Jacqueline Fernandez : સુકેશ ચંદ્રશેખર ( Sukesh Chandrashekhar) સાથેના સંબંધોને કારણે Enforcement Directorateના રડારમાં આવેલી બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝની પરેશાનીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સુકેશ ચંદ્રશેખર કેસમાં ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez)વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. EDએ જેકલીનની 7 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે
અભિનેત્રી જેકલીન સામે EDની મોટી કાર્યવાહી, ED 7 કરોડની સંપત્તિ જપ્ત કરી#ED #JacquelineFernandez
Read: https://t.co/bSn1exJzdQ pic.twitter.com/TBeBhGeieV
— Tv9 Gujarati (@tv9gujarati) April 30, 2022
આ સમગ્ર મામલો સુકેશ ચંદ્રશેખર( Sukesh Chandrashekhar) સાથે સંબંધિત છે. સુકેશ ચંદ્રશેખર પર લોકોને 200 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો અને જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) પર કેટલાક પૈસા ખર્ચવાનો આરોપ છે. સુકેશ ચંદ્રશેખર હાલ તિહાર જેલમાં બંધ છે. તેણે પૂછપરછ દરમિયાન જેકલીન ફર્નાન્ડીઝ સહિત બોલિવૂડની કેટલીક હસ્તીઓના નામ જાહેર કર્યા છે.
EDના સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસમાં જાણવા મળ્યું છે કે સુકેશે જેકલીનના માતા-પિતા અને અમેરિકામાં રહેતી તેની બહેનને મોંઘા વાહનો ગિફ્ટ કર્યા હતા. તે જ સમયે સુકેશે તેના ભાઈને 15 લાખ રૂપિયા પણ આપ્યા હતા. રિપોર્ટ્સમાં એવું પણ સામે આવ્યું છે કે સુકેશે જેકલીનને એક ઘોડો પણ ભેટમાં આપ્યો હતો. પૂછપરછ દરમિયાન, જેક્લિને તેના નિવેદનમાં જણાવ્યું હતું કે સુકેશ તેના માતા-પિતાને પૈસા આપવાથી લઈને લક્ઝરી હોટલમાં જેકલીનના રોકાણનો ખર્ચ ઉઠાવતો હતો.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
આ પણ વાંચો : અદાલતોમાં સ્થાનિક ભાષાઓને પ્રોત્સાહન આપવું જરૂરી, સામાન્ય માણસ માટે કાયદાની ગૂંચવણો છે ગંભીર બાબત – પીએમ મોદી
Published On - 1:18 pm, Sat, 30 April 22