આમિર ખાનની દીકરી આયરા ખાન ડિપ્રેશનથી લડી રહી છે, ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો અનુભવ

અભિનેતા આમિર ખાનની (Aamir Khan) પુત્રી આયરા ખાને તેના ઈન્સ્ટાગ્રામ પર એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આયરાએ કહ્યું કે તે ડિપ્રેશન જેવી ગંભીર સમસ્યાનો સામનો કરી રહી છે. તેણીએ કહ્યું છે કે, તે ચિંતાના કારણે ઊંઘી શકતી નથી.

આમિર ખાનની દીકરી આયરા ખાન ડિપ્રેશનથી લડી રહી છે, ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો અનુભવ
Ira Khan & Aamir Khan (File Photo)
| Edited By: | Updated on: May 01, 2022 | 5:52 PM

બોલિવૂડ (Bollywood) એક્ટર આમિર ખાન (Aamir Khan) આ દિવસોમાં પોતાની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને લઈને સતત ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા આમિરની આગામી ફિલ્મનું પહેલું ગીત કહાની રિલીઝ થયું હતું. આમિર ખાન સાથે તેની પુત્રી આયરા ખાન (Ayra Khan) પણ આજકાલ ચર્ચામાં રહે છે. તાજેતરમાં, આયરા વિશે ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. આયરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેણે હજી સુધી બોલિવૂડમાં આવવા અંગે કોઈ ખુલાસો કર્યો નથી, પરંતુ તેમ છતાં તેની ફેન ફોલોઈંગ ઘણી જબરદસ્ત જોવા મળી રહી છે.

આયરાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની ગંભીર સમસ્યાનો ખુલાસો કર્યો છે. તેણે એક પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે, તે તેના જીવનમાં ડિપ્રેશન જેવી ભયંકર સમસ્યા સાથે સંઘર્ષ કરી રહી છે. આટલું જ નહીં ડિપ્રેશનની સાથે હવે એ વાત પણ સામે આવી રહી છે કે ડિપ્રેશન બાદ આયરા બીજી બીમારીનો શિકાર બની ગઈ છે.

આયરા રાત્રે શાંતિથી સુઈ શકતી નથી

એન્ઝાઈટી એટેકની સમસ્યાથી પીડિત આયરાએ ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરી છે. તેણે કહ્યું કે તેને સૌથી વધુ શું પરેશાન કરી રહ્યું છે. ચાહકો તેની પોસ્ટ પર સતત કોમેન્ટ કરી રહ્યાં છે અને તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરી રહ્યાં છે. આયરાએ ડિપ્રેશન વિશે વાત કરી હતી.

તેની શેર કરેલી પોસ્ટમાં આયરા ખાન સેલ્ફી ક્લિક કરતી જોવા મળે છે. તેણે પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું કે, મને એન્ઝાઈટી એટેક આવવા લાગ્યા છે. આ દરમિયાન ખૂબ જ ગભરાટ અનુભવાય છે અને અંદરથી બેચેનીનો અનુભવ થાય છે. મારુ મન ખૂબ જ અસ્વસ્થ અને અશાંત બની જાય છે. હું રડવા લાગુ છું. આ ખૂબ જ ગભરાટ પેદા કરે છે.

આયરાએ આગળ લખ્યું કે, આ ખૂબ જ ડરામણી લાગણી છે. મારા ડોક્ટરે મને કહ્યું કે જો તે વારંવાર થતું રહે તો ડૉક્ટર સાથે વાત કરો. આવી સ્થિતિમાં હું ખૂબ લાચારી અનુભવું છું. હું સૂવા માંગુ છું પરંતુ ઊંઘી શકતી નથી.

આ પણ વાંચો – અમેરિકન લેખક ક્રિસ ગોરે ‘ધાકડ’ પર કમેન્ટ્સ કરી, સામે આવી કંગના રનૌતની શાનદાર પ્રતિક્રિયા