કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ, મનોરંજન જગતના સૌથી મોટા ફિલ્મ ફેસ્ટિવલમાંથી એક (75th Cannes Film Festival) શરૂ થઈ ગયો છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આ અવસર પર એક ટ્વિટ કર્યું છે. PM મોદીએ 75માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ વિશે ફ્રેન્ચમાં ટ્વિટ કર્યું. PM મોદીએ લખ્યું- ‘આટલા મોટા ફિલ્મ ફેસ્ટિવલની 75મી આવૃત્તિનો ભાગ બનીને અમે ખૂબ જ ખુશ છીએ, અમે સન્માનિત રાષ્ટ્ર તરીકે માર્ચે ડુ ફિલ્મ-ફેસ્ટિવલ ડી કેન્સનો ભાગ બનીને ખૂબ જ ખુશ છીએ.’ PMએ વધુમાં કહ્યું – ‘સન્માનિત દેશ તરીકે માર્ચે ડુ ફિલ્મ-ફેસ્ટિવલ ડે કાન્સમાં ભારતની સહભાગિતા અંગે આનંદિત છે. જેમ જેમ ભારત તેની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની 75મી વર્ષગાંઠ અને ભારત-ફ્રેન્ચ રાજદ્વારી સંબંધોના 75 વર્ષની ઉજવણી કરવી આપણા માટે ગર્વની વાત છે.
Delighted about India’s participation as a Country of Honour at Marché du Film-festival de Cannes. As India celebrates its 75th yr of independence,75th anniversary of Cannes Film Festival&75 yrs of Indo-French diplomatic ties enhance pride associated with momentous milestones: PM pic.twitter.com/Q2FJsjubeh
— ANI (@ANI) May 17, 2022
પીએમ મોદી પહેલા, યુવા બાબતો અને રમતગમત અને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે પણ ભારત અને ફ્રાન્સમાં આ ઇવેન્ટને મનોરંજન ઉદ્યોગનો એક મહત્વપૂર્ણ ભાગ ગણાવ્યો હતો. ANIના અહેવાલ મુજબ, કેન્દ્રીય મંત્રીએ કહ્યું, ભારત અને ફ્રાન્સ રાજદ્વારી સંબંધોના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતને સન્માનિત દેશ તરીકે સત્તાવાર રીતે આમંત્રણ આપવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના 75માં એડિશન માટે ફ્રાન્સ પહોંચી ગઈ છે. બોલિવૂડ અભિનેત્રી દીપિકા જ્યુરીના આઠ સભ્યોમાંથી એક છે. આવી સ્થિતિમાં દીપિકા પાદુકોણે સોમવારે રાત્રે જ્યુરી ડિનરમાં તેની પ્રથમ સત્તાવાર હાજરી આપી.
દીપિકાની સાથે જ્યુરી સભ્યોમાં અસગર ફરહાદી, રેબેકા હોલ, વિન્સેન્ટ લિંડન, જાસ્મીન ટ્રિંકા, લેડ્ઝ લી, જેફ નિકોલ્સ, નૂમી રૈપેસ અને જોઆચિમ ટ્રિયરનો સમાવેશ થાય છે. આ દરમિયાન કાન્સ જ્યુરીના સભ્યોની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે જેમાં દીપિકા પાદુકોણ પોઝ આપતી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે, 75મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ આજથી એટલે કે 17 મેથી શરૂ થયો છે. આ ફેસ્ટિવલ 28 મે 2022 સુધી ચાલશે.