72 Hoorain Trailer : સેન્સર બોર્ડે ’72 હુરે’નું ટ્રેલર મંજૂર કરવાની ના પાડી, જાણો શું છે આખો મામલો

ફિલ્મ 72 હુરેનના ટ્રેલરને લઈને સમાચાર છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને તેનું ટ્રેલર પાસ કરવાનો ઇનકાર કરી દીધો છે.

72 Hoorain Trailer : સેન્સર બોર્ડે 72 હુરેનું ટ્રેલર મંજૂર કરવાની ના પાડી, જાણો શું છે આખો મામલો
72 Hoorain
| Edited By: | Updated on: Jun 27, 2023 | 10:57 PM

છેલ્લા કેટલાક સમયથી આગામી વધુ એક ફિલ્મ ચર્ચામાં આવી છે. આ ફિલ્મનું નામ છે ’72 હુરે. જૂનની શરૂઆતમાં મેકર્સે આ ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું હતું, જેમાં ઓસામા બિન લાદેન, અજમલ કસાબ જેવા આતંકવાદીઓ દર્શાવવામાં આવ્યા હતા. હવે સેન્સર બોર્ડે આ ફિલ્મનું ટ્રેલર મંજૂર કરવાની ના પાડી દીધી છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન નક્કી કરે છે કે ફિલ્મ કે તેનું ટ્રેલર પ્રેક્ષકોના હિસાબે બનાવેલી માર્ગદર્શિકાને બંધ બેસે છે કે નહીં. તે પછી સીબીએફસી તે ફિલ્મ પાસ કરે છે. 72 હુરેને સેન્સર બોર્ડ તરફથી ગ્રીન સિગ્નલ મળી ચૂક્યું છે, પરંતુ હવે તેનુ ટ્રેલર પાસ થયું નથી.

ટ્રેલર ડિજિટલ રીતે રિલીઝ કરવામાં આવશે

સેન્સર બોર્ડના આ નિર્ણય બાદ મેકર્સ થિયેટરોમાં, તેમની ફિલ્મ 72 હુરેનું ટ્રેલર બતાવી શકશે નહીં. હવે નિર્માતાઓ 28 જૂને ડિજિટલી ટ્રેલર રિલીઝ કરશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મના નિર્દેશક સંજય પુરણ સિંહ છે, જેઓ બે વખત નેશનલ એવોર્ડ જીતી ચૂક્યા છે. જ્યારે, કિરણ ડાગર, ગુલાબ સિંહ તંવર, અનિરુદ્ધ તંવર આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. ઉપરાંત, અશોક પંડિત ફિલ્મના સહ-નિર્માતા છે.

હવે સેન્સર બોર્ડના આ નિર્ણયને લઈને મેકર્સનું કહેવું છે કે, તેઓ આ મામલાને આગળ લઈ જશે. ટ્રેલરને મંજૂરી મળે તે માટે જરૂરી મદદ માટે તે આ બાબતને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ મૂકશે. આ સાથે તે માહિતી મંત્રાલયને પણ આ મામલે CBFC અધિકારીઓ પાસેથી સ્પષ્ટતા માંગવા વિનંતી કરશે.

ફિલ્મ ક્યારે રિલીઝ થઈ રહી છે

જો કે હવે જોવાનું એ છે કે, ટ્રેલર મામલે આગળ શું થાય છે. જો ફિલ્મની વાર્તાની વાત કરીએ તો ટીઝર જોઈને ખબર પડી ગઈ હશે કે આ ફિલ્મ આતંકવાદને પ્રોત્સાહન આપનારાઓ વિરુદ્ધ હશે. ટીઝરમાં હાફિઝ સઈદ, બિલાલ અહેમદ જેવા આતંકવાદીઓની પણ ઝલક જોવા મળી હતી. આ ફિલ્મ 7 જુલાઈએ રિલીઝ થવાની જાહેરાત કરાઈ છે.