Akshay Kumarએ તેમના ચાહકોને કરી થિયેટરોમાં ફિલ્મ જોવાની અપીલ, કહ્યું- આશા છે ખરાબ સમય હવે સમાપ્ત થશે

|

Sep 29, 2021 | 10:53 PM

અક્ષય કુમારે હાલમાં જ ચાહકોને ખાસ અપીલ કરી છે. તેમણે ચાહકોને કહ્યું છે કે કારણ કે હવે ફિલ્મો થિયેટરોમાં રિલીઝ થવાની છે તો દરેક ત્યાં જઈને ફિલ્મો જરુર જુએ.

Akshay Kumarએ તેમના ચાહકોને કરી થિયેટરોમાં ફિલ્મ જોવાની અપીલ, કહ્યું- આશા છે ખરાબ સમય હવે સમાપ્ત થશે
Akshay Kumar

Follow us on

કોવિડ બાદ હવે અક્ષય કુમાર (Akshay Kumar)ની 5 ફિલ્મો થિયેટરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. હવે અક્ષયે દર્શકો અને ચાહકોને થિયેટરોમાં આવવા અને ફિલ્મો જોવા અપીલ કરી છે. અક્ષય કહે છે કે હવે વસ્તુઓ સામાન્ય થઈ રહી છે અને આશા રાખીએ કે બધું સરખું રહે, તેથી થિયેટરોમાં ફિલ્મો જોઈને તમે મનોરંજન ઉદ્યોગને મદદ કરી શકો છો.

 

વાસ્તવમાં એક ન્યૂઝ પોર્ટલ સાથે વાત કરતા અક્ષયે કહ્યું કે તે ખૂબ જ સારી ફીલિંગ છે કે ફરી એક વર્ષમાં 4-5 ફિલ્મો રિલીઝ થઈ રહી છે. વસ્તુઓ હવે સામાન્ય થઈ રહી છે અને આશા છે કે બધું સમાન રહેશે. અક્ષયના કહેવા મુજબ તેઓ અને ફિલ્મની ટીમ થિયેટરોમાં દર્શકોનું મનોરંજન કરવા માટે લાંબા સમયથી રાહ જોઈ રહી છે. ઉદ્યોગ આશા રાખી રહ્યો છે કે બધું તેવું થઈ જાય જેવું કોવિડ પહેલા હતું. આ સાથે બધી ફિંગર્સ ક્રોસ કરીને બેઠા છીએ કે હવે વધુ ખરાબ ન થાય.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

 

થિયેટરોને મિસ કરવાવાળા ફિલ્મ જોવા આવે

અક્ષયે કહ્યું કે દોઢ વર્ષ ઉદ્યોગ માટે ખૂબ જ મુશ્કેલ ભર્યું હતું અને પૈસાની પણ ઘણી સમસ્યાઓ હતી. હવે જ્યારે મહારાષ્ટ્રમાં થિયેટરો ફરી ખુલી રહ્યા છે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પ્રેક્ષકો થિયેટરોમાં આવશે કારણ કે તેઓ પણ થિયેટરોને મિસ કરતા હશે.

 

તમને જણાવી દઈએ કે આવનારા કેટલાક મહિનાઓમાં અક્ષયની ફિલ્મો સૂર્યવંશી (Sooryavanshi), પૃથ્વીરાજ (Prithviraj, બચ્ચન પાંડે (Bachchan Pandey), રક્ષાબંધન (Rakshabandhan) અને રામ સેતુ (Ram Setu) રિલીઝ થવા જઈ રહી છે. આ સિવાય અક્ષય, ઓહ માય ગોડ (Oh My God) , અતરંગી રે (Atrangi Re) પણ જોવા મળશે. જોકે આ ફિલ્મો આવતા વર્ષે રિલીઝ થઈ શકે છે. અક્ષય છેલ્લે ફિલ્મ બેલ બોટમમાં જોવા મળ્યા હતા અને તે માત્ર થિયેટરોમાં રિલીઝ થઈ હતી. જોકે, તે સમયે મહારાષ્ટ્રના તમામ સિનેમા હોલ બંધ હતા.

 

સૂર્યવંશીને 100% સાથે સ્ક્રીન પર રજૂ કરવાની યોજના

તાજેતરમાં સમાચાર આવ્યા છે કે ફિલ્મ સૂર્યવંશીના નિર્માતાઓ આયોજન કરી રહ્યા છે કે તેઓ ફિલ્મને 100 ટકા સ્ક્રીન સાથે રિલીઝ કરી શકે છે. તેઓ અન્ય કોઈ ફિલ્મ સાથે સ્ક્રીન શેર કરવા માંગતા નથી.

પોસ્ટપોન થશે સલમાનની ફિલ્મ

હવે જો આ સમાચાર સાચા હોય તો કદાચ સલમાન ખાન અને આયુષ શર્માની ફિલ્મ અંતિમ અને અંગ્રેજી ફિલ્મ માર્વેલ ઈટર્નલ્સની રિલીઝ ડેટ મુલતવી રાખવામાં આવશે. જોકે સલમાને આજ સુધી તેની કોઈ પણ ફિલ્મ મુલતવી રાખી નથી, પરંતુ આગળ શું થાય છે તે જોઈએ. શું તે પોતાની ફિલ્મ મુલતવી રાખીને અક્ષયની ફિલ્મને સોલો રિલીઝ થવા દેશે અથવા તે જ સમયે તેમની ફિલ્મ અંતિમ પણ રિલીઝ કરશે.

 

 

આ પણ વાંચો :- Bigg Boss 14 ફેમ નિક્કી તંબોલીએ કાળી સાડીમાં મચાવ્યો કહેર, બોલ્ડ લુકના ચાહકો થયા દિવાના

 

આ પણ વાંચો :- Expensive: પૂજા હેગડેએ પહેર્યું હતું થાઈ-સ્લિટ રફલ્ડ ગાઉન, નહીં આંકી શકો તમે તેની કિંમત

Next Article