Raj Kundra Case: ક્રાઇમ બ્રાંચે ગહના વશિષ્ઠને પૂછપરછ માટે બોલાવી, કુંદ્રાની એપમાં કરેલી છે ફિલ્મો!

|

Jul 25, 2021 | 9:30 AM

રાજ કુંદ્રા કેસમાં એક પછી એક ભેદ ખુલતા જાય છે. આજે એટલે કે રવિવારે મુંબઈ ક્રાઈમ બ્રાંચે ગહના વશિષ્ઠ સહીત 3 લોકોને પૂછપરછ માટે બોલાવ્યા છે.

Raj Kundra Case: ક્રાઇમ બ્રાંચે ગહના વશિષ્ઠને પૂછપરછ માટે બોલાવી, કુંદ્રાની એપમાં કરેલી છે ફિલ્મો!
Crime Branch will interrogate 3 people including Gehana Vasisth in Raj Kundra Case

Follow us on

રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં (Raj Kundra Case) મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચના પ્રોપર્ટી સેલે રવિવારે અભિનેત્રી-મોડેલ ગહના વસિષ્ઠ (Gehana Vasisth) સહિત ત્રણ લોકોને પૂછપરછ માટે બોલાવ્યા છે. મુંબઈ પોલીસે કહ્યું કે આજે 3 લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. શુક્રવારે રાજ કુંદ્રાની પત્ની અભિનેત્રી શિલ્પા શેટ્ટીની પણ ક્રાઇમ બ્રાંચ દ્વારા 6 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. રાજ કુંદ્રાની એપ હોટશોટ માટે બનેલી ઘણી ફિલ્મ્સ અને વેબ સિરીઝમાં પણ ગહના વશિષ્ઠ કામ કરી ચૂકી છે. ગહનાનો દાવો પણ છે કે આ એપ પર ઈરોટિક કન્ટેન્ટ છે પોર્ન કન્ટેન્ટ નહીં.

શિલ્પાના સમર્થનમાં ગહના

ગહનાએ શનિવારે એક ઇન્ટરવ્યુમાં પણ કહ્યું હતું – શિલ્પા સાચી છે. હોટશોટ્સ એપ્લિકેશન પર એવી કોઈ સામગ્રી નથી કે જેને અશ્લીલતા તરીકે વર્ગીકૃત કરી શકાય. જો આવી કોઈ સામગ્રી નથી, તો પછી કોઈ કેવી રીતે આમાં જોડાયેલ હોઈ શકે? ગહનાએ આગળ કહ્યું હતું કે જ્યાં સુધી હું જાણું છું શિલ્પાને હોટશોટ્સ એપ્લિકેશન વિશે કોઈ આઈડિયા નથી. હોટશોટ્સે ક્યારેય કોઈ પોર્ન મૂવીઝ બનાવી નથી. એપ્લિકેશન પરની બધી મૂવીઝ બોલ્ડ, શૃંગારિક, હોટ કેટેગરીની છે પરંતુ તેમાંથી કોઈ પણ પોર્ન નથી.

કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ

ગહના કરી રહી છે કુંદ્રાનો બચાવ

તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરીમાં મુંબઈ પોલીસે અભિનેત્રી ગહના વશિષ્ઠ સહિત 6 લોકોની ધરપકડ કરી હતી. આ કેસમાં ગહના વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી, જેમાં તેણીને અશ્લીલ ફિલ્મ માટે નગ્ન દ્રશ્યો શૂટ કરવા માટે કલાકારોને દબાણ કરવાના કેસમાં આરોપી બનાવવામાં આવી હતી. અહીંથી જ હોટશોટ જેવી પેઈડ મોબાઇલ એપ્લિકેશન વિશે પોલીસને માહિતી મળી હતી. પોલીસે તાજેતરમાં આ કેસ સાથે સંબંધિત અન્ય એક વ્યક્તિ ઉમેશ કામતની ધરપકડ કરી હતી. કામતની ધરપકડ બાદ પોલીસ રાજ કુંદ્રાના આ રેકેટ સુધી પહોંચવામાં સફળ રહી છે.

પૂનમ પાંડે પર નિશાન

ગહના સતત રાજ કુંદ્રાનો બચાવ કરી રહી છે. તેણે મોડેલ પૂનમ પાંડેને પણ નિશાન સાધ્યું હતું, જેણે રાજ પર આ મામલે આરોપ લગાવ્યો હતો. ગહનાએ કહ્યું હતું – 2011 માં, પૂનમે કહ્યું હતું કે જો ભારત વર્લ્ડ કપ જીતે છે, તો તે નગ્ન થઈ જશે. તે વર્ષોથી આવા વિડીયો બનાવી રહી છે. આ લોકો કેવી રીતે કહી શકે કે રાજ કુંદ્રાએ તેમને પોર્ન ઇન્ડસ્ટ્રીમાં ધકેલી દીધા? રાજની કંપની લોન્ચ થઇ એ પહેલાથી આ લોકો આવા વિડીયો બનાવે છે.

કહ્યું – રાજને જ કેમ ટાર્ગેટ કરાય છે?

રાજની ધરપકડ પર ગહનાએ એમ પણ કહ્યું હતું કે તેને જાણી જોઈને ફસાવવામાં આવ્યો છે. ગહના અનુસાર ‘ડિજિટલ પ્લેટફોર્મ્સ પર સેન્સરશિપ નથી, લોકો જે ઇચ્છે તે બનાવી શકે છે. તમે આ એપ્લિકેશન માટે બનાવેલી વિડીયોને પોર્ન ના કહી શકો. અન્ય ઓટીટી પ્લેટફોર્મ પણ આવી સામગ્રી બનાવી રહ્યા છે, માત્ર રાજ કુંદ્રાને કેમ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે.

 

આ પણ વાંચો: ક્રાઈમ બ્રાંચને કુંદ્રાની ઓફિસમાં મળી ‘ગુપ્ત તિજોરી’, Raj Kundra Case માં થઈ શકે છે મોટા ખુલાસા

આ પણ વાંચો: સલમાન ખાને હાથ જોડીને કેમ માંગી સુનીલ શેટ્ટીની દીકરી અથિયાની માફી? જાણો બાદમાં શું કહ્યું સુનીલે

Published On - 9:17 am, Sun, 25 July 21

Next Article