PV Sindhu ની બોલીવૂડમાં બોલબાલા: અક્ષયથી લઈને સની દેઓલ સુધી સૌએ પાઠવ્યા અભિનંદન, વાંચો

આપણે બધાને પીવી સિંધુ પર ગર્વ છે. સિંધુએ ચીનની હી બિંગજિયાઓને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો. માત્ર રમત જગત જ નહીં પરંતુ બોલિવૂડ સેલેબ્સ પણ સિંધુની જીતની ઉજવણી કરી રહ્યા છે.

PV Sindhu ની બોલીવૂડમાં બોલબાલા: અક્ષયથી લઈને સની દેઓલ સુધી સૌએ પાઠવ્યા અભિનંદન, વાંચો
After PV Sindhu created history by winning the bronze medal, Bollywood stars congratulate her
| Edited By: | Updated on: Aug 02, 2021 | 8:57 AM

ભારતની બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ (Pv Sindhu) ટોક્યો ઓલિમ્પિક 2020 માં મહિલા સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. સિંધુએ ચીનની હી બિંગજિયાઓને 21-13, 21-15થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો. સિંધુની જીત પર સમગ્ર દેશને ગર્વ છે. અને તેમને શુભકામનાઓ સૌ આપી રહ્યા છે.

આ સાથે જ બોલીવૂડના સ્ટાર્સ પર રિયલ સ્ટાર પીવી સિંધુને અભિનંદન પાઠવી રહ્યા છે. સૌ કોઈ સોશિયલ મીડિયા પર તેમના માટે શુભેચ્છાઓનો વરસાદ વરસાવી રહ્યા છે. અને આ જીતને ભારતની જીત તરીકે સૌ ઉજવી રહ્યા છે. ચાલો જાણીએ કોણે શું કરી છે ટ્વીટ.

અક્ષય કુમારે (Akshay Kumar) પણ પાઠવ્યા અભિનંદન.

તાપસી પન્નુએ (Taapsee Pannu) ટ્વિટ કર્યું, ‘આપણી છોકરી બ્રોન્ઝ લઈને ઘરે આવી રહી છે. સિંધુએ કરી બાતાવ્યું. એક સમયે એક રંગ. કમ ઓન ચેમ્પ. આ ઉજવણીનો સમય છે. તમારી જીતની ઉજવણી થશે.

સની દેઓલે (Sunny Deol) ટ્વિટ કર્યું, આપણને સૌને પીવી સિંધુ પર ગર્વ છે. ઓલિમ્પિકમાં 2 મેડલ મેળવનાર પ્રથમ મહિલા. ભારતને તમારા પર ગર્વ છે.

દિયા મિર્ઝાએ (Dia Mirza) ટ્વિટ કર્યું, તમે ગોલ્ડ ગર્લછો પીવી સિંધુ. ભારતને તમારા પર ગર્વ છે.

અદનાન સામીએ (Adnan Sami) ટ્વિટ કર્યું, ફેન્ટાસ્ટિક… અભિનંદન પીવી સિંધુ.

https://twitter.com/AdnanSamiLive/status/1421816878675202051

અભિષેક બચ્ચને (Abhishek Bachchan) લખ્યું, પીવી સિંધુને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન અને આ સાથે તમે ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ મહિલા બન્યા છો. ભારતને તમારા પર ગર્વ છે.

નેહા ધૂપિયાએ (Neha Dhupia) લખ્યું, ‘પીવી સિંધુ તમે ઈતિહાસ રચ્યો છે. આ શાનદાર પ્રદર્શન હતું. તમારી નાની ફેન મેહર ધૂપિયા તમને ચીયર કરી રહી છે. તે બેડમિન્ટનને બૈડમ કહે છે. અમને તમારા પર ગર્વ છે. જય હિન્દ. ‘

આ પણ વાંચો: અનુ મલિક સોશિયલ મીડિયા પર થયા જોરદાર ટ્રોલ, આ દેશભક્તિ ગીતમાં ઈઝરાયેલના રાષ્ટ્રગીતની ધૂન ચોરવાનો આરોપ

આ પણ વાંચો: Bigg Boss OTT: આ મિત્રને કારણે કરણ જોહર નથી જઈ શકતા બિગ બોસના ઘરની અંદર, કોણ છે તે મિત્ર?