સાઉથના સુપરસ્ટાર રજનીકાંત (Rajinikanth)ને ગુરુવારે ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની ટીમના જણાવ્યા અનુસાર તેમને ‘રૂટીન ચેકઅપ’ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તે સાંજે 4.30 કલાકે હોસ્પિટલ પહોંચ્યા હતા. સોમવારે જ રજનીકાંતને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
દિલ્હીમાં આયોજિત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારા રજનીકાંતને દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. રજનીકાંતે તેમનો પુરસ્કાર નિર્માતાઓ, દિગ્દર્શકો, ફિલ્મ ફર્ટિનિટી અને ચાહકોને સમર્પિત કર્યો છે. રજનીકાંતની આગામી ફિલ્મ અન્નત્થે 4 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. સિરુથાઈ શિવા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ સન પિક્ચર્સ દ્વારા નિર્મિત છે.
Actor Rajinikanth has been admitted to Kauvery Hospital in Chennai, says the hospital. pic.twitter.com/ONK6w0icrt
— ANI (@ANI) October 28, 2021
27 ઓક્ટોબરે ચેન્નાઈના એક ખાનગી સ્ટુડિયોમાં અન્નત્થેનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. અભિનેતા રજનીકાંતે બુધવારે એક ખાનગી સ્ક્રીનિંગમાં પરિવાર સાથે ફિલ્મ જોઈ હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં 70 વર્ષીય ફિલ્મ અભિનેતાને તેમના બ્લડ પ્રેશરમાં થાક અને વધઘટનો અનુભવ થતાં હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે તેઓ એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. બાદમાં તેમને બે દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
થોડા દિવસો પછી તેમણે જાહેરાત કરી કે તેઓ રાજકીય પાર્ટી શરૂ નહીં કરે, જે તેમને 2021માં તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલા શરૂ કરવા માટે યોજના બનાવી હતી. તેમણે કહ્યું કે તેમની તાજેતરની તબિયતની બીક ભગવાન તરફથી ચેતવણી છે. તે સમયે તેમણે કહ્યું હતું કે હું તેને ભગવાન દ્વારા આપવામાં આવેલી ચેતવણી તરીકે જોઉં છું.
જો મેં પાર્ટી શરૂ કર્યા પછી માત્ર મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા જ પ્રચાર કર્યો તો હું લોકોમાં રાજકીય ઉથલપાથલ સર્જી શકીશ નહીં. રાજકીય અનુભવ ધરાવનાર કોઈ પણ આ વાસ્તવિકતાને નકારી શકશે નહીં. આ પહેલા સુપરસ્ટારનું કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ થઈ ચૂક્યું છે.
મંગળવારે અભિનેતા રજનીકાંતે પોતાની સ્ટાઈલ જેવી એક અલગ એપ લોન્ચ કરી છે, જેનું નામ Hoote છે. તે વૉઈસ આધારિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે અને તેનું નામ Hoote છે. આ પ્લેટફોર્મ એક નહીં પરંતુ આઠ ભાષાઓના સપોર્ટ સાથે આવે છે. જેમાં ભારત સહિત વિદેશી ભાષાઓ પણ સામેલ છે. ભારતીય ભાષાઓમાં હિન્દી, તમિલ, મરાઠી, મલયાલમ, કન્નડ, બંગાળી અને ગુજરાતીનો સપોર્ટ છે.
જો કે આ એપ માટેની સફર એટલી સરળ નહીં હોય કારણ કે ભારતીય બજારમાં પહેલેથી જ ઘણી સોશિયલ મીડિયા એપ્સ છે. Hoote એપને એવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે મેસેજ ટાઈપ થતો નથી પણ બોલવામાં આવે છે અથવા એમ કહીએ કે આ એપ વોઈસ નોટ આધારિત એપ છે. એકવાર વૉઈસ નોટ રેકોર્ડ કરીને યૂઝર્સ તેમાં પોતાના અનુસાર સંગીત અને ઇમેજ ઉમેરી શકે છે.
આ પણ વાંચો :- Allu Arjun દર્શકોને અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશી જોવાની કરી અપીલ, કરણ જોહરે તેમને કહ્યા રિયલ સુપરસ્ટાર
આ પણ વાંચો :- Shah Rukh Khanના પુત્ર આર્યનને મળી ગયા જામીન, અભિનેતાના ઘરની બહાર લાગી ભીડ, જુઓ Photos
Published On - 10:53 pm, Thu, 28 October 21