કોલકાતામાં પોર્ન રેકેટનો ભાંડો ફૂટ્યો, અશ્લીલ ફિલ્મોની માસ્ટર માઈન્ડ આ મહિલાની થઈ ધરપકડ

રાજ કુંદ્રાના કેસમાં નવા નવા ખુલાસા થાય છે, તો બીજી તરફ કોલકાતામાં પણ એક પોર્ન રેકેટ પકડાયું છે. હાલમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. હવે પોલીસ આગળ તપાસ હાથ ધરાશે/

કોલકાતામાં પોર્ન રેકેટનો ભાંડો ફૂટ્યો, અશ્લીલ ફિલ્મોની માસ્ટર માઈન્ડ આ મહિલાની થઈ ધરપકડ
Actress Nandita dutta aka Nancy Bhabhi arrested for forcibly making dirty videos of models
| Edited By: | Updated on: Jul 31, 2021 | 2:44 PM

મુંબઈ પોલીસે બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની (Raj Kundra) પોર્ન અને અશ્લીલ ફિલ્મો બનાવવા બદલ ધરપકડ કર્યા બાદ હવે કોલકત્તામાં પણ આ રેકેટનો પર્દાફાશ થયો છે. બે યુવતીઓની ફોટોશૂટના નામે અશ્લીલ ફિલ્મ બનાવીને તેને સાઈટ પર અપલોડ કરવાના આરીઓમાં પોલીસે એક અભિનેત્રી સહિત બે લોકોની ધરપકડ કરી છે.

આ ઘટના ન્યૂ ટાઉન પોલીસ સ્ટેશન હેઠળની ફાઇવ સ્ટાર હોટલની છે. આરોપીઓના નામ મૌનક ઘોષ અને નંદિતા દત્તા (Nandita Dutta) જણાવવામાં આવ્યા છે. બંનેની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં આરોપીઓની પૂછપરછ કરીને પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે રાજ કુંદ્રા સાથે તેમનો કોઈ સંબંધ છે કે નહીં. તમને જણાવી દઈએ કે નંદિતા દત્તાએ મોડેલિંગથી અભિનયની દુનિયામાં પગ મૂક્યો છે.

અશ્લીલ ફિલ્મો બનાવવાનો આરોપ

પોલીસનું કહેવું છે કે આ બંને પર નવી છોકરીઓને વેબ સિરીઝમાં કામ કરવા માટે લાલચ આપીને તેમજ તેમને ધમકી આપીને બળજબરીથી અશ્લીલ ફિલ્મોનું શૂટિંગ કરવાનો આરોપ છે. નંદિતા દત્તાએ પોતે પણ અશ્લીલ ફિલ્મોમાં કામ કર્યું છે જેમાં તેના પાત્રનું નામ નેન્સી ભાભી (Nancy Bhabhi) હોતું હતું. 26 જુલાઈના રોજ બે મોડલે નંદિતા અને મૈનાક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ પછી, બંનેની પોલીસે તેમના ઘરેથી ધરપકડ કરી હતી.

છેતરીને કર્યું શૂટિંગ

પોલીસના જણાવ્યા અનુસાર, થોડા મહિના પહેલા પીડિત છોકરીઓની ઓળખ સોશિયલ મીડિયા દ્વારા આરોપી નંદિતા દત્તા સાથે થઈ હતી. આરોપ છે કે બંને છોકરીઓને મોડેલિંગ માટે ફોટોશૂટ માટે બોલાવવામાં આવી હતી અને ન્યૂ ટાઉનની એક ફાઇવ સ્ટાર હોટલમાં અશ્લીલ ફિલ્મ બનાવવા માટે દબાણ કરવામાં આવ્યું. શૂટ દરમિયાન છોકરીઓને અશ્લીલ ફિલ્મોની લાલચ આપવામાં આવી હતી. તેમને કહેવામાં’ આવ્યું હતું કે આ ફિલ્મો વિદેશમાં બતાવવામાં આવશે. બાદમાં જ્યારે ફિલ્મ તૈયાર થઈ ત્યારે તેને પોર્ન સાઈટ પર પોસ્ટ કરવામાં આવી. જ્યારે પીડિતાના પડોશના લોકોએ આ વિશે પૂછવાનું શરૂ કર્યું, ત્યારે તેઓએ જોયું કે તેમનો વિડીયો વેબ પોર્ટલ પર ઉપલબ્ધ છે.

પીડિતાએ નોંધાવ્યો કેસ

આ પછી, ફિલ્મના નિર્માતાને વારંવાર વિનંતી કરવા છતાં, તેને વેબસાઇટ પરથી દૂર કરવામાં આવ્યો નહીં. આ પછી, પીડિત છોકરીઓએ 26 જુલાઈએ ન્યૂ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ન્યૂ ટાઉન પોલીસ સ્ટેશનની પોલીસે આ મામલાની તપાસ કરતી વખતે આરોપી મૈનક ઘોષ અને નંદિતા દત્તાની ધરપકડ કરી હતી. આરોપીઓને બારાસાત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ જજે તેમને 4 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. આ કેસમાં કુલ 7 લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસ આ કેસમાં અન્ય ફરાર લોકોની શોધ કરી રહી છે.

 

આ પણ વાંચો: આ મોટા સ્ટાર્સના સંતાનોને ભાગ્યે જ તમે ઓળખતા હશો, જાણો તેમના વિશે અને જુઓ તસ્વીરો

આ પણ વાંચો: જન્મદિવસે કિયારાને મળી મોટી ભેટ, સાઉથના આ સુપરસ્ટાર સાથે રોમાંસ કરતી જોવા મળશે આગામી ફિલ્મમાં