અમદાવાદ ખાતે યોજાશે સાઇલેન્ટ ડિસ્કો, વારયલેસ હેડફોન સાથે લોકો કરશે ડાન્સ

અમદાવાદ ખાતે યોજાનાર આ સાયલન્ટ ડિસ્કો એ એક એવી ઇવેન્ટ છે જ્યાં લોકો વાયરલેસ હેડફોન પર સંભળાતા સંગીત પર ડાન્સ કરશે. જેમાં ફ્લોર પર હાજર લોકો દ્વારા પહેરવામાં આવતા વાયરલેસ હેડફોન રીસીવર દ્વારા સિગ્નલ લે છે. જેથી હેડફોન વિનાના લોકોને કોઈ સંગીત સંભળાતું નથી.

અમદાવાદ ખાતે યોજાશે સાઇલેન્ટ ડિસ્કો, વારયલેસ હેડફોન સાથે લોકો કરશે ડાન્સ
| Edited By: | Updated on: Mar 26, 2023 | 11:23 AM

ગુજરાતના લોકોને DJ શબ્દ સાંભળે એટલે તેઓની અંદર એક અનોખી ઉર્જા આવી જાય છે. આ જ ગુજરાતનાં લોકોને DJના તાલે નચાવવા અમદાવાદમાં એક અનોખી ઈવેન્ટ યોજાનાર છે. જેમાં લાઉડ સ્પીકરના અવાજ વગર લોકો ફ્લોર પર ડાન્સ કરશે. અમદાવાદ ખાતે યોજાનાર આ સાયલન્ટ ડિસ્કો એ એક એવી ઇવેન્ટ છે જ્યાં લોકો વાયરલેસ હેડફોન પર સંભળાતા સંગીત પર ડાન્સ કરશે.

તમે જાણો છો કે કોઈ પણ ડિસ્કો પાર્ટી હોય તો મોટા સ્પીકરો દ્વારા મનોરંજન પૂરું પાડવામાં આવે છે. પરંતુ આ ઈવેન્ટમાં કઈક અલગ જ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્પીકર સિસ્ટમનો ઉપયોગ કરવાને બદલે, સંગીતને રેડિયો ટ્રાન્સમીટર દ્વારા પ્રસારિત કરવામાં આવે છે. જેમાં ફ્લોર પર હાજર લોકો દ્વારા પહેરવામાં આવતા વાયરલેસ હેડફોન રીસીવર દ્વારા સિગ્નલ લે છે. જેથી હેડફોન વિનાના લોકોને કોઈ સંગીત સંભળાતું નથી. અને જેમની પાસે હેડફોન છે તેવા લોકો DJ દ્વારા સંચાલિત સંગીતને સારી રીતે શ્રવણ કરીને માણી શકે છે. હાલમાં ધ્વનિ પ્રદૂષણને મુદ્દો પણ ચાલી રહ્યો છે, જે અંતર્ગત આ સાયલન્ટ ડિસ્કો ખૂબ રસપ્રદ વાત છે. સાયલન્ટ ડિસ્કો હેડફોન પાર્ટી, અને નોનસ્ટૉપ ડાન્સની આ સાંજ, સંગીત રસીયાઓ માટે ભૂલથી પણ ચુકાય નહિ તેવી હશે.

સાયલન્ટ ડિસ્કોની તારીખ સમય અને સ્થળ

તારીખ 01 એપ્રિલ 2023ના રોજ શનિવારે સાંજે 8:00 કલાકે FRIZbee અમદાવાદ ખાતે આ કાર્યક્રમ યોજાશે. ફક્ત 199 રૂપિયા જેટલી જ એન્ટ્રી ફી રાખવામાં આવી છે. જેમાં સમગ્ર 4 કલાક સુધી ઈવેન્ટ ચાલશે. મહત્વનું છે કે, નાના બાળકોથી લઈ મોટા તમામ લોકો આ ઈવેન્ટમાં જોડાઈ શકે છે.

આ ઈવેન્ટ માં DJ Nihar સ્ટેજ કવર કરશે. જેણે 1000 થી વધુ ખાનગી, સામાજિક, કોર્પોરેટ, એજ્યુકેશન કેમ્પસ અને વ્યાપારી કાર્યક્રમોમાં પર્ફોર્મ કર્યું છે.