Akshay Kumarની માતાના નિધન બાદ પીએમ મોદીએ મોકલ્યો શોક સંદેશ, અભિનેતાએ વ્યક્ત કર્યો આભાર

|

Sep 12, 2021 | 10:13 PM

અભિનેતા અક્ષય કુમારે (Akshay Kumar) 8 સપ્ટેમ્બરના રોજ પોતે સોશિયલ મીડિયા પર તેમની માતાના મૃત્યુની માહિતી તેમના ચાહકો સાથે શેર કરી હતી. જ્યાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ તેમને શોક સંદેશ મોકલ્યો છે.

Akshay Kumarની માતાના નિધન બાદ પીએમ મોદીએ મોકલ્યો શોક સંદેશ, અભિનેતાએ વ્યક્ત કર્યો આભાર
Prime Minister Narendra Modi, Akshay Kumar

Follow us on

બોલીવુડ અભિનેતા અક્ષય કુમારે (Akshay Kumar) 8 સપ્ટેમ્બરના રોજ તેમની માતા ગુમાવી હતી. અક્ષય કુમાર 6 સપ્ટેમ્બરે માતાને મળવા માટે લંડનથી મુંબઈ પાછા આવ્યા હતા, પરંતુ 8 સપ્ટેમ્બરે તેમની માતાનું અવસાન થયું હતું.

 

અભિનેતાની માતાના અવસાન બાદ બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ પણ તેમને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા. જ્યાં ઘણા મોટા સ્ટાર્સે સોશિયલ મીડિયા પર તેમના માટે શ્રદ્ધાંજલિ પોસ્ટ પણ લખી હતી. આવી સ્થિતિમાં હવે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ અક્ષય કુમારને શોક સંદેશ મોકલ્યો છે. જ્યાં અભિનેતાએ તેની સાથે સંબંધિત એક પોસ્ટ તેમના સોશિયલ મીડિયા પર શેર કરી છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

તમને જણાવી દઈએ કે અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર પીએમ મોદીનો શોક પત્ર શેર કર્યો છે. આ પત્રમાં પીએમ મોદીએ લખ્યું, “મારા પ્રિય અક્ષય, તે ખુબ જ સારું હોત જો હું આવો પત્ર ક્યારેય ન લખત. એક આદર્શ દુનિયામાં આવો સમય ક્યારેય ન આવવો જોઈએ. તમારી માતાજી અરુણા ભાટિયાના નિધનના સમાચાર સાંભળીને મને દુ:ખ થયું છે.

 

 

 

અક્ષયની સફળતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો

પીએમ મોદીએ આ ખાસ સંદેશમાં અક્ષય કુમાર માટે લખ્યું હતું કે તમને સખત મહેનત બાદ સફળતા મળી છે, તમે તમારા દ્રઢ સંકલ્પથી બોલીવુડમાં તમારું નામ બનાવ્યું છે. હું જાણું છું કે તમે યોગ્ય મૂલ્યો અને નૈતિક શક્તિ જાળવી રાખી છે, જેનાથી તમે સરળતાથી વિપરીત પરિસ્થિતિઓને અવસરોમાં બદલી શકો છો અને આ પાઠ તમારા માતાપિતા પાસેથી શીખ્યા છો.

 

જ્યારે તમે તમારી કારકિર્દીની શરૂઆત કરી હતી ત્યારે મને ખાતરી છે કે રસ્તામાં આવતા લોકોને સંદેહ થયો હશે, પરંતુ તમારી માતા તમારી સાથે ચટ્ટાનની જેમ તમારી સાથે ઉભા હતા, તેમણે ખાતરી કરી કે તમે હંમેશા દયાળુ અને વિનમ્ર બની રહો.

 

અભિનેતાએ વ્યક્ત કર્યો આભાર

પીએમ મોદીના આ સંદેશને સોશિયલ મીડિયા પર શેર કરતા અભિનેતાએ લખ્યું “મારી માતાના મૃત્યુ પછી પ્રાપ્ત થયેલા તમામ શોક સંદેશાઓ માટે હું તમારા બધાનો આભારી છું. આ સાથે મારા દિવંગત માતા -પિતા માટે સમય કાઢવા અને પોતાની ભાવનાઓ વ્યક્ત કરવા બદલ હું માનનીય પ્રધાનમંત્રીનો આભારી છું. આ ખૂબ જ દિલાસો આપનારા શબ્દો હંમેશા મારી સાથે રહેશે, જય અંબે.”

 

શૂટિંગમાં પાછા ફર્યા અક્ષય કુમાર

10 સપ્ટેમ્બરના રોજ તેમની માતાના મૃત્યુના બે દિવસ પછી અક્ષય કુમાર તેમના પરિવાર સાથે લંડન જવા રવાના થયા. અક્ષય એરપોર્ટ પર તેમના પરિવાર સાથે જોવા મળ્યા હતા. અક્ષય નથી ઈચ્છતા કે આવા સમયે કોઈ નિર્માતાના પૈસા વેડફાય, જેના કારણે અભિનેતાએ શૂટિંગમાં પાછા જવાનું યોગ્ય માન્યું. તમને જણાવી દઈએ કે અક્ષય આ કારણે સોશિયલ મીડિયા પર ઘણા ટ્રોલ થયા, પરંતુ અક્ષય કુમાર માટે કામ સૌથી પહેલા છે.

 

 

આ પણ વાંચો :- Sidharth Shuklaને યાદ કરીને શહેનાઝ ગિલના ભાઈ શાહબાઝે શેર કરી એક ભાવુક પોસ્ટ, ચાહકોએ પૂછ્યું કેવી છે સના?

 

આ પણ વાંચો :- Sidharth Shukla જ નહીં, બિગ બોસનો ભાગ બનેલા આ સેલેબ્સે પણ આ દુનિયાને અલવિદા કહી દીધી, જાણો કોણ છે આ સેલિબ્રિટી

Next Article