FORBESએ જાહેર કરી યાદી, સૌથી વધુ કમાણી કરનાર 100 સેલેબ્રીટીમાં અક્ષયકુમાર એકમાત્ર ભારતીય

|

Dec 18, 2020 | 11:51 AM

અમેરિકી બિઝનેસ મેગેઝીન ફોર્બ્સે (FORBES) હાલમાં જ 2020માં સૌથી વધુ કમાણી કરનારા દુનિયાના સેલેબ્રીટીઓનું લીસ્ટ જાહેર કર્યુ છે. અક્ષય કુમાર તેમાં એકમાત્ર ભારતીય છે જે લીસ્ટમાં 52માં નંબર પર છે. કોરોનાકાળમાં અક્ષય કુમારની કમાણી પર અસર પડી છે.. ગયાવર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે તેની આવક 88 કરોડ રૂપિયા ઘટી ગઈ છે. તેમ છતાં અક્ષય કુમાર જૈકી […]

FORBESએ જાહેર કરી યાદી, સૌથી વધુ કમાણી કરનાર 100 સેલેબ્રીટીમાં અક્ષયકુમાર એકમાત્ર ભારતીય

Follow us on

અમેરિકી બિઝનેસ મેગેઝીન ફોર્બ્સે (FORBES) હાલમાં જ 2020માં સૌથી વધુ કમાણી કરનારા દુનિયાના સેલેબ્રીટીઓનું લીસ્ટ જાહેર કર્યુ છે. અક્ષય કુમાર તેમાં એકમાત્ર ભારતીય છે જે લીસ્ટમાં 52માં નંબર પર છે. કોરોનાકાળમાં અક્ષય કુમારની કમાણી પર અસર પડી છે.. ગયાવર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે તેની આવક 88 કરોડ રૂપિયા ઘટી ગઈ છે. તેમ છતાં અક્ષય કુમાર જૈકી ચેન અને જેનીફર લોપેઝ જેવા સ્ટાર્સથી ખૂબ આગળ રહ્યો છે. 2019માં તેની કમાણી ( 444 કરોડ રૂપિયા) હતી. જે આ વર્ષે આશરે 356 કરોડ રૂપિયા થઈ ગઈ. ગયા વર્ષે અક્ષય આ લીસ્ટમાં 51માં અને 208માં 270 કરોડ રૂપિયાની કમાણી સાથે 76માં નંબર પર હતો.

100 કરોડની કમાણીની આશા
મેગેજીન મુજબ, અક્ષયની કમાણીનો મુખ્ય સોર્સ ફિલ્મોજ રહી છે. રિપોર્ટમાં એ પણ લખ્યું છે કે તે બેંકેબલ સ્ટાર છે અને બચ્ચન પાંડે તેમજ બેલ બોટમ જેવી અપકમીંગ ફિલ્મોથી લગભગ 13 મિલિયન ડોલર એટલે કે આશરે 95 કરોડ રૂપિયાની કમાણી તે કરશે.

કાઈલી જેનર સૌથી વધુ કમાનારી સેલેબ્રીટી
લિસ્ટ મુજબ, અમેરિકી મીડિયા પર્સનાલીટી, મોડલ, બિઝનસ વુમન કાઈલી જેનર દુનિયાની સૌથી વધુ કમાણી કરનારી સેલેબ્રીટી છે. તેણે વર્ષમાં લગભગ 590 મિલિયન ડોલર ( આશરે 4340 કરોડ રૂપિયા )ની કમાણી કરી..

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ટોપ-10માં કાન્યે વેસ્ટ અને ડ્વેન જોનસન
લિસ્ટમાં અમેરિકી રેપર કાન્યે વેસ્ટ 170 મિલિયન ડોલર એટલે કે આશરે 1250 કરોડ રૂપિયા સાથે બીજા સ્થાન પર છે. અમેરિકી એક્ટર ટાઈલર પૈરી આશરે 713 કરોડ રૂપિયા સાથે છઠ્ઠા અને ડ્વેન જોનસન 643 કરોડ રૂપિયા સાથે 10માં સ્થાન પર છે.

Published On - 11:45 am, Fri, 18 December 20

Next Article