અદા ખાને બોલ ગાઉનમાં કરાવ્યું શાનદાર ફોટોશૂટ, ચાહકો થયા તેની ‘અદા’ પર આફરીન

અદા ખાન એ સોશિયલ મીડિયા પર જાણીતી હસ્તી ગણાય છે. તેણી તેની આકર્ષક અને ક્યૂટ 'અદા'થી આજે દરેક દર્શકનું દિલ જીતી રહી છે. અદા તેના ફેન્સ સાથે પોતાના જીવનની તમામ પળો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

અદા ખાને બોલ ગાઉનમાં કરાવ્યું શાનદાર ફોટોશૂટ, ચાહકો થયા તેની અદા પર આફરીન
Adaa Khan - File Photo
| Edited By: | Updated on: Mar 25, 2022 | 9:43 PM

અદા ખાન (Adaa Khan) એ ટેલીવુડની (Tellywood) સૌથી આકર્ષક સિતારામાંની એક ગણાય છે. અદા ખાન તેની યુનિક હેર સ્ટાઇલ અને રેડ હેરકલર, હેવી આઈ મેકઅપ લુકના કારણે નેટિઝન્સની તારીફ વારંવાર મેળવતી રહે છે. અદા ખાન તેના સોશિયલ મીડિયા પર વારંવાર વિવિધ બ્રાન્ડઝ માટે કરાવેલા ફોટોશૂટ્સ શેર કરતી રહે છે. તાજેતરમાં તેણીએ બોલ ગાઉન પહેરીને કરાવેલા ફોટોશૂટની તસવીરો ખુબ ઝડપથી વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે અદા ખાન એ ટેલીવુડમાં ‘નાગિન’ (Naagin) સીરિયલમાં શેષાનું પાત્ર ભજવીને ઘરે-ઘરે જાણીતી થઇ ચુકી છે.

ટીવીની ફેમસ નાગિન અદા ખાનનો નવો લૂક ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ તસવીરમાં અભિનેત્રી નેટ મટિરિયલના ક્લોથિંગમાં ઢંકાયેલી જોવા મળી રહી છે. આ તસવીરમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. અદા ખાને ટીવી સિરિયલમાં ‘નાગિન’નો રોલ કરીને લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. અદા પોતાની અદભુત ફેશન સ્ટાઈલ ઉપરાંત ઉત્કૃષ્ટ એક્ટિંગ માટે પણ જાણીતી છે.

અદા આપી રહી છે ટેબલ પર પોઝ

આ લેટેસ્ટ તસવીરમાં અદા ખાન ટેબલ પર પોઝ આપતી જોવા મળે છે. જેમાં તેણીએ પારદર્શક કપડાં વડે પોતાના શરીરને ઢાંક્યું છે. તેણીનો આ કાતિલ લૂક અત્યારે લોકોમાં ખાસી ચર્ચા જગાવી રહ્યો છે.

પોતાના આ આકર્ષક લુકને કમ્પ્લીટ કરવા માટે ‘નાગિને’ ખુલ્લા વાળ કેરી કર્યા છે અને હળવો ન્યૂડ મેકઅપ પણ કર્યો છે. નેટિઝન્સ અદાની આ હેર સ્ટાઈલના ખુબ જ વખાણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, અભિનેત્રી અદા ખાન એ અત્યારે માર્કેટિંગના માંધાતાઓની પ્રથમ પસંદગી ગણાય છે. તેની જબરદસ્ત ફેન ફોલોવિંગના કારણે અનેક બ્રાન્ડ્સ સાથે અભિનેત્રી જાહેરાત કરી રહી છે.

આ સુંદર તસવીરો અદા ખાને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તસવીર શેર કરતાં અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે – ‘તોફાનની નિર્દોષતા.’ આ તસવીરને અત્યાર સુધીમાં લાખો લાઇક્સ મળી ચુકી છે.

યુઝર્સ અદાના લુકના વખાણ કરી રહ્યા છે

અદા ખાનની સોશિયલ મીડિયા પર શેર થયેલી આ તસવીરોમાં ચાહકો અઢળક પ્રેમ વરસાવી રહ્યા છે. અનેક યુઝર્સને અદા ખાનની આ સુંદરતા ઈશ્વરીય ભેટ લાગે છે. તો અમુક યુઝર્સ તેની સુંદરતાને ‘મેસ્મરાઇઝીંગ’ બતાવી રહ્યા છે. અદાના વફાદાર ચાહકોએ તેની આ તમામ તસવીરોમાં હાર્ટ આઈઝ ઇમોજીસના ઢગલા કરી દીધા છે.

‘નાગિન’થી મળી અદાને ખ્યાતિ

ભૂતકાળમાં પણ અદા ખાન ઘણી સીરિયલ્સમાં જોવા મળી છે. પરંતુ તેને એકતા કપૂરના શો ‘નાગિન’થી અકલ્પનીય ખ્યાતિ મળી હતી. તમને જણાવી દઈએ કે, અદા ખાન ‘નાગિન’ની તમામ સીઝનમાં જોવા મળી છે. ખાસ વાત એ છે કે દરેક સીઝનમાં તેનો લુક પહેલા કરતા વધુ પસંદ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો – તેજસ્વી પ્રકાશના બાળપણની ક્યૂટ તસવીરો ઇન્ટરનેટ પર થઇ રહી છે વાયરલ, જુઓ Photos