Radhe Shyam: કોરોના સંક્રમણમાં (Covid 19) ફરી એકવાર ઉછાળો આવ્યો છે, બીજી તરફ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની (Omicron) પણ દહેશત જોવા મળી રહી છે. વધતા સંક્રમણને પગલે અનેક રાજયોમાં મિની લોકડાઉન લાદવામાં આવ્યુ છે. જેની અસર ફિલ્મો પર પણ પડી રહી છે. શાહિદ કપૂરની ફિલ્મ જર્સી (Jersey) બાદ એસએસ રાજામૌલીની ‘RRR’ મુલતવી રાખવામાં આવી હતી અને હવે પ્રભાસની ફિલ્મ ‘રાધે શ્યામ’ (Radhe shyam) પર પણ મોકૂફ રહેવાની ચર્ચા ચાલી રહી છે.
તમને જણાવી દઈએ કે વર્ષના અંતે રણવીર સિંહની (Ranveer Singh) ’83’ રીલિઝ થઈ અને કોરોનાને કારણે તેના કલેક્શન પર ખરાબ અસર પડી. દિલ્હીના સિનેમા હોલ બંધ કરવાની જાહેરાત થતાં જ શાહિદ કપૂરની ફિલ્મ ‘જર્સી’ના નિર્માતાઓએ તેની રિલીઝ ડેટ મોકૂફ કરી દીધી છે.
આ પછી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એસએસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’ પણ મોકૂફ રાખવામાં આવી હતી. હવે જ્યારે પ્રભાસની (Actor Prabhas) ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે, જેમ જેમ તેની રિલીઝ ડેટ નજીક આવે છે તેમ તેમ લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું ફિલ્મ રિલીઝ થશે?
વધતા કોરોના સંક્રમણ અંગે ‘રાધે શ્યામ’ના મેકર્સે જણાવ્યુ કે ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારવાની કોઈ યોજના નથી, પરંતુ શક્યતાઓને નકારી ન શકાય. એટલે જો કોરોના સંક્રમણ આ જ ગતિથી આગળ વધશે તો પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફિલ્મની રિલીઝ ડેટને પોસ્ટ પોન કરવામાં આવશે.
પ્રભાસની રાધે શ્યામ 14 જાન્યુઆરીના મકરસંક્રાંતિના દિવસે સિનેમાઘરોમાં (Cinema House) રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને હિન્દીમાં પણ રિલીઝ થશે. આ ફિલ્મ પ્રભાસની સૌથી મોંઘી ફિલ્મોમાંથી એક હોવાનું કહેવાય છે. પ્રભાસ ઉપરાંત પૂજા હેગડે, સચિન ખેડેકર, પ્રિયદર્શી પુલીકોંડા, ભાગ્યશ્રી, કુણાલ રોય કપૂર પણ મુખ્ય ભૂમિકામાં છે. તમને જણાવવુ રહ્યુ કે કે.કે. રાધાકૃષ્ણ કુમાર આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે.
આ પણ વાંચો : Pushpa Box Office Collection: અલ્લૂ અર્જૂનની ‘પુષ્પા’એ નવા વર્ષે બનાવ્યો નવો રેકોર્ડ, કલેક્શન જાણીને થઈ જશો હેરાન