
આ ફિલ્મમાં ચંકી પાંડે અને ધર્મેન્દ્રએ સતત બીજી વખત પિતા અને પુત્રની ભૂમિકા ભજવી હતી. જોકે, ફિલ્મના એક ગીતના શૂટિંગ દરમિયાન ટી. રામા રાવ અને સંજય દત્ત વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. હકીકતમાં, દિગ્દર્શકે તેને ડાન્સ સ્ટેપ યોગ્ય રીતે ન કરવા બદલ ઠપકો આપ્યો હતો.

IMDB અનુસાર ટી. રામા રાવે સંજય સાથે દુર્વ્યવહાર કરીને કહ્યું હતું કે, તેની માતા નરગીસ ખૂબ જ સારી ડાન્સર છે પણ તેમના દીકરાને કોણે અભિનેતા બનાવ્યો? આવું કહેતા જ સંજય દત્ત ગુસ્સામાં સેટ છોડીને ચાલી ગયો હતો.

આ લડાઈ પછી સંજય દત્તે વચન આપ્યું હતું કે, તે ફરી ક્યારેય તેની સાથે કામ કરશે નહીં. આ ચર્ચામાં માતાનું નામ લેવામાં આવતા સંજય દત્ત ગુસ્સે થયા.

જોકે, ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં આખા મુંબઈમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. જેના પર ચંકી પાંડેની ફિલ્મો પર પ્રતિબંધ મૂકવાનું લખ્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે, ચંકી પાંડેએ પોતે પબ્લિસિટી માટે આ કામ કર્યું હતું.
Published On - 4:49 pm, Thu, 10 April 25