Kareena Kapoor : કરીના કપૂરે ફેન્સને સાથે શેર કરી દીધી એવી તસ્વીર કે ફેન્સ બોલ્યા, તૈમુર ક્યાં છે ?

|

Oct 26, 2021 | 9:49 AM

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) સોશિયલ મીડિયા (Social media) પર ખૂબ જ એક્ટિવ છે, તે દરરોજ પોતાની તસ્વીર અને વીડિયો શેર કરતી રહે છે. એક્ટ્રેસએ હાલમાં જ તેની માતા સાથે એક તસ્વીર શેર કરી છે.

Kareena Kapoor : કરીના કપૂરે ફેન્સને સાથે શેર કરી દીધી એવી તસ્વીર કે ફેન્સ બોલ્યા, તૈમુર ક્યાં છે ?
Kareena Kapoor Khan shared selfie

Follow us on

કરીના કપૂર ખાનની(kareena kapoor khan)  ગણના  બોલીવુડની ટોપની એક્ટ્રેસમાં કરવામાં આવે છે. તેનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ બધાને પસંદ આવે છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ કરીનાએ માતા બબીતા ​​કપૂર (babita kapoor) સાથે એક સેલ્ફી શેર કરી છે. ફેન્સને તેની આ તસ્વીર ખૂબ પસંદ આવી છે. આ તસ્વીરમાં જોઈ શકાય છે કે, એક્ટ્રેસ તેની માતા સાથે બેઠેલી જોવા મળે છે. આ ફોટામાં માતા ખીર ખાઈ રહી છે અને પુત્રી સોફા પર બેસીને સેલ્ફી લઈ રહી છે.

આ તસવીરમાં માતા અને પુત્રી સાથે પિતા રણધીર કપૂરનો ફ્રેમ ફોટો પણ દેખાઈ રહ્યો છે. આ સેલ્ફી શેર કરતા કરીનાએ કેપ્શનમાં લખ્યું- જ્યારે માતા ખીર ખાઈ રહી છે અને દીકરી પોઝ આપી રહી છે. બંનેની તસવીરફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

એક યુઝરે લખ્યું, મેં તમારી સેલ્ફી ખૂબ જ મિસ કરી. અન્ય એક ફેન્સે લખ્યું, મોટો દીકરો તૈમુર અલી ખાન ક્યાં છે ? આના એક દિવસ પહેલા કરીના તેના નાના પુત્ર જહાંગીર ખાન સાથે પિતાના ઘરે પહોંચી હતી. તેમની મોટી પુત્રી કરિશ્મા કપૂર પણ માતા-પિતાને મળવા આવી હતી. જ્યાં પેપરાઝીએ ઘણા ફોટા ક્લિક કર્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે કરીનાનો આ ફોટો રણધીર કપૂરના ઘરનો છે.

તમને જણાવી દઈએ કે, રણધીર અને બબીતાના લગ્ન વર્ષ 1971માં થયા હતા. 1988માં ફિલ્મ ‘કલ આજ ઔર કલ’ રીલિઝ થયા બાદથી બંને અલગ-અલગ રહેતા હતા. પરંતુ બંનેએ ક્યારેય છૂટાછેડા લીધા નથી.

નોંધનીય છે કે,રણધીર કપૂર થોડા દિવસો પહેલા ‘ધ કપિલ શર્મા’ શોમાં જોવા મળ્યો હતો. તેણે કહ્યું હતું કેહું ટાઈમપાસ કરી રહ્યો હતો ત્યારે મારા પિતાએ કહ્યું કે, મારે લગ્ન કરવાનો કોઈ ઈરાદો છે કે નહીં. ત્યારે રણધીરે કહ્યું હતું કે તે બબીતા ​​સાથે લગ્ન કરવા માંગે છે. ત્યારે રાજ કપૂરે કહ્યું, “કયારે લગ્ન કરશે જયારે તે વૃદ્ધ થશે ત્યારે ?”. રણધીરે કહ્યું કે તેણે ક્યારેય બબીતાને પ્રપોઝ કર્યું નથી. તેના માતા-પિતાએ વાત કરી હતી. ગયા વર્ષે, રણધીર કપૂર ચંબુરમાં પોતાનું ઘર છોડીને બ્રાન્દ્રાના ઘરે શિફ્ટ થઈ ગયા હતા. તેનું આ ઘર કરીના અને કરિશ્માના ઘર પાસે છે.

આ પણ વાંચો : Bank Holidays in November 2021 : દિવાળીના તહેવાર સહીત નવેમ્બરમાં કેટલા દિવસ બેંક બંધ રહેશે? રજાઓની યાદી તપાસીને કરો કામનું પ્લાનિંગ

આ પણ વાંચો : Alert ! 1 નવેમ્બરથી સેમસંગ, એપલ સહિત આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, જુઓ સંપૂર્ણ લીસ્ટ

Next Article