અભિનેત્રી લારા દત્તા કોરોના પોઝિટિવ થઈ, BMCએ તેના બાંદ્રા સ્થિત ઘરને સંપૂર્ણપણે સીલ કર્યું

|

Mar 26, 2022 | 7:15 AM

લારા દત્તા ટૂંક સમયમાં બીજી ઘણી વેબ સિરીઝમાં જોવા મળી શકે છે. તેની અગાઉની વેબ સિરીઝમાં તેના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તે જ સમયે, લારા દત્તાએ પોતે OTT પ્લેટફોર્મ પર કામ કરવા અંગે ખુશી વ્યક્ત કરી હતી.

અભિનેત્રી લારા દત્તા કોરોના પોઝિટિવ થઈ, BMCએ તેના બાંદ્રા સ્થિત ઘરને સંપૂર્ણપણે સીલ કર્યું
Lara Dutta's Home At Bandra, Bombay

Follow us on

લારા દત્તા (Lara Dutta) લાંબા સમયથી ફિલ્મોથી દૂર જોવા મળી રહી છે, અથવા તો તેણીને ફિલ્મોની ઓફર કરવામાં આવી રહી નથી. તેણે થોડા દિવસ પહેલા આ અંગે ખુલાસો કર્યો હતો. પરંતુ હવે લારા દત્તા સાથે જોડાયેલા વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આજે લારા દત્તા કોરોના પોઝિટિવ થઈ હોવાનું સામે આવ્યું છે. અમે તમને જણાવી દઈએ કે, બોલીવુડમાં લારા દત્તા COVID-19થી સંક્રમિત થનારી લેટેસ્ટ સેલિબ્રિટી છે. BMCનાઅધિકારીઓએ તેના બાંદ્રા સ્થિત ઘરને સીલ કરી દીધું છે અને તે વિસ્તારને ‘માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન’ તરીકે જાહેર કર્યો છે.

સુત્રોથી મળતી માહિતી મુજબ, લારા દત્તા કોવિડ-19 ટેસ્ટમાં પોઝીટીવ આવ્યા પછી, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને બાંદ્રામાં તેના મકાનની જગ્યા સીલ કરી દીધી છે. અમે તમને જણાવી દઈએ કે, ભૂપતિ પરિવારમાં માત્ર લારા દત્તાને જ કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

લારા દત્તા કોરોના પોઝિટિવ આવી – 

 

 

તાજેતરમાં, લારા દત્તાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની પુત્રી અને અભિનેત્રી સેલિના જેટલીના (Celina Jaitly) બાળકો સાથે જૂની તસવીર શેર કરી હતી. આ સુંદર પોસ્ટને કેપ્શન આપતા લારાએ લખ્યું કે, ”તમારી સ્પાઈડર ગર્લ તમને યાદ કરશે !! હેપી બર્થડે… તમે જીવનભર ખુશ રહો!! અમે તમને જણાવી દઈએ કે, તેણીએ આ પોસ્ટ શેર કરતાની સાથે જ, સેલિનાએ ટિપ્પણી કરી કે, “મારા પ્રિય બિયરને એક મોટું આલિંગન.. અને ઘણો બધો પ્રેમ.”

જો લારાની રિસેન્ટ કરિયરની વાત કરીએ તો, વર્ક ફ્રન્ટ પર, લારા દત્તા છેલ્લે અક્ષય કુમારની ‘બેલ બોટમ’માં વાણી કપૂર અને હુમા કુરેશી સાથે જોવા મળી હતી. આ ઉપરાંત, તેણીએ ડિજિટલ પ્લેટફોર્મ પર ‘હિચક્સ એન્ડ હૂકઅપ્સ’, ‘સો’ અને ‘કૌન બનેગા શિખરવતી’ સહિતના કેટલાક પ્રોજેક્ટ્સ કર્યા છે.

લારાએ ઘણી વેબ સિરીઝમાં કામ કર્યું છે –

લારા દત્તા ટૂંક સમયમાં બીજી ઘણી વેબ સિરીઝમાં જોવા મળી શકે છે. તેની અગાઉની વેબ સિરીઝમાં તેના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તે જ સમયે, લારા દત્તાએ પોતે OTT પ્લેટફોર્મ પર કામ કરવા અંગે ખુશી વ્યક્ત કરી હતી. અમે તમને જણાવી દઈએ કે, લારા દત્તા અવારનવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તેણીએ તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં બોલિવૂડ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેણીએ આ ઈન્ટરવ્યુમાં હવે ફિલ્મો ન મળવાનું દર્દ શેયર કર્યું હતું.

આ પણ વાંચો – અદા ખાને બોલ ગાઉનમાં કરાવ્યું શાનદાર ફોટોશૂટ, ચાહકો થયા તેની ‘અદા’ પર આફરીન

Published On - 9:55 pm, Fri, 25 March 22

Next Article