RRR બાદ આલિયા ભટ્ટ કોરાતાલા શિવાની આગામી ફિલ્મમાં જુનિયર NTR સાથે મચાવશે ધમાલ

RRR પછી આલિયા ભટ્ટ અને જુનિયર NTR દિગ્દર્શક કોરાતલા શિવાની આગામી ફિલ્મમાં સાથે જોવા મળશે. અભિનેત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં NTR30 માં તેના સમાવેશની પુષ્ટિ કરી હતી.

RRR બાદ આલિયા ભટ્ટ કોરાતાલા શિવાની આગામી ફિલ્મમાં જુનિયર NTR સાથે મચાવશે ધમાલ
Alia Bhatt and Junior NTR (File Photo)
| Edited By: | Updated on: Feb 04, 2022 | 3:28 PM

આલિયા ભટ્ટ એસએસ રાજામૌલી (SS Rajamouli) દ્વારા દિગ્દર્શિત તેની આગામી અખિલ-ભારત ફિલ્મ RRR ની રિલીઝને લઈને ખુબ ઉત્સાહિત છે. ત્યારે તમને જણાવી દઈએ કે, અભિનેત્રીએ (Alia Bhatt)  હવે વધુ એક તેલુગુ ફિલ્મ સાઈન કરી છે. જી હા, આલિયા ભટ્ટ તેના RRR કો-સ્ટાર જુનિયર NTR સાથે દિગ્દર્શક કોરાતલા શિવાની આગામી ફિલ્મમાં સ્ક્રીન સ્પેસ શેર કરતી જોવા મળશે. આ NTR30 નામની આ ફિલ્મનું શૂટિંગ માર્ચ અથવા એપ્રિલમાં શરૂ થશે તેવા અહેવાલો મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આલિયા જુનિયર એનટીઆર સાથે દિગ્દર્શક કોરાતાલા શિવાની આગામી ફિલ્મમાં મહિલા મુખ્ય ભૂમિકા ભજવવા માટે ખુબ ચર્ચામાં હતી. તાજેતરમાં મીડિયા સાથેની વાતચીતમાં અભિનેત્રીએ આ વાતની પુષ્ટિ કરી હતી. તેણે કહ્યુ કે, કોરાતાલા શિવા આવ્યા અને સ્ટોરી સંભળાવી. મેં બે વાર વિચાર્યું ન હતુ અને આફિલ્મ માટે સંમત થઈ ગઈ. હું RRR પછી જુનિયર એનટીઆર સાથે ફરીથી કામ કરવા આતુર છુ.

કોરાતાલા શિવની આવનારી ફિલ્મ વિશે

NTR 30 એ ગામઠી એક્શન એન્ટરટેઈનર હોવાનુ માનવામાં આવે છે. આ ફિલ્મ 7 ફેબ્રુઆરીએ હૈદરાબાદમાં ભવ્ય સ્કેલ પર લોન્ચ કરવામાં આવશે. આ ફિલ્મનું નિર્માણ સુધાકર મિક્કિલિનેની અને નંદામુરી કલ્યાણ રામ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યુ છે.વર્ક ફ્રન્ટ પર, જુનિયર એનટીઆર અને આલિયા ભટ્ટની RRR 25 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ઉલ્લેખનીય છે કે, આલિયા ભટ્ટ તેની આગામી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીની રિલીઝ માટે તૈયારી કરી રહી છે, જે 25 ફેબ્રુઆરીએ સ્ક્રીન પર આવશે.

આ દિવસે રિલીઝ થશે RRR

હવે ફિલ્મના નિર્માતાઓએ નવી રિલીઝ ડેટ જાહેર કરી છે તેમ છતાં હજી પણ તે કન્ફર્મ નથી કારણ કે જાહેરાતમાં બે તારીખોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઓફિશિયલ ટ્વીટમાં આપેલી જાણકારી અનુસાર, ફિલ્મ માટે 2 તારીખો નક્કી કરવામાં આવી છે. જો કોરોનાના કેસ માર્ચ પહેલા ઘટી જાય છે તો ફિલ્મ 18 માર્ચના રોજ થિયેટર્સમાં આવશે અને જો ત્યાં સુધી પરિસ્થિતીમાં સુધારો નથી આવતો તો ફિલ્મ 28 એપ્રિલના રોજ રિલીઝ કરવામાં આવશે.

આ પણ વાંચો : Jacqueline Fernandez સાથેનો ફોટો વાયરલ થયા પછી બચાવમાં આવ્યો સુકેશ, કહ્યું હા અમે રિલેશનશિપમાં હતા