બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) પતિ રાજ કુન્દ્રા(Raj Kundra) હાલમાં અશ્વલીલ ફિલ્મો બનાવવા અને તેનું વિતરણ કરવાના કેસમાં જામીન પર બહાર છે. લગભગ 60 દિવસ જેલમાં રહ્યા બાદ બહાર આવેલા કુન્દ્રાએ અશ્વલીલ ફિલ્મો બનાવવાના કેસમાં પ્રથમ વખત પોતાનું સત્તાવાર નિવેદન (Official Statement) જાહેર કર્યું છે. તેણે કહ્યું કે, આ મામલો હજુ વિચારણા હેઠળ છે પરંતુ કમનસીબે લોકોએ મારા પરિવારને પહેલા જ “દોષિત” જાહેર કરી દીધુ છે.
જેલમાંથી બહાર આવ્યા બાદ પ્રથમ વખત આપ્યુ સતાવાર નિવેદન
રાજ કુન્દ્રાએ તેમનું નિવેદન આપીને કહ્યું, “ઘણા ચિંતન પછી, મને લાગ્યું કે તમામ ભ્રામક અને બેજવાબદાર નિવેદનો સામે મારા મૌનને નબળાઈ માનવામાં આવી રહી છે. હું કહેવા માંગુ છું કે, મારા જીવનમાં ક્યારેય મેં “અશ્વલીલ” ફિલ્મ બનાવી નથી અને વિતરણ પણ કરેલુ નથી.”
સત્યનો વિજય થશે : રાજ કુન્દ્રા
આ મામલો ન્યાયાધીન છે તેથી હું વધારે સમજાવી શકતો નથી, પરંતુ હું ટ્રાયલનો સામનો કરવા તૈયાર છું અને ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ રાખું છું, જ્યાં સત્યનો વિજય થશે. જો કે, કમનસીબે લોકોએ અગાઉથી જ મારા પરિવારને “દોષિત” જાહેર કરી દીધો છે.જેને કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
સુપ્રીમ કોર્ટમાંથી રાજ કુન્દ્રાને રાહત મળી
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Actress Shilpa Shetty) ના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાને (Raj Kundra) સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. કોર્ટે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ પર 4 અઠવાડિયા માટે રોક લગાવી દીધી હતી.આ કેસમાં શિલ્પા શેટ્ટીના પતિ રાજની ક્રાઈમ બ્રાન્ચે જુલાઈ મહિનામાં ધરપકડ કરી હતી. હોટશોટ એપ દ્વારા એડલ્ટ કન્ટેન્ટ બતાવવા અને વેચવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી.
રાજ લાઈમલાઈટથી દૂર
તમને જણાવી દઈએ કે જેલમાંથી ઘરે આવ્યા બાદ રાજ ઘણા સમયથી તે લાઈમલાઈટમાં રહેવાનુ ટાળી રહ્યો હતો. આટલું જ નહીં તે હવે શિલ્પા સાથે કોઈ પાર્ટી કે ઈવેન્ટમાં પણ જતા નથી. જેલમાંથી આવ્યાના થોડા દિવસો બાદ રાજે તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ ડિલીટ કરીને સૌ કોઈને ચોંકાવી દીધા હતા.
આ પણ વાંચો : નિક જોનાસ ‘The Matrix Resurrections’ના સ્પેશિયલ પ્રીમિયરમાં હાજર નહોતો રહ્યો, પ્રિયંકા ચોપરાએ જણાવ્યું આ કારણ
આ પણ વાંચો : Video: કરીના કપૂરે ખાસ અંદાજમાં પુત્ર તૈમૂરને આપી જન્મદિવસની શુભેચ્છા, વીડિયો થયો વાયરલ