ઐશ્વર્યા રાય ઈચ્છતી હતી કે આરાધ્યા રણબીરને ‘અંકલ’ કહે, પરંતુ દીકરીએ કહ્યું એવું કંઈક કે સૌ હસી પડ્યા

ઐશ્વર્યા રાયે ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેણે આરાધ્યાને રણબીર કપૂરને અંકલ કહેવા કહ્યું હતું. પણ આરાધ્યાએ કંઈક બીજું જ કહ્યું, જે સાંભળીને બધા હસી પડ્યા.

ઐશ્વર્યા રાય ઈચ્છતી હતી કે આરાધ્યા રણબીરને અંકલ કહે, પરંતુ દીકરીએ કહ્યું એવું કંઈક કે સૌ હસી પડ્યા
Aishwarya Rai introduce Ranbir Kapoor as a Uncle Aaradhya
| Edited By: | Updated on: Aug 21, 2021 | 8:13 PM

બોલીવૂડની ફેમસ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન આજે પણ લાખો દિલમાં વસે છે. તેમજ રણબીર કપૂર પર કરોડો છોકરીઓ દિલ હારી બેસે છે. આ બંનેની જોડી ‘એ દિલ હૈ મુશ્કિલ’માં જોવા મળી હતી. બંનેની કેમેસ્ટ્રી દર્શકોને ખુબ પસંદ આવી હતી. બંનેની જોડી પડદા પણ પણ ખુબ સુંદર લાગી રહી હતી.

આ ફિલ્મના શૂટિંગની વાત કરીએ તો ઐશ્વર્યા રાય ઘણી વખત તેની પુત્રી આરાધ્યા બચ્ચનને સાથે ફિલ્મના સેટ પર લઈ જતી હતી. આવી સ્થિતિમાં તેણે સેટ પર રણબીર કપૂર સાથે આરાધ્યાનો પરિચય કરાવ્યો હતો, સાથે સાથે તેણે દીકરીને રણબીર કપૂરને ‘અંકલ’ કહેવાનું કહ્યું. પરંતુ આરાધ્યાએ અંકલની જગ્યાએ બીજું કંઈક કહ્યું, જે સાંભળીને ઐશ્વર્યા રાય અને અન્ય લોકો પણ હસ્યા.

રણબીર કપૂર અને આરાધ્યા બચ્ચનનો આ કિસ્સો ઐશ્વર્યા રાયે એક ઈન્ટરવ્યુંમાં કહ્યો હતો. ઐશ્વર્યાએ આ કિસ્સો જણાવતા કહ્યું કે, “રણબીર કપૂર એ પ્રથમ અભિનેતા હતા જેમની સાથે આરાધ્યાએ ખૂબ શરમાઈને વાત કરી. તેને રણબીર કપૂરની ફિલ્મ ‘તમાશા’નું ગીત ‘મટરગશ્તી’ પણ ખુબ ગમે છે.

રણબીર કપૂર વિશે વાત કરતા ઐશ્વર્યા રાયે આગળ કહ્યું, “અમે આરાધ્યાના 4 માં જન્મદિવસ પર આ ગીત પર સાથે ડાન્સ પણ કર્યો હતો. સેટ પર મેં રણબીરને આરાધ્યાને ‘રણબીર અંકલ’ કહેવાનું કહ્યું. પરંતુ રણબીરે ના પાડી અને તેને ‘આરકે’ કહેવાનું કહ્યું.”

રણબીર કપૂર સાથે સંબંધિત કિસ્સો શેર કરતાં ઐશ્વર્યા રાયે આગળ કહ્યું, “આરાધ્યાએ રણબીરને બે વાર અંકલ કહ્યું. પરંતુ બીજા જ દિવસે તેણે અચાનક રણબીરને RK કહેવાનું શરૂ કરી દીધું. અમે આના પર ખુબ હસ્યા. તમને જણાવી દઈએ કે આરાધ્યા બચ્ચન એક વખત ભૂલથી રણબીર કપૂરને તેના પિતા સમજી બેસી હતી.

આ કિસ્સો ખુદ ઐશ્વર્યા રાયે શેર કર્યો હતો. અભિનેત્રીએ જણાવ્યું હતું કે રણબીરે અભિષેકની જેમ જેકેટ પહેર્યું હતું. આવી સ્થિતિમાં, આરાધ્યા તેને તેના પિતા સમજી લીધા હતા. અભિષેક બચ્ચનને જ્યારે આ વિશે ખબર પડી ત્યારે તેની પ્રતિક્રિયા પણ જોવા જેવી હતી.

તમને જણાવી દઈએ કે ‘એ દિલ હૈ મુશ્કિલ’ સિવાય રણબીર કપૂર અને ઐશ્વર્યા રાયે ફિલ્મ ‘આ અબ લૌટ ચલે’માં પણ સાથે કામ કર્યું હતું.

 

આ પણ વાંચો: Indian Idol 12: પવનદીપ રાજન અને અરુણિતા કાંજીલાલ આવ્યા વધુ નજીક, એક જ બિલ્ડિંગમાં લીધું ઘર

આં પણ વાંચો: મનોજ બાજપેયીએ કહ્યું ‘પ્રતિક ગાંધી મારા કરતા સારો અભિનેતા છે’, સમગ્ર મામલો જાણીને તમે પણ કરશો સલામ

Published On - 8:06 pm, Sat, 21 August 21