OMG: કમબેકની તૈયારીમાં અક્ષય કુમારની પહેલી હિરોઈન, જાણો કેમ વર્ષોથી ગાયબ હતી આ અભિનેત્રી

|

Sep 06, 2021 | 8:52 AM

અક્ષય કુમારની ફિલ્મ સૌગંધ દ્વારા હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર શાંતિ પ્રિયા લાંબા સમય સુધી ફિલ્મો અને પ્રસિદ્ધિથી દૂર રહી હતી. હવે તે વેબ સિરીઝથી કમબેક કરવા જઈ રહી છે.

OMG: કમબેકની તૈયારીમાં અક્ષય કુમારની પહેલી હિરોઈન, જાણો કેમ વર્ષોથી ગાયબ હતી આ અભિનેત્રી
Akshay kumar first actress shanti priya to comeback from web series

Follow us on

અક્ષય કુમાર (Akshay Kumar) સાથે ફિલ્મ ‘સૌગંધ’માં (Saugandh) જોવા મળેલી શાંતિ પ્રિયા (Shanti Priya) લાંબા સમયથી લાઈમલાઈટ અને ફિલ્મોથી દૂર હતી. તમને જણાવી દઈએ કે અક્ષયે પોતાની કારકિર્દીની શરૂઆત મુખ્ય હીરો તરીકે ફિલ્મ સૌગંધથી કરી હતી. આ ફિલ્મમાં અક્ષય અને શાંતિની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.

શાંતિએ આ ફિલ્મ પહેલા ઘણી તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું હતું. શાંતિએ સૌગંધ દ્વારા હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો. આ ફિલ્મ પછી, શાંતિએ કેટલીક હિન્દી ફિલ્મોમાં કામ કર્યું, પણ પછી 1994 માં આવેલી ફિલ્મ ‘ઈક્કે પે ઈક્કા’ (Ikke Pe Ikka) પછી, અભિનેત્રીએ પોતાને ફિલ્મોથી દૂર કરી દીધી.

હવે કરી રહી છે કમબેક

Plant Tips : શિયાળામાં છોડ સુકાઈ જાય છે ? માત્ર આ એક વસ્તુ નાખો પ્લાન્ટ રહેશે લીલોછમ
મીઠા કરતા વધારે ફાયદાકારક છે સંચળ ! મોટી મોટી સમસ્યાઓ કરશે દૂર
5 ટુકડાઓમાં વિભાજિત થશે આ શેર, જાણી લો રેકોર્ડ ડેટ
આજનું રાશિફળ તારીખ : 27-12-2024
Video : કથાકાર જયા કિશોરીએ જીવનસાથી પસંદગી દરમ્યાન થતી ભૂલ અંગે કહી મોટી વાત
શુભમન ગિલને ટીમમાંથી હટાવવાનું શું છે કારણ?

ઘણા સમયથી તે ન તો કોઈ હિન્દી કે ન તો સાઉથની ફિલ્મમાં જોવા મળી હતી. જોકે તે થોડા સમય માટે ટીવી પર સક્રિય રહી, પણ પછી 2012 થી તે ટીવી શોથી પણ દૂર થઈ ગઈ. પરંતુ હવે શાંતિ તેના પુનરાગમન માટે તૈયાર છે અને આ વખતે તે ધ ધારાવી બેંક (The Dharavi Bank) નામની વેબ સિરીઝમાં જોવા મળશે.

ખાનગી સમાચારના અહેવાલ મુજબ, અભિનેત્રીના સૂત્રએ માહિતી આપી છે કે શાંતિ હવે ડિજિટલ પદાર્પણ કરવા જઇ રહી છે. જોકે, વેબ સિરીઝ વિશે વધારે માહિતી મળી નથી. તમને જણાવી દઈએ કે શાંતિએ પોતાની કારકિર્દીમાં ત્રણ વખત બ્રેક લીધો છે.

શાંતિ ગયા વર્ષે લાઇમલાઇટમાં આવી હતી જ્યારે તેણીએ કહ્યું હતું કે તેને તેની કારકિર્દીની શરૂઆતમાં ઘણી જાતિવાદી ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો હતો. આ કારણોસર તેણે બોલિવૂડ છોડવાનો નિર્ણય કર્યો હતો. આ સિવાય એવા પણ અહેવાલ હતા કે શાંતિ પ્રિયા પણ બિગ બોસમાં જોવા મળશે. જોવું રહ્યું કે શાંતિ પહેલા વેબ સિરીઝમાં જોવા મળશે કે બિગ બોસમાં.

અંગત જીવન

શાંતિ પ્રિયાએ વર્ષ 1999 માં સિદ્ધાર્થ રાય સાથે લગ્ન કર્યા. સિદ્ધાર્થે બાઝીગર અને વંશ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. લગ્નના 5 વર્ષ સુધી બંને 2 પુત્રોના માતા -પિતા બન્યા હતા. પરંતુ શાંતિ અને તેના પતિ લાંબા સમય સુધી સાથે ન રહ્યા અને સિદ્ધાર્થનું 2004 માં 40 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી નિધન થયું.

 

આ પણ વાંચો: Birthday Special: આ કારણે રાકેશ રોશન માથામાં નથી આવવા દેતા વાળ, જાણો કેમ માની હતી માનતા આ માનતા?

આ પણ વાંચો: Bigg Boss Ott: શમિતા શેટ્ટી કરે છે રાકેશ બાપટને પસંદ, પરંતુ આ કારણે નથી આવવા માંગતી નજીક

Next Article