Akshay Kumar અને ટ્વિંકલ ખન્નાએ પુત્રી નિતારાના જન્મદિવસ પર શેર કરી ખાસ પોસ્ટ, એકએ લગાવી ગળે બીજાએ કપાળ પર કર્યું કિસ

અક્ષય કુમાર (Akshay Kumar) અને ટ્વિંકલ ખન્ના (Twinkle Khanna) ની પુત્રી નિતારા નવ વર્ષની થઈ ગઈ છે. અક્ષય અને ટ્વિંકલે નિતારાના જન્મદિવસ પર એક ખાસ પોસ્ટ શેર કરી છે.

Akshay Kumar અને ટ્વિંકલ ખન્નાએ પુત્રી નિતારાના જન્મદિવસ પર શેર કરી ખાસ પોસ્ટ, એકએ લગાવી ગળે બીજાએ કપાળ પર કર્યું કિસ
Akshay Kumar, Twinkle Khanna, Nitara
| Edited By: | Updated on: Sep 26, 2021 | 6:59 AM

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar) સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે. તે ખાસ પ્રસંગોએ તેમની પત્ની અને બાળકો સાથે તસ્વીરો શેર કરતા રહે છે. અક્ષય કુમારની પુત્રી નિતારા (Nitara) નો જન્મદિવસ છે. અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના (Twinkle Khanna) એ પુત્રી નિતારાના જન્મદિવસ પર એક ખાસ પોસ્ટ શેર કરી છે.

અક્ષય અને ટ્વિંકલની પુત્રી નિતારા  9 વર્ષની થઈ ગઈ છે. નિતારાના જન્મદિવસે અક્ષયે તેને ગળે લગાવતી તસ્વીર શેર કરી હતી. ફોટામાં, અક્ષય ખુરશી પર બેઠા છે અને નિતારા તેમના ખોળામાં બેસીને તેમને ગળે લગાવી રહી છે.

 

 


પોસ્ટ શેર કરતા અક્ષયે લખ્યું – દુનિયામાં દીકરીની ટાઈટ હગથી મોટી ખુશી બીજી કોઈ નથી. હેપ્પી બર્થડે નિતારાને. મોટી થઈ જાવ, દુનિયાને સંભાળો પરંતુ હંમેશા પિતાની નાની પુત્રી રહેજે. લવ યુ.

ટ્વિંકલ ખન્નાએ શેર કરી પોસ્ટ

ટ્વિંકલ ખન્નાએ પણ નિતારાના જન્મદિવસ પર પોસ્ટ શેર કરી છે. તેણે નિતારાના કપાળ પર ચુંબન કરતી વખતે એક ફોટો શેર કર્યો. ફોટામાં નિતારા જન્મદિવસની કેપ પહેરીને બેઠી છે.

 

 


ટ્વિંકલે ફોટો શેર કરતી વખતે લખ્યું – નવ વર્ષોથી જિંદગીમાં આ સીરિયસ ફેસ અને સેન્સ ઓફ હ્યુમર વાળી છોકરી મારી પાસે છે. તેમણે છેલ્લે લખ્યું – તે આંખોમાં હાસ્ય સાથે આ રીતે હસતી રહે. હેપ્પી બર્થડે. ટ્વિંકલ ખન્નાની પોસ્ટ પર કોમેન્ટ કરીને ઘણા સેલેબ્સે નિતારાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે.  બોબી દેઓલે કમેન્ટ કરી – હેપ્પી બર્થડે બેટા.

અક્ષય કુમારે કરી ખાસ જાહેરાત

અક્ષય કુમાર માટે આજ નિતારાના જન્મદિવસ સાથે ખાસ દિવસ પણ છે. અક્ષયે તેમની આગામી ફિલ્મ સૂર્યવંશીની રિલીઝ અંગે માહિતી આપી છે. મહારાષ્ટ્રમાં 22 ઓક્ટોબરથી થિયેટરો ખુલવા જઈ રહ્યા છે. જેની સાથે સૂર્યવંશીની રજૂઆતની જાહેરાત કરવામાં આવી છે. અક્ષય કુમારે પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી આપી છે. અક્ષય કુમારે રણવીર સિંહ, અજય દેવગન અને રોહિત શેટ્ટી સાથે ફોટો શેર કરતા લખ્યું – ઘણા પરિવારોએ, ઉદ્ધવ ઠાકરે નો આભાર માન્યો હશે. ખૂબ આભારી છું કે 22 ઓક્ટોબરથી મહારાષ્ટ્રમાં થિયેટરો ખુલવા જઈ રહ્યા છે. હવે કોઈના રોકવાથી રોકાશે નહી. આવી રહી છે પોલીસ. દિવાળી 2021.

 

આ પણ વાંચો :- Fraud Case : છેતરપિંડીના કેસમાં દિલીપ છાબરિયાના પુત્રની પણ ધરપકડ, કપિલ શર્માએ નોંધાવી હતી FIR

આ પણ વાંચો :- ‘Gadar’ ફિલ્મના ચાહકો માટે આવ્યા સારા સમાચાર, ટૂંક સમયમાં શરૂ થશે સિક્વલનું શૂટિંગ