સોનુ સૂદની દરિયાદિલી : અભિનેતા તેના વતન મોગાની દિકરીઓને આપશે સાયકલ, જાણો સમગ્ર વિગત

|

Jan 05, 2022 | 6:31 PM

સોનુ સૂદ છોકરીઓના શિક્ષણમાં (Girls Education) હંમેશા મદદ કરતા જોવા મળે છે. ત્યારે ફરી એકવાર સોનુ પોતાના શહેર મોગાની દિકરીઓ માટે એક ખાસ પહેલ શરૂ કરવા જઈ રહ્યો છે.

સોનુ સૂદની દરિયાદિલી : અભિનેતા તેના વતન મોગાની દિકરીઓને આપશે સાયકલ, જાણો સમગ્ર વિગત
sonu sood will distribute 1000 cycles to school girls

Follow us on

Punjab: કોરોનાની બીજી લહેર બાદ ફરી એકવાર કોરોનાની(Corona)  દહેશત જોવા મળી રહી છે. બીજી તરફ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોને (Omicron Variant) પણ ચિંતા વધારી છે. આવી સ્થિતિમાં ગરીબોના મસીહા ગણાતા અભિનેતા સોનુ સૂદ (Actor Sonu Sood) ફરી એકવાર લોકોને મદદ કરવા તૈયારી દર્શાવી છે.

કોરોના મહામારીની શરૂઆતમાં લોકોની મદદ કરી રહેલા સોનુએ ફરી એકવાર લોકોને ખાતરી આપી છે કે નવા વર્ષની શરૂઆતમાં તે હંમેશા ભારતીયોની સાથે છે. જ્યારે પણ મુશ્કેલીમાં ફસાયેલા લોકોએ સોનુ પાસે મદદ માંગી છે, ત્યારે અભિનેતાએ ક્યારેય કોઈને નિરાશ કર્યા નથી.

સોનુ સૂદ શાળાની છોકરીઓને આપશે સાયકલ

સોનુ સૂદ છોકરીઓના શિક્ષણમાં (Girls Education) હંમેશા મદદ કરતા જોવા મળે છે. ત્યારે ફરી એકવાર સોનુ પોતાના શહેર મોગાની દિકરીઓ માટે એક ખાસ પહેલ શરૂ કરવા જઈ રહ્યો છે. અહેવાલો અનુસાર સોનુ તેની બહેન માલવિકા સૂદ સચ્ચર (Malvika Sood) સાથે મળીને 1,000 સ્કૂલની વિદ્યાર્થિનીઓને સાયકલનું વિતરણ કરશે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

આ અભિયાન હેઠળ મોગા અને આસપાસના ગામડાના 40-45 ગામની છોકરીઓને સાયકલ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે સોનુની બહેન માલવિકા ચેરિટી ફાઉન્ડેશન (Charity Foundation) સાથે કામ કરે છે. ઉપરાંત મોગા તેમનું સૌથી પ્રિય શહેર છે. સોનુએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાના શહેર મોગાના મંદિરની બહારની તસવીર શેર કરીને જૂના દિવસોને યાદ કર્યા છે.

 

વિદ્યાર્થીનીઓ માટે સોનુ સૂદની અનોખી પહેલ

અહેવાલ મુજબ ‘શાળાના બાળકો માટે શિયાળામાં ઘરથી લાંબા અંતરની મુસાફરી કરીને શાળાએ (School) જવું ખૂબ મુશ્કેલ છે. તેથી જ સોનુ સૂદ તેના વતન મોગાની દિકરીઓની મદદ કરી રહ્યો છે. 8થી 12માં ધોરણ સુધીની વિદ્યાર્થિનીઓને આ સાયકલ(Cycle) આપવામાં આવશે, જેથી કરીને તેઓ કોઈપણ મુશ્કેલી વિના શાળાએ પહોંચી શકે. તમને જણાવી દઈએ કે આ પહેલા સોનુ સૂદે સોશિયલ મીડિયા (Social Media) પર એક પોસ્ટ કરીને લોકોને મદદનો હુંકાર કર્યો હતો.

 

 

આ પણ વાંચો : ટેલિવિઝનની દુનિયા પર કોરોનાનો કહેર યથાવત, આ પોપ્યુલર એક્ટ્રેસ થઈ કોરોના સંક્રમિત

Next Article