Death Anniversary : Jagjit Singhની એ પાંચ અદ્ભૂત ગઝલ, જેને કારણે આજે પણ ફેન્સના દિલોમાં તેઓ જીવીત છે

|

Oct 10, 2021 | 8:23 AM

જગજીત સિંહે ઘણા વર્ષો સુધી લોકો પર પોતાના અવાજનો જાદુ ચલાવ્યો. જો કે, જ્યારે જગજીત સિંહ અને તેની પત્ની ચિત્રાના પુત્રનું અવસાન થયું, ત્યારે તેઓએ પોતાને સંગીતથી દૂર કર્યા.

Death Anniversary : Jagjit Singhની એ પાંચ અદ્ભૂત ગઝલ, જેને કારણે આજે પણ ફેન્સના દિલોમાં તેઓ જીવીત છે
Jagjit Singh Death Anniversary

Follow us on

જ્યારે ગઝલ કિંગ જગજીત (Ghazal King Jagjit Singh) સિંહનું 10 ઓક્ટોબર, 2011 ના રોજ નિધન થયું, ત્યારે વિશ્વભરમાં તેમના ચાહકોએ તેમના સૌથી સ્પર્શી ગીતોમાંથી એક ‘ચિઠ્ઠી ના કોઈ સંદેશ, જાને વો કૌનસા દેશ, જહાં તુમ ચલે ગયે’ ની ધુન પર પોતાનો શોક વ્યક્ત કર્યો હતો. જગજીત સિંહના અવાજમાં તે ઝણઝણાટી હતી, જે સીધી જનતાના દિલને સ્પર્શી ગઈ હતી. 8 ફેબ્રુઆરી, 1941 ના રોજ રાજસ્થાનમાં જગમોહન સિંહ ધીમાન તરીકે જન્મેલા જગજીત સિંહ ભારતીય સંગીતના મહાપુરુષોમાંના એક છે.

જગજીત સિંહની કારકિર્દી આમ તો લાંબી ન ચાલી, પણ તેમણે જે પણ કર્યું તે ખૂબ જ જોવાલાયક અને યાદગાર રહ્યુ. જગજીત સિંહે ઘણા વર્ષો સુધી લોકો પર પોતાના અવાજનો જાદુ ચલાવ્યો. જો કે, જ્યારે જગજીત સિંહ અને તેની પત્ની ચિત્રાના પુત્રનું અવસાન થયું, ત્યારે તેઓએ પોતાને સંગીતથી દૂર કર્યા. તેણે ચિત્રાએ આ ઘટના બાદ ગાવાનું છોડી દીધું હતું. આજે જગજીત સિંહની પુણ્યતિથિ છે. આ પ્રસંગે, આજે અમે તમને તેમની પાંચ ગઝલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા આજે પણ આ સુપ્રસિદ્ધ ગઝલકાર તેમના ચાહકોના દિલમાં જીવંત છે.

હોઠો સે છુ લો તુમ

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

બોલીવૂડ સાથે તેમના શરૂઆતી પ્રોજેક્ટમાંથી એક, 1981 ની ફિલ્મ પ્રેમ ગીતની આ ગઝલે એક નવી કળાને જન્મ આપ્યો અને લોકો સુધી તેને પહોંચાડી. ગઝલમાં આ પ્રકારની આધ્યાત્મિકતા
લોકોને ભાગ્યેજ સાંભળવા મળે છે. આ એક પ્રેમ કરનાર વ્યક્તિની તેના પાર્ટનર પાસેથી પ્રેમ મેળવવાની અપીલ પર આધારિત ગીત છે.

યે દૌલત ભી લેલો

1982 માં રિલીઝ થયેલી આ ગઝલને જગજીત સિંહે પોતાની પત્નિ ચિત્રા સાથે ગાઇ હતી. આ ગઝલ બાળપણની યાદગીરીઓને ઉજાગર કરે છે. આ ગઝલને પાછળથી 1998 માં રિલીઝ થયેલી ફિલ્મમાં સામેલ કરવામાં આવી.

હોશ વાલો કો ખબર ક્યા

આ ગઝલ વર્ષ 1999 માં રિલીઝ થયેલી ફિલ્મ સરફરોશની છે. આ ગઝલ રોમાંસના જુસ્સા વિશે વાત કરે છે અને લોકોને સલાહ આપે છે કે જ્યાં સુધી તેઓ પોતાને પ્રેમ ન કરે ત્યાં

તુમ કો દેખા તો યે ખયાલ આયા

1982 ની ફિલ્મ સાથ સાથની આ ક્લાસિક ગઝલ સાથે, જગજીત સિંહે ભારતના ગઝલ કિંગ તરીકે પોતાનું સ્થાન મજબૂત કર્યું. તે તેમની બોલિવૂડ કારકિર્દીની નિર્ણાયક ક્ષણોમાંની એક હતી, જે લગભગ ત્રણ દાયકા સુધી ફેલાયેલી રહી.

તુમ ઇતના જો મુસ્કુરા રહે હો

તુમ ઇતના જો… જગજીત સિંહની સૌથી સફળ ગઝલોમાંની એક છે. આ ગઝલ હજુ પણ શ્રોતાઓ પર જાદુ ફેલાવવામાં સફળ છે. તે 1983 માં ફિલ્મ અર્થમાં સામેલ હતી.

 

આ પણ વાંચો –

China Power Crisis : ચાલબાઝ ચીન ઘૂંટણીએ પડયું, ઈમ્પોર્ટર્સને સમયસર Solar Equipment પૂરા પાડવા અસમર્થ હોવાની આજીજી શરૂ કરી

આ પણ વાંચો –

Viral Video: દેશી જુગાડનો ઉપયોગ કરીને વ્યક્તિએ બળદ માટે બનાવ્યો શેડ, Video સોશિયલ મીડિયામાં વાયરલ

આ પણ વાંચો –

LAC: ભારત અને ચીન વચ્ચે આજે કમાન્ડર સ્તરની 13 મી રાઉન્ડની બેઠક, ડેપસંગ અને ડેમચોક સહિત આ મુદ્દાઓ પર ચર્ચા થશે

Next Article