AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

83 Release Date : ક્રિસમસ પર ધમાલ મચાવશે રણવીર સિંહની ફિલ્મ, ચાહકોની રાહ થશે પૂરી

રણવીર સિંહની ફિલ્મ 83 ના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે આ રાહનો અંત આવવાનો છે. આ ફિલ્મ ટૂંક સમયમાં થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

83 Release Date : ક્રિસમસ પર ધમાલ મચાવશે રણવીર સિંહની ફિલ્મ, ચાહકોની રાહ થશે પૂરી
Film - 83
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2021 | 7:01 PM
Share

રણવીર સિંહ (Ranveer Singh) ના ચાહકો તેમની ફિલ્મ 83 ની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ગયા વર્ષે એપ્રિલ મહિનામાં થિયેટરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના રોગચાળાને કારણે તેને મુલતવી રાખવામાં આવી હતી. 83 ભારતીય ક્રિકેટર કપિલ દેવની બાયોપિક છે. હવે મહારાષ્ટ્રમાં સિનેમાઘરો ખોલવાની સાથે જ ફિલ્મની રિલીઝની માહિતી પણ આપવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં 22 ઓક્ટોબરથી થિયેટરો ખુલવા જઈ રહ્યા છે. આ સાથે, ઘણી ફિલ્મોની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે. આજે રણવીરે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે અને કહ્યું છે કે ક્રિસમસ નિમિત્તે 83 રિલીઝ થશે.

રણવીરે શેર કરી પોસ્ટ

રણવીર સિંહે ટીમ સાથે ફોટો શેર કરતા લખ્યું – આ સમય છે ક્રિકેટ અને વર્લ્ડ કપનો. 83 ક્રિસમસ પર થિયેટરોમાં આવી રહી છે. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ થશે.

દીપિકા પણ સાથે જોવા મળશે

રણવીર સિંહ કપિલ દેવના રોલમાં જોવા મળશે જ્યારે દીપિકા તેમની પત્ની રોમીના રોલમાં જોવા મળશે. ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને હરાવીને વર્લ્ડ કપ જીતવાની વાર્તા ફિલ્મમાં બતાવવામાં આવશે. આ ફિલ્મ દ્વારા, પ્રેક્ષકો ફરી એકવાર તે ક્ષણોને ફરી મહેસુસ કરશે જેને ઇતિહાસ રચી દિધો હતો.

જૂનમાં થશે રિલીઝ

કબીર ખાન દ્વારા નિર્દેશિત ફિલ્મ 83 ગયા વર્ષે કોરોના રોગચાળાને કારણે સ્થગિત કરવામાં આવી હતી. આ ફિલ્મ જૂન 2021 માં રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ પછી લોકડાઉનને કારણે, નિર્માતાઓએ તેને મુલતવી રાખવી પડી. હવે આખરે આ ફિલ્મ ક્રિસમસ પ્રસંગે રિલીઝ થવા જઈ રહી છે.

83 માં રણવીર સિંહ અને દીપિકા પદુકોણ (Deepika Padukone) સિવાય પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi), બોમન ઈરાની (Boman Irani), સાકિબ સલીમ (Saqib Saleem), હાર્ડી સંધુ (Hardy Sandhu), તાહિર રાજ ભસીન (Tahir Bhasin), જતીન સરના (Jatin Sarna), એમી વિર્ક (Ammy Virk) સહિત ઘણા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે.

આ પણ વાંયો :- Akshay Kumar અને ટ્વિંકલ ખન્નાએ પુત્રી નિતારાના જન્મદિવસ પર શેર કરી ખાસ પોસ્ટ, એકએ લગાવી ગળે બીજાએ કપાળ પર કર્યું કિસ

આ પણ વાંયો :- પોતાની દોઢ વર્ષની પુત્રી સમીશાને Shilpa Shetty કરાવે છે યોગા ! ગીતા કપૂરનો ખુલાસો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">