Aamir Khan Net Worth : બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની (Aamir Khan)પ્રોફેશનલ લાઈફ વિશે તમે બધા જાણો છો. તેણે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. આમિર આજે બોલિવૂડના ટોચના (Bollywood Actors)અભિનેતાઓમાંનો એક છે અને સાથે જ તે સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાંના પણ એક છે.આમિર પાસે લક્ઝરી હાઉસથી લઈને લક્ઝરી વાહનોનુ કલેક્શન(Car Collection) છે.ત્યારે આજે અભિનેતાના જન્મ દિવસ નિમિતે અમે તમને આમિર ખાનની નેટવર્થ વિશે જણાવીશુ.
caknowledgeના રિપોર્ટ અનુસાર, આમિર ખાનની નેટવર્થ 1562 કરોડ છે. જ્યારે અભિનેતાની માસિક આવક 10 કરોડથી વધુ છે અને વર્ષમાં તે 120 કરોડથી વધુની કમાણી કરે છે. તમને જણાવી દઈએ કે,આમિરની નેટવર્થ છેલ્લા થોડા વર્ષોમાં ઘણી વધી ગઈ છે.
આમિર ખાન ફિલ્મો સિવાય જાહેરાતો,નિર્માતા અને સ્ટેજ પરફોર્મન્સ દ્વારા ઘણી કમાણી કરે છે. તે એક જાહેરાત માટે 10-12 કરોડ રૂપિયા લે છે. આ સિવાય તે એક ફિલ્મ માટે 50 કરોડ રૂપિયા લે છે અને તેની સાથે કેટલીક ફિલ્મોના પ્રોફિટ શેર પણ લે છે. ઉલ્લેખનીય છે કે,અભિનેતા આમિર અવારનવાર ચેરિટી કરતા પણ જોવા મળે છે.આમિર ખાન દેશના સૌથી વધુ ટેક્સ ભરનારાઓમાંના એક છે.
આમિરના ઘરની વાત કરીએ તો વેબસાઈટ અનુસાર, અભિનેતાનું મુંબઈમાં એક લક્ઝરી ઘર છે જે તેણે વર્ષ 2009માં લીધું હતું અને તેની કિંમત 18 કરોડ છે. આ સિવાય તેમની પાસે દેશમાં બીજી ઘણી મિલકતો છે. જો કે તેમના વિશે વધુ જાણી શકાયુ નથી.આમિરના વાહનોની વાત કરીએ તો વેબસાઈટ અનુસાર તેની પાસે 9 લક્ઝરી વાહનો છે જેની કિંમત 15 કરોડથી વધુ છે. જેમાં મર્સિડીઝ બેન્ઝ, રોલ્સ-રોજ અને ફોર્ડ જેવી બ્રાન્ડનો સમાવેશ થાય છે.
આમિર ખાન છેલ્લે વર્ષ 2018માં ફિલ્મ ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાન’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં આમિરની સાથે અમિતાભ બચ્ચન અને ફાતિમા સના શેખ જેવા સ્ટાર્સ હતા. જોકે આ ફિલ્મ ફ્લોપ ગઈ હતી,જેથી આમિરે થોડો બ્રેક લીધો હતો.
ત્યારપછી તેણે કોઈ ફિલ્મ સાઈન કરી નહોતી. જો કે વર્ષ 2021 માં, તે ‘કોઈ જાને ના’ ફિલ્મના સોંગ હર ફન મૌલામાં જોવા મળ્યો હતો. આ સોંગમાં તેની સાથે એલી અવરામ હતી. આ સોંગને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો. ત્યારબાદ વર્ષ 2021માં આમિરે ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ શરૂ કર્યું અને હવે આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થશે. આ ફિલ્મમાં આમિર સાથે કરીના કપૂર ખાન લીડ રોલમાં છે.
આ પણ વાંચો : Aamir Khan Birthday : જ્યારે આમિર ખાને મિત્ર શાહરુખ ખાન પાસેથી માંગ્યું હતું સૂચન, SRK એ આપ્યો આવો જવાબ