
ભોજપુરી સિનેમાના દમદાર અભિનેતા પવન સિંહના ઘરેથી એક મોટી ચોરી થઈ છે. ચોરે ઘરની બારી તોડી એન્ટ્રી કરી હતી. આ દરમિયાન 15 લાખ રુપિયાના ઘરેણા અને રાઈફલમાંથી 30 ગોળી,આશરે 15 ,000રૂપિયા રોકડાની ચોરી થઈ છે.પોલીસના જણાવ્યા અનુસાર, ચોરો ગેસ કટર અથવા તીક્ષ્ણ હથિયારથી બારી કાપીને ઘરમાં પ્રવેશ્યા હતા.
પવન સિંહના સાસુ અને સસરા તે સમયે ઘરમાં હાજર હતા, જેઓ બાજુના રૂમમાં સૂતા હતા.સવારે ઉઠીને આ ચોરીની જાણ થઈ હતી.જ્યારે તેમણે જોયું તો રુમનો દરવાજો બંધ હતો અને બારી તુટેલી હતી.ચાહકો પવન સિંહને પાવર સ્ટાર તરીકે પણ ઓળખે છે.
ઘટનાની માહિતી મળતા જ નગર થાણા પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજ સ્કેન કરવામાં આવી રહ્યા છે.પોલીસે કહ્યું જલ્દી ચોરીને અંજામ આપનાર ચોરની ધરપકડ કરવામાં આવશે.આ ઘટના આરા શહેરના ન્યૂ મારુતિ નગરમાં બની હતી. જોકે, આ અંગે પવન સિંહ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
આ સમગ્ર ઘટના અંગે પવન સિંહ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ તેમના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે, તેમને આ ઘટના વિશે માહિતી મળી છે અને તેઓ હાલમાં શૂટિંગમાં વ્યસ્ત છે. તેઓ ટૂંક સમયમાં આરા પહોંચી શકે છે. આ ઘટના બાદ ન્યૂ મારુતિ નગરના સ્થાનિક લોકો ડરી ગયા છે. લોકો કહે છે કે જ્યારે આવી ઘટના કોઈ સેલિબ્રિટીના ઘરે બની શકે છે, ત્યારે સામાન્ય માણસ કેટલો સુરક્ષિત છે? સ્થાનિક રહેવાસીઓએ પોલીસ વહીવટીતંત્ર પાસે રાત્રિ પેટ્રોલિંગ વધારવા અને વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની માંગ કરી હતી.
પવન સિંહનો જન્મ 5 જાન્યુઆરી 1986ના રોજ બિહારના આરાહ નજીકના જોકાહરી ગામમાં થયો હતો. તેમણે અજિત સિંહ (તેમના કાકા) પાસેથી ગાવાનું શીખ્યા. તેમણે પોતાનું શાળાકીય શિક્ષણ એચ.એન.કે સ્કૂલ, આરાહમાંથી પૂર્ણ કર્યું. નાનપણથી જ તેમણે ગાવાનું શરૂ કર્યું હતું અને હવે તેમના ચાહકો તેમની અદ્ભુત સિંગગને કારણે તેમને ભોજપુરી ઈન્ડસ્ટ્રીના પાવર સ્ટાર તરીકે ઓળખે છે.