Aryan Khanની ધરપકડ બાદ મચેલા ઘમાસાણ પર જાવેદ અખ્તરે કહ્યું – ભોગવવી પડશે હાઈ પ્રોફાઈલ હોવાની કિંમત

|

Oct 19, 2021 | 11:36 PM

તે જ સમયે જ્યારે જાવેદ અખ્તરને પૂછવામાં આવ્યું કે શું શાહરૂખ ખાન અને આર્યન ખાનને જાણી જોઈને નિશાન બનાવવામાં આવી રહ્યા છે? તો જાવેદ અખ્તરે આ અંગે ખુલ્લેઆમ કંઈ કહ્યું નહીં.

Aryan Khanની ધરપકડ બાદ મચેલા ઘમાસાણ પર જાવેદ અખ્તરે કહ્યું - ભોગવવી પડશે હાઈ પ્રોફાઈલ હોવાની કિંમત
Javed Akhtar

Follow us on

બોલિવૂડના પીઢ લેખક અને ગીતકાર જાવેદ અખ્તર (Javed Akhtar) દરેક મુદ્દે પોતાનો ખુલ્લો અભિપ્રાય આપે છે, પછી ભલે તે દેશ સાથે સંબંધિત હોય કે ફિલ્મ ઉદ્યોગ સાથે સંબંધિત હોય. હાલમાં શાહરૂખ ખાન (Shah Rukh Khan)ના પુત્ર આર્યન ખાન (Aryan Khan)ના ડ્રગ્સ કેસનો મુદ્દો ગરમ થઈ રહ્યો છે.

 

આર્યન ખાનની ધરપકડ બાદ બોલિવૂડને ટાર્ગેટ કરવામાં આવતો હોવાની વોતો થઈ રહી છે. દરમિયાન, આર્યન ખાનની ધરપકડ બાદ બોલીવુડને નિશાન બનાવવાની વાત પર જાવેદ અખ્તરે કહ્યું કે, હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી (Hindi Film Industry) હાઈ પ્રોફાઈલ હોવાના કારણે તપાસ હેઠળ છે અને આ કિંમત છે, જે ચૂકવવી પડે છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

 

જાવેદ અખ્તરનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યનની ડ્રગ્સના કેસમાં ક્રુઝમાંથી ધરપકડ કરવામાં આવ્યા બાદ બોલિવૂડ અને સેલિબ્રિટીઝના કલ્ચર અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર સામાન્ય લોકોથી લઈને ઘણા સેલિબ્રિટીઝે પોતાનો અવાજ ઉઠાવતા કહ્યું કે આર્યન ખાનની જાણી જોઈને ધરપકડ કરવામાં આવી છે, જેથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને નિશાન બનાવી શકાય.

 

હાઈ પ્રોફાઈલ હોય ત્યારે જ કાદવ ઉછાળવામાં આવે છે

અલમાસ વિરાની અને શ્વેતા સમોટા પુસ્તક ચેન્જમેકર્સના લોન્ચ ઈવેન્ટમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન જાવેદ અખ્તરે કહ્યું – આ તે કિંમત છે જે ફિલ્મ ઉદ્યોગને હાઈ પ્રોફાઈલ હોવા માટે ચૂકવવી પડે છે. જ્યારે તમે હાઈ પ્રોફાઈલ હોવ છો, ત્યારે લોકોને તમને નીચે લાવવા અને તમારા પર કાદવ ઉછાળવામાં આનંદ આવે છે. જો તમે કંઈ નથી તો તમારી પાસે પથ્થર ફેંકવાનો સમય કોની પાસે છે?

 

કોઈનું નામ લીધા વિના જાવેદ અખ્તરે પોતાની વાત ચાલુ રાખીને કહ્યું કે સુપરસ્ટારના પુત્રના કેસને મીડિયાનું થોડુક વધારે અટેન્શન મળી રહ્યું છે, જ્યારે ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા મુન્દ્રા બંદરે 2,988 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવી હતી, તેનો ક્યાંય કોઈ ઉલ્લેખ નથી. તમને એક બંદર પર એક અરબ ડોલરની કિંમતનું કોકેન મળે છે. અન્યત્ર, 1200 લોકો પાસેથી ગાંજો મળી આવ્યો હતો.

 

તેમણે આગળ કહ્યું કે હવે તે એક મોટા રાષ્ટ્રીય સમાચાર (આર્યન કેસ) બની ગયા છે, પરંતુ મેં હેડલાઈનમાં અરબો ડોલરના કોકેન જપ્ત કરવાના કોઈ સમાચાર જોયા નથી. તે જ સમયે જ્યારે જાવેદ અખ્તરને પૂછવામાં આવ્યું કે શું શાહરૂખ ખાન અને આર્યન ખાનને જાણી જોઈને નિશાન બનાવવામાં આવી રહ્યા છે? તો જાવેદ અખ્તરે આ અંગે ખુલ્લેઆમ કંઈ કહ્યું નહીં.

 

આ પણ વાંચો :- Ranveer Singhએ વિરાટ-વામિકાની ફોટો પર કરી કમેન્ટ, ચાહકોએ કહ્યું – તમે ક્યારે આપી રહ્યા છો સારા સમાચાર?

 

આ પણ વાંચો :- શાહરુખની ‘Pathan’ અને સલમાનની ‘Tiger 3’નું શૂટિંગ રદ થયું, શું આર્યન ખાનનો કેસ છે આનું કારણ?

 

Next Article