અભિનેત્રી રકુલ પ્રીત સિંહે ટૂ-પીસ બિકિનીમાં પાથર્યો તેની અદાઓનો જાદુ…

સાઉથની ફિલ્મોથી લઈને બોલિવૂડ સુધી પોતાના શ્રેષ્ઠ અભિનયથી દુનિયાભરના લોકોને દિવાના બનાવનાર અભિનેત્રી રકુલ પ્રીત સિંહ માત્ર ચાહકોની જ નહીં પરંતુ નિર્માતાઓની પણ હંમેશા પહેલી પસંદ છે. એક્ટિંગની સાથે પોતાની બોલ્ડ સ્ટાઇલના કારણે પણ સતત ચર્ચામાં રહે છે.

અભિનેત્રી રકુલ પ્રીત સિંહે ટૂ-પીસ બિકિનીમાં પાથર્યો તેની અદાઓનો જાદુ...
Rakul Preet Singh - File Photo
| Edited By: | Updated on: Mar 12, 2022 | 12:17 AM

બૉલીવુડ સેન્શેસન ગણાતી અભિનેત્રી રકુલ પ્રીત સિંહે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર એક તસવીર શેર કરી છે, જેને જોઈને લોકોના હોશ ઉડી ગયા છે. તેણે ફરી એકવાર બોલ્ડનેસની તમામ હદો વટાવી દીધી છે. તેની આ આકર્ષક તસવીરે ઇન્ટરનેટનું તાપમાન વધાર્યું છે.

રકુલની બોલ્ડનેસ જોઈને ચાહકો રહી ગયા દંગ 

રકુલ આ દિવસોમાં તેની ફિલ્મો કરતાં વધુ સોશિયલ મીડિયા પોસ્ટ્સને કારણે સમાચારમાં છે. પરંતુ આ વખતે રકુલનો એવો લુક સામે આવ્યો છે કે લોકો તેને જોઈને દંગ રહી ગયા છે. રકુલ આ તસવીરમાં લાલ રંગની બિકીની પહેરેલી જોવા મળી હતી.

 

રકુલનો આ તસવીરમાં કુલ અવતાર જોવા મળી રહ્યો છે. આ ફોટોમાં રકુલ રેડ કલરની બિકીની પહેરેલી જોવા મળી રહી છે. આ લૂકને પૂર્ણ કરવા અભિનેત્રીએ કલરફુલ શ્રગ કેરી કર્યું છે. અભિનેત્રીએ તેના પરફેક્ટ ફિગરને આ તસવીરમાં ફ્લોન્ટ કર્યું છે. જો કે, આવું પહેલીવાર જ નથી થયું કે જ્યારે રકુલના કુલ અને બોલ્ડ અંદાજની ચર્ચા ના કરવામાં આવી હોય. તેણીએ થોડા સમય પહેલા હોટ નિયૉન પિન્ક કલરના સ્વિમસ્યૂટમાં પણ તસવીર અપલોડ કરી હતી.

રકુલે આ ઉપરાંત, તાજેતરમાં પાણીની વચ્ચે ઊભા રહીને ‘sunkissed’ તસવીર પીએન શેર કરી હતી. જેમાં તેણી ક્રિસ-ક્રોસ બેક ડિઝાઇનવાળી બિકિની સ્યૂટમાં નજર આવી રહી હતી. આ તસવીર પણ ઇન્ટરનેટ ખૂબ જ વાઇરલ થઈ હતી.

આ ફિલ્મોમાં રકુલ જોવા મળશે

રકુલના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ સમયે તેની પાસે ઘણી ફિલ્મો છે. ટૂંક સમયમાં તેણી ‘અટેક’, ‘રનવે 34’, ‘ડૉક્ટર જી’, ‘છત્રીવાલી’ અને ‘થેંક ગોડ’ ફિલ્મોમાં જોવા મળશે. હિન્દી સિનેમા સિવાય રકુલ પાસે સાઉથની ઘણી ફિલ્મોની પણ ઓફર છે.

આ પણ વાંચો – દીપિકા પાદુકોણે તેની માતા વિષે કર્યો આ રસપ્રદ ખુલાસો

આ પણ વાંચો – કેટરીના કૈફ આ ગ્રીન શોર્ટ ડ્રેસમાં ઇન્ટરનેટ પર મચાવી રહી છે તહેલકો