ 5 ચમત્કારિક ફાયદા
Plant In Pot : લવંડરના છોડને ઘરે સરળ ટીપ્સથી ઉગાડો

જુઓ બચ્ચન પાંડેનુ પોસ્ટર

અક્ષય કુમારે આ ફિલ્મમાં ગેંગસ્ટરની ભૂમિકા ભજવી

તમને જણાવી દઈએ કે, અક્ષય કુમારે આ ફિલ્મમાં ગેંગસ્ટરની ભૂમિકા ભજવી છે અને તેમાં ક્રિતી સેનન (Kriti Sanon) અને જેકલીન ફર્નાન્ડીઝ લીડ રોલમાં છે. આ ફિલ્મ હોળીના તહેવાર પર 18 માર્ચે રિલીઝ થશે. ફિલ્મની કહાની એક ગેંગસ્ટર પર આધારિત છે જે અભિનેતા બનવા માંગે છે. જ્યારે અભિનેત્રી ક્રિતી ફિલ્મમાં એક પત્રકારની ભૂમિકા ભજવી રહી છે જે ડિરેક્ટર બનવા માંગે છે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી અને પ્રતિક બાબર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

ફિલ્મનું શૂટિંગ માત્ર 55 દિવસમાં પૂરું કરવામાં આવ્યુ

ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ નિશ્ચય કુટંડા દ્વારા લખવામાં આવી છે અને ફરહાદ સામજી દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. અગાઉ આ ફિલ્મ ગયા વર્ષે ક્રિસમસ પર રિલીઝ થવાની હતી પરંતુ પછી કોવિડના (Covid Case)  વધતા જતા કેસોને કારણે ફિલ્મની રિલીઝ મોકૂફ રાખવામાં આવી હતી.અહેવાલો અનુસાર, આ ફિલ્મનું શૂટિંગ માત્ર 55 દિવસમાં પૂરું કરવામાં આવ્યુ છે. ત્યારે હાલ અક્ષય કુમારની આ મોસ્ટ અવેટેડ ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો : Randhir Kapoor Birthday : રણધીર કપૂર કરિશ્મા-કરીનાની સ્કૂલ-ટ્યુશન ફી વસૂલવા માટે ખૂબ મહેનત કરતા હતા, અભિનેતાએ વ્યક્ત કર્યું પોતાનું દર્દ

આ પણ વાંચો : રાકેશ બાપટે શમિતા શેટ્ટી સાથેનો રોમેન્ટિક વીડિયો શેર કર્યો, પૂર્વ પત્ની રિદ્ધિ ડોગરાએ કરી કોમેન્ટ